આઈપીએલ 2023ની ઓપનિંગ સેરેમની માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તૈયાર, રશ્મિકા મંધાના, તમન્ના ભાટિયા કરશે પર્ફોમન્સ

IPL 2023 Opening Ceremony : 31 માર્ચથી આઈપીએલ 2023ની શરૂઆત, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ ટકરાશે. આ મુકાબલો સાંજે 7.30 કલાકે શરૂ થશે

Written by Ashish Goyal
Updated : March 30, 2023 21:51 IST
આઈપીએલ 2023ની ઓપનિંગ સેરેમની માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તૈયાર, રશ્મિકા મંધાના, તમન્ના ભાટિયા કરશે પર્ફોમન્સ
આઈપીએલ 2023ની ઓપનિંગ સેરેમનીમાં અભિનેત્રી રશ્મિકા મંધાના, તમન્ના ભાટિયા, ટાઇગર શ્રૌફ, કેટરિના કૈફ અને અરજિત સિંહ પર્ફોમન્સ કરશે (તસવીર - સોશિયલ મીડિયા)

આઈપીએલ 2023ની શરૂઆત 31 માર્ચથી થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ ટકરાશે. આ મુકાબલો સાંજે 7.30 કલાકે શરૂ થશે. આ મેચ પહેલા ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાશે. જે સાંજે 6.00 કલાકેથી શરૂ થશે. આ વખતે ઓપનિંગ સેરેમનીમાં અભિનેત્રી રશ્મિકા મંધાના, તમન્ના ભાટિયા અને અરજિત સિંહ પર્ફોમન્સ કરશે.

આઈપીએલની સેરેમની માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પુરી રીતે તૈયાર છે. બધી તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે બધી ટીમોના કેપ્ટન અમદાવાદ આવી પહોંચ્યા છે.

ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે જંગ

પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો થશે. બન્ને વચ્ચે મેચમાં આંકડાની વાત કરવામાં આવે તો ગુજરાતનું પલડું ભારે રહેશે. અત્યાર સુધી આઈપીએલમાં બન્ને ટીમો વચ્ચે બે મુકાબલા થયા છે. બન્ને મેચમાં ગુજરાતની ટીમે જીત મેળવી છે. ગુજરાત પાસે કેપ્ટન હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમ્સન જેવા બેટ્સમેનો છે. જ્યારે રાશિદ ખાન, મોહમ્મદ શમી જેવા બોલરો છે.

આ પણ વાંચો – આઈપીએલ મેચ માટે અમદાવાદની મેટ્રો સેવા લંબાવવામાં આવી, કયો માર્ગ બંધ રહેશે? કેવી છે પાર્કિંગ, સુરક્ષા વ્યવસ્થા?

ચેન્નાઇની ટીમની વાત કરવામાં આવે તો તેની પાસે કેપ્ટન એમએસ ધોની સિવાય મોઇન અલી, ઋતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, રવિન્દ્ર જાડેજા, અંબાતી રાયડુ જેવા પ્લયરો છે.

સીએસકેનો ફાસ્ટ બોલર મુકેશ ચૌધરી આઈપીએલમાંથી બહાર

આઈપીએલ-2023ની શરૂઆત થાય તે પહેલા જ ચેન્નાઇ સુપરકિંગ્સને ફટકો પડ્યો છે. ફાસ્ટ બોલર મુકેશ ચૌધરી આ સિઝનમાંથી બહાર થઇ ગયો છે. કેટલાક દિવસ પહેલા એવા સમાચાર હતા કે તે ઇજાગ્રસ્ત છે અને તેના રમવા પર સસ્પેન્સ છે. જોકે ક્રિકબઝના મતે હવે પુરી રીતે કન્ફોર્મ છે કે તે સીએસકે તરફથી રમશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ