આઈપીએલ શરુ થયાને બે સપ્તાહનો સમય પસાર થઇ ગયો છે. 31 માર્ચે આઈપીએલની ઓપનિંગ સેરેમની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઇ હતી. આ સેરેમનીમાં અભિનેત્રી રશ્મિકા મંદાનાએ પર્ફોમન્સ કર્યું હતું. તેને હજુ આઈપીએલની આ સેરેમનીની યાદ આવી રહી છે. રશ્મિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આઈપીએલ સેરેમનીના કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા છે.
રશ્મિકાએ ધોની સાથે શેર કર્યો ફોટો
રશ્મિકા મંદાનાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને આઈપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે એક ફોટો શેર કર્યો છે. ક્રિકેટર અને અભિનેત્રી સાથે ઉભા રહીને ફોટો ક્લિક કરાવી રહ્યા છે. રશ્મિકા મંદાનાએ પોતાના ડાન્સ પર્ફોમન્સવાળી ડ્રેસ પહેર્યો છે જ્યારે ધોની સીએસકેની જર્સીમાં જોવા મળે છે.
આ પણ વાંચો – રિંકુ સિંહ : ગેસ સિલિન્ડર ડિલિવરી કરતા પિતાનો પુત્ર રાતો રાત બન્યો સ્ટાર, આવો કર્યો છે સંઘર્ષ
આ સિવાય રશ્મિકા મંદાનાએ કેટલાક અન્ય ફોટા અને વીડિયો શેર કર્યો છે. જેમાં તે સ્ટેડિયમમાં બેસીને મેચની મજા માણી રહી છે. મંદાનાએ કેપ્શનમાં લખ્યું છે કે હજુ આ ખતમ થયું નથી #IPL23, આવી તક માટે બધા લોકોનો આભાર. સોશિયલ મીડિયા યૂઝર્સ અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે.

રશ્મિકા મંદાનાએ શ્રીવલ્લી અને નાટૂ-નાટૂ જેવા ગીતો પર ડાન્સ કર્યો હતો
આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં રશ્મિકા મંદાનાએ શ્રીવલ્લી અને નાટૂ-નાટૂ જેવા ગીતો પર ડાન્સ કર્યો હતો. તમન્ના ભાટિયાએ પણ દર્શકોને ડોલાવ્યા હતા. સિંગર અરિજિત સિંહે પોતાના ગીતોને દર્શકોને ઝુમવા માટે મજબુર કર્યા હતા.