IPL 2023 PBKS vs DC : રિલે રોસોઉ (અણનમ 82)અને પૃથ્વી શો ની (54)અડધી સદીની મદદથી આઈપીએલ 2023માં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સ 15 રને વિજય મેળવ્યો હતો. દિલ્હીએ સામે 20 ઓવરમાં 2 વિકેટે 213 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 20 ઓવરમાં 8 વિકેટે 198 રન બનાવી શક્યું હતું. આ પરાજય સાથે જ પંજાબ કિંગ્સના અભિયાનનો અંત આવ્યો છે.
પંજાબ કિંગ્સ ઇનિંગ્સ
-લિવિંગસ્ટોનના 48 બોલમાં 5 ફોર, 9 સિક્સરની મદદથી 94 રન.
-સેમ કરન 5 બોલમાં 11 રન બનાવી નોર્તેજનો શિકાર બન્યો.
-શાહરુખ ખાન 3 બોલમાં 6 રન બનાવી આઉટ.
-જીતેશ શર્મા 3 બોલમાં 00 રને આઉટ.
-લિવિંગસ્ટોને 30 બોલમાં 4 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-આથર્વ તાઇડે 42 બોલમાં 5 ફોર, 2 સિક્સરની મદદથી 55 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો.
-પંજાબ કિંગ્સે 12 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-પ્રભશિમરન સિંહ 19 બોલમાં 4 ફોર સાથે 22 રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો.
-પંજાબે 6.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-પંજાબે પાવરપ્લેમાં 1 વિકેટે 47 રન બનાવ્યા
-શિખર ધવન બીજી ઓવરમાં પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના ઇશાંત શર્માની ઓવરમાં બોલ્ડ થયો.
-ખલીલ અહમદે પ્રથમ ઓવર મેઇડન ફેંકી.
આ પણ વાંચો – બોલિંગમાં જોવા મળ્યો ભારતીય બોલરોનો દબદબો, સૌથી વધારે વિકેટ ઝડપનાર ટોપ-10માંથી 9 ઇન્ડિયન
દિલ્હી કેપિટલ્સ ઇનિંગ્સ
-પંજાબ કિંગ્સ તરફથી સેમ કરને 2 વિકેટ ઝડપી.
-દિલ્હી કેપિટલ્સના 20 ઓવરમાં 2 વિકેટે 213 રન.
-ફિલિપ સોલ્ટના 14 બોલમાં 2 ફોર, 2 સિક્સર સાથે અણનમ 26 રન.
-રિલે રોસોઉના 37 બોલમાં 6 ફોર, 6 સિક્સર સાથે અણનમ 82 રન.
-દિલ્હી કેપિટલ્સે 19.2 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-રિલે રોસોઉએ 25 બોલમાં 3 ફોર, 4 સિક્સર સાથે 50 રન પુરા કર્યા.
-પૃથ્વી શો 38 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે 54 રન બનાવી સેમ કરનની ઓવરમાં કેચ આઉટ થયો.
-દિલ્હી કેપિટલ્સે 10.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-પૃથ્વી શો અને વોર્નરે પ્રથમ વિકેટ માટે 94 રનની ભાગીદારી નોંધાવી.
-ડેવિડ વોર્નર 31 બોલમાં 5 ફોર, 2 સિક્સર સાથે 46 રન બનાવી આઉટ થયો.
-દિલ્હીએ પાવરપ્લેમાં વિના વિકેેટે 61 રન બનાવ્યા
-દિલ્હી કેપિટલ્સે 4.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-ડેવિડ વોર્નર અને પૃથ્વી શો ઓપનિંગમાં ઉતર્યા.
– પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
પંજાબ કિંગ્સ : આર્થવ તાઇડે, શિખર ધવન (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, હરપ્રીત બરાર, રાહુલ ચાહર, કાગિસો રબાડા, નાથન એલિસ, અર્શદીપ સિંહ.
દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), પૃથ્વી શો, ફિલિપ સોલ્ટ, રિલે રોસોઉ, અમન હાકિમ ખાન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યશ ઢુલ, ઇશાંત શર્મા, ખલીલ અહમદ, એનરિક નોર્તેજ.