scorecardresearch

આઈપીએલ 2023 : સનરાઇઝર્સ હૈદરાબાદે આ સિઝનમાં પ્રથમ જીત મેળવી, પંજાબ કિંગ્સનો 8 વિકેટે પરાજય

IPL 2023 SRH vs PBKS Score : શિખર ધવનના 66 બોલમાં 12 ફોર, 5 સિક્સર સાથે અણનમ 99 રન, મયંક માર્કંડેયની 4 વિકેટ, રાહુલ ત્રિપાઠીના અણનમ 74 રન

IPL 2023 SRH vs PBKS
IPL 2023 SRH vs PBKS : સનરાઇઝર્સ હૈદરાબાદ વિ. પંજાબ કિંગ્સ મેચ

IPL 2023 SRH vs PBKS Score Updates: મયંક માર્કંડેયની ચુસ્ત બોલિંગ (4 વિકેટ) બાદ રાહુલ ત્રિપાઠીના અણનમ 74 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2023માં પંજાબ કિંગ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. પંજાબે 20 ઓવરમાં 9 વિકેટે 143 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 17.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. હૈદરાબાદે આ સિઝનમાં પ્રથમ વિજય મેળવ્યો છે. બીજી તરફ પંજાબનો પ્રથમ પરાજય થયો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ

-અર્શદીપ સિંહ અને રાહુલ ચાહરની 1-1 વિકેટ

-રાહુલ ત્રિપાઠીના 48 બોલમાં 10 ફોર, 3 સિક્સર સાથે અણનમ 74 રન

-એડન માર્કરામના 21 બોલમાં 6 ફોર સાથે અણનમ 38 રન

-રાહુલ ત્રિપાઠીએ 35 બોલમાં 7 ફોર, 2 સિક્સર સાથે અડધી સદી પુરી કરી.

-હૈદરાબાદે 8.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-મયંક અગ્રવાલ 21 રન બનાવી ચાહરની ઓવરમાં કેચ આઉટ થયો.

-હૈદરાબાદે પાવરપ્લેમાં 1 વિકેટે 34 રન બનાવ્યા.

-હેરી બ્રુક 13 રન બનાવી અર્શદીપની ઓવરમાં બોલ્ડ થયો. 27 રને પ્રથમ વિકેટ ગુમાવી.

આ પણ વાંચો – અમદાવાદમાં રિંકુ સિંહની આક્રમક બેટિંગ, અંતિમ 5 બોલમાં 5 સિક્સર ફટકારી કેકેઆરને યાદગાર જીત અપાવી

પંજાબ કિંગ્સ

-શિખર ધવનના 66 બોલમાં 12 ફોર, 5 સિક્સર સાથે અણનમ 99 રન

-પંજાબ કિંગ્સે 15.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-સિકંદર રઝા 5, શાહરુખ ખાન 4 રને આઉટ થાય.

-શિખર ધવને 42 બોલમાં 8 ફોર, 1 સિક્સર સાથે 50 રન પુરા કર્યા.

-સેમ કરન 15 બોલમાં 22 રન બનાવી માર્કંડેયનો શિકાર બન્યો.

-પંજાબ કિંગ્સે 7.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-મેથ્યુ શોર્ટ 1, જીતેશ શર્મા 4 રને જાનસેનની ઓવરમાં આઉટ થયા.

-પ્રભસિમરન સિંહ પ્રથમ બોલે જ ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો.

-હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસેન અને મયંક માર્કંડેયે ડેબ્યૂ કર્યું હતું. પંજાબ કિંગ્સ તરફથી મેથ્યુ શોર્ટે ડેબ્યૂ કર્યું હતું.

-સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન માર્કરામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

બન્ને ટીમો આ પ્રકારે છે

પંજાબ કિંગ્સ – શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ , મેથ્યુ શોર્ટ, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, સેમ કરણ, મોહિત રાઠી, નાથન એલિસ, હરપ્રીત બરાર, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ.

સનરાઇઝર્સ હૈદરાબાદ : એડન માર્કરામ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, હેરી બ્રુક, હેનરિક ક્લાસેન, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો જાનસેન, મયંક માર્કંડેય, ઉમરાન મલિક, ટી નટરાજન.

Web Title: Ipl 2023 sunrisers hyderabad vs punjab kings srh vs pbks live score updates

Best of Express