આઈપીએલ 2023 : આરસીબીની જીતે પ્લેઓફનું સમીકરણ વધારે રસપ્રદ બનાવ્યું, 3 સ્થાન માટે 7 ટીમો રેસમાં, સમજો ગણિત

IPL 2023 Playoffs Qualification Scenario : ગુજરાતની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઇ છે જ્યારે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રેસમાંથી બહાર થઇ ગઇ છે

IPL 2023 Playoffs Qualification Scenario : ગુજરાતની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઇ છે જ્યારે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રેસમાંથી બહાર થઇ ગઇ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2023 Playoffs Qualification Scenario

IPL 2023 : આરસીબીની જીતે પ્લેઓફનું સમીકરણ વધારે રસપ્રદ બનાવ્યું (તસવીર - IPL Twitter)

IPL 2023 Playoffs Qualification Scenario : ઇન્ડિયન પ્રીમિયર લીગ-2023ની પ્લેઓફની રેસ રોજ-રોજ રોમાંચક બની રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય મેળવ્યો હતો. હવે લીગ રાઉન્ડના અંતિમ મુકાબલા પછી જ પ્લેઓફમાં પહોંચનારી 4 ટીમોની ખબર પડશે. આ મુકાબલો 21 મે ના રોજ આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ગુજરાતની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઇ છે જ્યારે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રેસમાંથી બહાર થઇ ગઇ છે. 3 સ્થાન માટે 7 ટીમો રેસમાં છે. જોકે તેમાં લખનઉ સુપર જાયન્ટ્સ, ચેન્નઇ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઇન્ડિયન્સને વધારે તક છે. રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ ટેકનિકલી રેસમાં છે પણ તેમની દાવેદારી સાવ નહીંવત છે.

Advertisment

પ્લેઓફનું સંપૂર્ણ ગણિત સરળ ભાષામાં સમજો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જીતથી એ સુનિશ્ચિત થઈ ગયું કે તેનું ભાગ્ય લગભગ સંપૂર્ણપણે તેના હાથમાં છે. જો ટીમ ગુજરાત ટાઇટન્સ સામેની છેલ્લી મેચમાં જીત મેળવશે તો 16 પોઇન્ટ લગભગ પ્લેઓફમાં પહોંચી જશે. ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પોત-પોતાની અંતિમ મેત જીતશે તો બન્નેના 17-17 પોઇન્ટ થઇ જશે. તે પણ પ્લેઓફમાં પહોંચશે.

મુંબઈ ઇન્ડિયન્સ પણ 16 પોઇન્ટ સુધી પહોંચી શકે છે. જોકે તેનો નેટ રેટ માઇનસ 0.128 છે અને આરસીબીનો રનરેટ પ્લેસ 0.180 છે. મુંબઈ ઈન્ડિયન્સે રન રેટમાં સુધારો કરવા માટે વાનખેડે સ્ટેડિયમમાં સનરાઇઝર્સને લગભગ 79 રનથી હરાવવું પડશે. આ પછી પણ તેના માર્ગમાં મુશ્કેલી છે. લીગ તબક્કાની અંતિમ મેચ આરસીબી રમવાનું છે. આવી સ્થિતિમાં તેણે પ્લેઓફમાં પહોંચવા માટે અંતિમ મેચમાં ગુજરાત ટાઇટન્સને કેટલા માર્જિનથી હરાવવું પડે તે ખબર રહેશે.

publive-image
આઈપીએલ પોઇન્ટ ટેબલ

જો મુંબઈ અને આરસીબી તેની છેલ્લી લીગ મેચ હારી જાય તો 14 પોઈન્ટવાળી ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે. આ માટે રન રેટ વધારે મહત્વનો બની જશે. જોકે આવી સ્થિતિમાં ભાગ્યે જ કોઈ ટીમ આરસીબીને પાછળ છોડી શકે છે. અત્યારે રાજસ્થાન રોયલ્સ (0.140 રનરેટ) તેની નજીક છે. શુક્રવારે રાજસ્થાન અને પંજાબ વચ્ચે મેચ રમાવાની છે. જે ટીમ મેચ હારી જશે તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. એટલે કે આ મેચ નોકઆઉટ છે. જે જીત મેળવશે તે રેસમાં રહેશે. જોકે આ માટે આરસીબી અને મુંબઈની ટીમ ખરાબ રીતે હારે અને રનરેટમાં નીચે આવી જાય તેવી આશા રાખવી પડશે.

Advertisment

આ પણ વાંચો - બોલિંગમાં જોવા મળ્યો ભારતીય બોલરોનો દબદબો, સૌથી વધારે વિકેટ ઝડપનાર ટોપ-10માંથી 9 ઇન્ડિયન

કોલકાતા નાઈટ રાઈડર્સ (-0.256) અને પંજાબ કિંગ્સ (-0.308)નો રન રેટ ખૂબ જ ખરાબ છે. જો આરસીબી 30 રનથી હારી જાય તો કોલકાતાએ 78 રનથી જીતવું પડશે. પંજાબ કિંગ્સે લગભગ 94 રને જીતવું પડશે. આ ઉપરાંત આરસીબી, મુંબઈ અને રાજસ્થાનનો પરાજય થાય તે પણ જરૂરી છે તો જ કોલકાતા ક્વોલિફાઇ કરી શકે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ પંજાબ કિંગ્સને હરાવી દે તો તેની પાસે ક્વોલિફાઇ કરવાની તક છે. જોકે આ માટે આરસીબી અને મુંબઈનો છેલ્લી મેચમાં પરાજય થાય તો જ શક્ય બને. આવી સ્થિતિમાં બધાના 14-14 પોઇન્ટ થશે.

આરસીબીની જીત ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ માટે પણ ખરાબ સમાચાર છે. જો સનરાઇઝર્સની જીત થઇ હોય તો ચેન્નઇ અને લખનઉ બન્ને ટીમોએ ક્વોલિફાઇ કરી લીધું હોત. પણ આરસીબીની જીતથી તેમની બાજી મુશ્કેલ બની છે. હવે જો મુંબઈ અને આરસીબી તેમની છેલ્લી મેચ જીતે તો બન્નેના 16-16 પોઈન્ટ થઈ જશે. આ કિસ્સામાં ચેન્નઇ અને લખનઉ બન્નેએ ટોપ-4 માં સ્થાન મેળવવા માટે મેચ જીતવી પડશે. પરાજય થશે તો બન્નેના 15 પોઈન્ટ રહેશે. જો બંને ટીમો તેમની છેલ્લી મેચ હારી જશે તો સારી રનરેટ ધરાવતી ટીમ પ્લેઓફમાં પહોંચી જશે.

ક્રિકેટ IPL સ્પોર્ટ્સ