IPL 2023 RR vs LSG : કાયલ મેયર્સની અડધી સદી (51)પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ સામે 10 રને વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 7 વિકેટે 154 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 6 વિકેટે 144 રન બનાવી શક્યું હતું.
રાજસ્થાન રોયલ્સની ઇનિંગ્સ
-લખનઉ તરફથી આવેશ ખાને 3 અને સ્ટોઇનિસે 2 વિકેટ ઝડપી.
-રિયાન પરાગ 25 રને અણનમ રહ્યો.
-પડ્ડીકલ 26 રને આઉટ.
-હેટમાયર 2 રન બનાવી આવેશ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.
-રાજસ્થાને 14.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-બટલર 41 બોલમાં 4 ફોર, 1 સિક્સર સાથે 40 રન બનાવી સ્ટોઇનિસનો શિકાર બન્યો.
-સેમસન 2 રને રન આઉટ થયો.
-યશસ્વી જયસ્વાલ 35 બોલમાં 4 ફોર, 2 સિક્સર સાથે 44 રન બનાવી સ્ટોઇનિસનો શિકાર બન્યો. રાજસ્થાને 87 રને પ્રથમ વિકેટ ગુમાવી
-રાજસ્થાને 7 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-જોશ બટલર અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં ઉતર્યા.
આ પણ વાંચો – વીરેન્દ્ર સેહવાગને છતાવી રહ્યો છે એમએસ ધોની પર પ્રતિબંધ લાગવાનો ડર
લખનઉ સુપર જાયન્ટ્સની ઇનિંગ્સ
-અશ્વિને 2 વિકેટ, જ્યારે સંદીપ શર્મા, બોલ્ટ અને હોલ્ડરે 1-1 વિકેટ ઝડપી.
-લખનઉના 20 ઓવરમાં 7 વિકેટે 154 રન.
-નિકોલસ પૂરન 2 ફોર, 1 સિક્સર સાથે 29 રન બનાવી રન આઉટ થયો.
-સ્ટોઇનિસ 21 રને સંદીપ શર્માનો શિકાર બન્યો.
-કાયલ મેયર્સ 42 બોલમાં 4 ફોર, 3 સિક્સરની મદદથી 51 રન બનાવી આઉટ થયો.
-લખનઉએ 13.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-દિપક હુડા 2 રને અશ્વિનની ઓવરમાં કેચ આઉટ થયો.
-આયુષ બદોની 1 રને બોલ્ટની ઓવરમાં બોલ્ડ થયો.
-કેએલ રાહુલ 32 બોલમાં 4 ફોર, 1 સિક્સરની મદદથી 39 રને હોલ્ડરનો શિકાર બન્યો.
-લખનઉએ 7.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-પાવરપ્લેમાં લખનઉએ વિના વિકેટે 37 રન બનાવ્યા
-રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
-આ મુકાબલો જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે
બન્ને ટીમો આ પ્રમાણે છે
રાજસ્થાન રોયલ્સ – જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજૂ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, જેસોન હોલ્ડર, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા.
લખનઉ સુપર જાયન્ટ્સ – કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, આયુષ બદોની, યુદ્ધવીર સિંહ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, નવીન ઉલ હક.