IPL 2023: કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી ક્રિકેટ પ્રશંસકો હાલના સમયે આઈપીએલ 2023ની મજા લઇ રહ્યા છે. દરેક સિઝનની જેમ આ વખતે પણ ક્રિકેટ પ્રશંસકોની નજર કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ પર છે. જોકે આ દરમિયાન તમિલનાડુના એક ધારાસભ્યે સીએસકેને પ્રતિબંધ કરવાની માંગણી કરી દીધી છે.
તમિલનાડુના ધર્મપુરીથી પીએમકેના ધારાસભ્ય એસપી વેંકટેશ્વરને રાજ્ય સરકારને ચેન્નઇ સુપર કિંગ્સ પર પ્રતિબંધ લગાવવવાનું નિવેદન કરતા આરોપ લગાવ્યો કે આઈપીએલ ફ્રેન્ચાઇઝી પાસે કોઇ લોકલ પ્લેયર નથી. પીએમકેના ધારાસભ્યે વિધાનસભામાં ખેલ અને યુવા કલ્યાણ વિભાગની અનુદાન માંગણી દરમિયાન આ વાત કહી. તેમણે પોતાની વાત મીડિયા સામે કહી કે તેમણે ફક્ત વિધાનસભામાં જનતાની ભાવના વિશે જણાવ્યું છે.
આ પણ વાંચો – રિંકુ સિંહ : ગેસ સિલિન્ડર ડિલિવરી કરતા પિતાનો પુત્ર રાતો રાત બન્યો સ્ટાર, આવો કર્યો છે સંઘર્ષ
આ ટીમ પ્રતિભાશાળી લોકલ પ્લેયર્સને તક આપતી નથી – ધારાસભ્ય એસપી વેંકટેશ્વરન
તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં યુવા રસ લઇને આઈપીએલ મેચ જુવે છે. ચેન્નઇ તમિલનાડુની રાજધાની છે. અમારા નેતા અય્યા (ડોક્ટર રામદાસ)એ તમિલ ભાષાની રક્ષાના મહત્વ વિશે યુવાઓમાં જાગરુકતા વધારવા માટે ઇન સર્ચ ઓફ તમિલ અભિયાન શરુ કર્યું છે. ઘણા લોકોએ મારો સંપર્ક કર્યો અને કહ્યું કે તે દુખી છે કારણ કે ટીમનું નામ ચેન્નઇ રાખવા છતા આ ટીમ પ્રતિભાશાળી લોકલ પ્લેયર્સને તક આપતી નથી. આ ટીમને પ્રતિબંધ કરી દેવી જોઈએ.
મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે મેં આજે જ વિધાનસભામાં લોકોની ભાવનાઓ વિશે જણાવ્યું. તે અમારા લોકો દ્વારા લાભ કમાઇ રહ્યા છે જેમ કે તે તમિલનાડુનું પ્રતિનિધિત્વ કરે છે પણ ટીમમાં તમિલનાડુનો કોઇ ખેલાડી નથી. હું ઇચ્છું છું કે અમારા રાજ્યમાંથી વધારે લોકો ટીમનો ભાગ બને.