scorecardresearch

આઈપીએલ 2023 : રાશિદ ખાનની 3 વિકેટ, ગુજરાત ટાઇટન્સનો 9 વિકેટે આસાન વિજય

IPL 2023 RR vs GT : રાજસ્થાન રોયલ્સ 17.5 ઓવરમાં 118 રનમાં ઓલઆઉટ, ગુજરાતે 13.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો, ગુજરાત 10 મેચમાં 14 પોઇન્ટ સાથે ટોચના સ્થાને

IPL 2023 RR vs GT
IPL 2023 RR vs GT – ગુજરાત ટાઇટન્સ વિ. રાજસ્થાન રોયલ્સ મેચ

IPL 2023 RR vs GT Score : રાશિદ ખાનની ચુસ્ત બોલિંગ (3 વિકેટ) બાદ ઋદ્ધિમાન સાહા (41 અણનમ) અને હાર્દિક પંડ્યા (39 અણનમ)ની શાનદાર બેટિંગની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ સામે 9 વિકેટે વિજય મેળવ્યો છે. રાજસ્થાન રોયલ્સ 17.5 ઓવરમાં 118 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ગુજરાતે 13.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ગુજરાત 10 મેચમાં 14 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે.

ગુજરાત ટાઇટન્સ

-હાર્દિક પંડ્યાના 15 બોલમાં 3 ફોર 3 સિક્સર સાથે અણનમ 39 રન.

-ઋદ્ધિમાન સાહાના 34 બોલમાં 5 ફોર સાથે અણનમ 41 રન.

-ગુજરાતે 13.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો.

-ગુજરાત ટાઇટન્સે 11.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-સાહા અને ગિલે પ્રથમ વિકેટ માટે 9.4 ઓવરમાં 71 રનની ભાગીદારી નોંધાવી.

-શુભમન ગિલ 35 બોલમાં 6 ફોર સાથે 36 રન બનાવી ચહલની ઓવરમાં આઉટ થયો.

-ગુજરાત ટાઇટન્સે 6.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-ગુજરાતે પાવરપ્લેમાં 6 ઓવરમાં વિના વિકેટે 49 રન બનાવ્યા.

-શુભમન ગિલ અને ઋદ્ધિમાન સાહા ઓપનિંગમાં ઉતર્યા.

આ પણ વાંચો – કેએલ રાહુલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાંથી બહાર, કરાવવી પડશે સર્જરી

રાજસ્થાન રોયલ્સ ઇનિંગ્સ

-રાશિદ ખાને સૌથી વધારે 3 વિકેટ ઝડપી, નૂર અહમદે 2, શમી, હાર્દિક પંડ્યા અને જોશ લિટિલે 1-1 વિકેટ ઝડપી.

-રાજસ્થાન રોયલ્સ 17.5 ઓવરમાં 118 રનમાં ઓલઆઉટ

-એડમ ઝમ્પા 7 રન બનાવી રન આઉટ થયો.

-ટ્રેન્ટ બોલ્ટના 11 બોલમાં 1 ફોર, 1 સિક્સર સાથે 15 રન.

-રાજસ્થાન રોયલ્સે 15 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-શિમરોન હેટમાયર 7 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં એલબી આઉટ થયો.

-ધ્રુવ જુરેલ 8 બોલમાં 1 ફોર સાથે 9 રન બનાવી આઉટ.

-દેવદત્ત પડિક્કલ 12 રન બનાવી નૂર અહમદનો શિકાર બન્યો.

-રિયાન પરાગ 4 રને રાશિદ ખાનની ઓવરમાં એલબી આઉટ થયો.

-અશ્વિન 2 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં બોલ્ડ થયો.

-સંજુ સેમસનના 20 બોલમાં 3 ફોર, 1 સિક્સર સાથે 30 રન. રાજસ્થાને 60 રને ત્રીજી વિકેટ ગુમાવી.

-રાજસ્થાને 6 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-યશસ્વી જયસ્વાલ 11 બોલમાં 1 ફોર, 1 સિક્સર સાથે 14 રન બનાવી રન આઉટ થયો.

-જોશ બટલર 6 બોલમાં 2 ફોર સાથે 8 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં આઉટ થયો.

-રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ગુજરાત ટાઇટન્સ : ઋદ્ધિમાન સાહા, અભિનવ મનોહર, વિજય શંકર, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશ લિટિલ, નૂર અહમદ.

રાજસ્થાન રોયલ્સ : જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), દેવદત્ત પડીક્કલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુજવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા, સંદીપ શર્મા.

Web Title: Ipl 2023 rajasthan royals vs gujarat titans rr vs gt live score updates

Best of Express