આઈપીએલ 2023 : બોલરો ઝળક્યા, લખનઉ સુપર જાયન્ટ્સનો રાજસ્થાન સામે રોમાંચક વિજય

IPL 2023 RR vs LSG : લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ સામે 10 રને વિજય મેળવ્યો

IPL 2023 RR vs LSG : લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ સામે 10 રને વિજય મેળવ્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2023 RR vs LSG

IPL 2023 RR vs LSG Score : લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો

IPL 2023 RR vs LSG : કાયલ મેયર્સની અડધી સદી (51)પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ સામે 10 રને વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 7 વિકેટે 154 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 6 વિકેટે 144 રન બનાવી શક્યું હતું.

Advertisment

રાજસ્થાન રોયલ્સની ઇનિંગ્સ

-લખનઉ તરફથી આવેશ ખાને 3 અને સ્ટોઇનિસે 2 વિકેટ ઝડપી.

-રિયાન પરાગ 25 રને અણનમ રહ્યો.

-પડ્ડીકલ 26 રને આઉટ.

-હેટમાયર 2 રન બનાવી આવેશ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.

-રાજસ્થાને 14.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-બટલર 41 બોલમાં 4 ફોર, 1 સિક્સર સાથે 40 રન બનાવી સ્ટોઇનિસનો શિકાર બન્યો.

-સેમસન 2 રને રન આઉટ થયો.

-યશસ્વી જયસ્વાલ 35 બોલમાં 4 ફોર, 2 સિક્સર સાથે 44 રન બનાવી સ્ટોઇનિસનો શિકાર બન્યો. રાજસ્થાને 87 રને પ્રથમ વિકેટ ગુમાવી

-રાજસ્થાને 7 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-જોશ બટલર અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં ઉતર્યા.

આ પણ વાંચો - વીરેન્દ્ર સેહવાગને છતાવી રહ્યો છે એમએસ ધોની પર પ્રતિબંધ લાગવાનો ડર

Advertisment

લખનઉ સુપર જાયન્ટ્સની ઇનિંગ્સ

-અશ્વિને 2 વિકેટ, જ્યારે સંદીપ શર્મા, બોલ્ટ અને હોલ્ડરે 1-1 વિકેટ ઝડપી.

-લખનઉના 20 ઓવરમાં 7 વિકેટે 154 રન.

-નિકોલસ પૂરન 2 ફોર, 1 સિક્સર સાથે 29 રન બનાવી રન આઉટ થયો.

-સ્ટોઇનિસ 21 રને સંદીપ શર્માનો શિકાર બન્યો.

-કાયલ મેયર્સ 42 બોલમાં 4 ફોર, 3 સિક્સરની મદદથી 51 રન બનાવી આઉટ થયો.

-લખનઉએ 13.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-દિપક હુડા 2 રને અશ્વિનની ઓવરમાં કેચ આઉટ થયો.

-આયુષ બદોની 1 રને બોલ્ટની ઓવરમાં બોલ્ડ થયો.

-કેએલ રાહુલ 32 બોલમાં 4 ફોર, 1 સિક્સરની મદદથી 39 રને હોલ્ડરનો શિકાર બન્યો.

-લખનઉએ 7.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-પાવરપ્લેમાં લખનઉએ વિના વિકેટે 37 રન બનાવ્યા

-રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

-આ મુકાબલો જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે

બન્ને ટીમો આ પ્રમાણે છે

રાજસ્થાન રોયલ્સ – જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજૂ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, જેસોન હોલ્ડર, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા.

લખનઉ સુપર જાયન્ટ્સ - કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, આયુષ બદોની, યુદ્ધવીર સિંહ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, નવીન ઉલ હક.

રાજસ્થાન રોયલ્સ લખનઉ સુપર જાયન્ટ્સ કે એલ રાહુલ ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રિકેટ IPL સ્પોર્ટ્સ