IPL 2023,RCB vs DC Match Score Updates: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) માં 20મી મેચ શનિવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બેટીંગ કરી 20 ઓવરમાં 06 વિકેટના નુકશાને 174 રન બનાવ્યા. સામે દિલ્હી કેપિટલ્સે ખરાબ શરૂઆત સાથે બેટીંગ શરૂ કરી હતી અને 20 ઓવરમાં 09 વિકેટના નુકશાને 151 રન જ બનાવી શક્યું.
બેંગ્લોર – કોણે કેટલા રન બનાવ્યા
વિરાટ કોહલી 34 બોલમાં 50 રન બનાવી આઉટ થયો
ફાફ ડુ પ્લેસિસ 16 બોલમાં 22 રન બનાવી આઉટ થયો
મહિપાલ લોમરોર 18 બોલમાં 26 રન બનાવી આઉટ થયો
ગ્લેન મેક્સવેલ 14 બોલમાં 24 રન બનાવી આઉટ થયો
હર્ષલ પટેલ 04 બોલમાં 06 રન બનાવી આઉટ થયો
દિનેશ કાર્તિક એક પણ રન બનાવ્યા વગર જ આઉટ થઈ ગયો
શાહબાઝ અહેમદ 12 બોલમાં 20 રન બનાવી અણનમ રહ્યો
અનુજ રાવત 22 બોલમાં 15 રન બનાવી અણનમ રહ્યો
દિલ્હી કેપિટલ્સ – કોણે કેટલી વિકેટ લીધી
એનરિક નોર્ટજેએ 04 ઓવરમાં 31 રન આપ્યા અને એક પણ વિકેટ ન લીધી
અક્ષર પટેલે 03 ઓવરમાં 25 રન આપી 01 વિકેટ લીધી
મુસ્તીફિઝુર રહેમાને 03 ઓવરમાં 41 રન આપી એક પણ વિકેટ ન લીધી
મિશેલ માર્શે 02 ઓવરમાં 18 રન આપી 02 વિકેટ લીધી
લલિત યાદવે 04 ઓવરમાં 29 રન આપી 01 વિકેટ લીધી
કુલદીપ યાદવે 04 ઓવરમાં 23 રન આપી 02 વિકેટ લીધી
તમને જણાવી દઈએ કે, રોવમેન પોવેલની જગ્યાએ મિશેલ માર્શ દિલ્હીની ટીમમાં પરત ફર્યો છે. RCBમાં ડેવિડ વિલીની જગ્યાએ વાનિન્દુ હસરંગાને તક મળી છે. વિજયકુમાર વૈશાક આરસીબી માટે ડેબ્યૂ કર્યું છે. દિલ્હી કેપિટલ્સ 4 માંથી 4 મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં તળિયે છે. આવી સ્થિતિમાં ડેવિડ વોર્નરની આગેવાની હેઠળની ટીમ પોતાનું ખાતું ખોલવા માંગશે. RCBની ટીમ 3માં 1 મેચ જીતીને 7મા નંબર પર છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની ટીમ બીજી જીત નોંધાવવા માંગે છે.
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન
ડેવિડ વોર્નર (સી), મિશેલ માર્શ, યશ ધુલ, મનીષ પાંડે, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, લલિત યાદવ, અભિષેક પોરેલ (વિકેટમાં), કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, મુસ્તાફિઝુર રહેમાન.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ 11
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (સી), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટમાં), વાનિન્દુ હસરાંગા, હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વૈશાક.