આઈપીએલ 2023 : વિરાટ કોહલી, પ્લેસિસની દમદાર બેટિંગ, આરસીબીનો મુંબઈ સામે વિજય

IPL 2023 RCB vs MI : વિરાટ કોહલીના 49 બોલમાં 6 ફોર, 5 સિક્સર સાથે અણનમ 82 રન, પ્લેસિસના 43 બોલમાં 73 રન, આરસીબીનો 8 વિકેટે વિજય

IPL 2023 RCB vs MI : વિરાટ કોહલીના 49 બોલમાં 6 ફોર, 5 સિક્સર સાથે અણનમ 82 રન, પ્લેસિસના 43 બોલમાં 73 રન, આરસીબીનો 8 વિકેટે વિજય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2023 RCB vs MI

IPL 2023 RCB vs MI : આરસીબી વિ. મુંબઈ

વિરાટ કોહલી (82 રન અણનમ) અને ફાફ ડુ પ્લેસિસની અડધી સદી (73)ની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-2023માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 16.2 ઓવરમાં 2 વિકેટે 172 રન બનાવી જીત મેળવી હતી.

Advertisment

રોયલ ચેલેન્જર્સ બેંગલોર

-અરશદ ખાન અને કેમરુન ગ્રીને 1-1 વિકેટ ઝડપી

-મેક્સવેલના 3 બોલમાં અણનમ 12 રન

-વિરાટ કોહલીના 49 બોલમાં 6 ફોર, 5 સિક્સર સાથે અણનમ 82 રન

-દિનેશ કાર્તિક 3 બોલમાં 0 રને આઉટ

-પ્લેસિસ અને વિરાટ કોહલી વચ્ચે 14.5 ઓવરમાં 148 રનની ભાગીદારી

-પ્લેસિસના 43 બોલમાં 5 ફોર અને 6 સિક્સર સાથે 73 રન

-વિરાટ કોહલીએ 38 બોલમાં 4 ફોર અને 2 સિક્સરની મદદથી 50 રન પુરા કર્યા

-આરસીબીએ 10.3 ઓવરમાં 100 રન પુરા કર્યા

-પ્લેસિસે 29 બોલમાં 4 ફોર અને 4 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી

-આરસીબીએ 5.3 ઓવરમાં 50 રન પુરા કર્યા

આ પણ વાંચો - આઈપીએલ 2023 : રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 72 રને ભવ્ય વિજય

મુંબઈ ઇન્ડિયન્સ ઇનિંગ્સ

-તિલક વર્માના 46 બોલમાં 9 ફોર અને 4 સિક્સરની મદદથી અણનમ 84 રન

-ટીમ ડેવિડ 4 રને આઉટ

-તિલક વર્માએ 32 બોલમાં 4 ફોર, 3 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી

-નેહલ વઠેરાના 13 બોલમાં 21 રન

-મુંબઈએ 9 ઓવરમાં 50 રન પુરા કર્યા

-સૂર્યકુમાર યાદવના 15 રન

-રોહિત શર્મા 10 બોલમાં 1 રન બનાવી આઉટ

-કેમરુન ગ્રીન 5 રને આઉટ, મુંબઈએ 16 રનમાં 2 વિકેટ ગુમાવી

-ઇશાન કિશન 10 રને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો

-આરસીબીના કેપ્ટન પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

રોયલ ચેલેન્જર્સ બેંગલોર - વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, માઇકલ બ્રેસવેલ, શાહબાઝ અહમદ, દિનેશ કાર્તિક, કરન શર્મા, હર્ષલ પટેલ, આકાશ દીપ, રીસે ટોપલે, મોહમ્મદ સિરાજ.

મુંબઈ ઇન્ડિયન્સ - રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરન ગ્રીન, તિલક વર્મા, ટીમ ડેવિડ, નેહલ વઠેરા, ઋત્વિક શૌકીન, પીયુષ ચાવલા, જોફ્રા આર્ચર, અરશદ ખાન.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર મુંબઈ ઈન્ડિયન્સ ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રિકેટ IPL રોહિત શર્મા Virat Kohli સ્પોર્ટ્સ