scorecardresearch

આઈપીએલ 2023 : વિરાટ કોહલીની સદી, આરસીબીની જીતથી પ્લેઓફની રેસ રસપ્રદ બની

IPL 2023 SRH vs RCB : હેનરિક ક્લાસેનના 51 બોલમાં 8 ફોર, 6 સિક્સર સાથે 104 રન, વિરાટ કોહલીના 63 બોલમાં 12 ફોર, 4 સિક્સરની મદદથી 100 રન, રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો 8 વિકેટે વિજય

IPL 2023 SRH vs RCB
IPL 2023 SRH vs RCB : આરસીબી વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ મેચ

IPL 2023 SRH vs RCB : વિરાટ કોહલીની સદી (100)અને ફાફ ડુ પ્લેસિસની અડધી સદીની (71)મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 5 વિકેટે 186 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 19.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે બેંગલોરે 14 પોઇન્ટ સાથે પ્લેઓફમાં પહોંચવાની પોતાની દાવેદારી મજબૂત બનાવી છે. આરસીબીની જીતથી પ્લેઓફની રેસ રસપ્રદ બની ગઇ છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર ઇનિંગ્સ

-મેક્સવેલ 5 અને બ્રેસવેલ 4 રને અણનમ રહ્યા.

-પ્લેસિસ 47 બોલમાં 7 ફોર, 2 સિક્સરની મદદથી 71 રન બનાવી નટરાજનની ઓવરમાં આઉટ થયો.

-વિરાટ કોહલી અને પ્લેસિસે 172 રનની ભાગીદારી નોંધાવી.

-વિરાટ કોહલીએ આઈપીએલમાં છઠ્ઠી સદી ફટકારી.

-વિરાટ કોહલીના 63 બોલમાં 12 ફોર, 4 સિક્સરની મદદથી 100 રન. ભુવનેશ્વર કુમારની ઓવરમાં કેચ આઉટ થયો.

-રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 15 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-વિરાટ કોહલીએ 35 બોલમાં 8 ફોર, 1 સિક્સરની મદદથી 50 રન પુરા કર્યા.

-પ્લેસિસિ 34 બોલમાં 5 ફોર, 1 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

-રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 11.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 4.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-વિરાટ કોહલી અને પ્લેસિસ ઓપનિંગમાં ઉતર્યા.

આ પણ વાંચો –  બોલિંગમાં જોવા મળ્યો ભારતીય બોલરોનો દબદબો, સૌથી વધારે વિકેટ ઝડપનાર ટોપ-10માંથી 9 ઇન્ડિયન

સનરાઇઝર્સ હૈદરાબાદ ઇનિંગ્સ

-સનરાઇઝર્સ હૈદરાબાદના 20 ઓવરમાં 5 વિકેટે 186 રન.

-હેરી બ્રુક 19 બોલમાં 2 ફોર, 1 સિક્સર સાથે 27 રને અણનમ રહ્યો.

-ગ્લેન ફિલિપ્સ 5 રન બનાવી સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો.

-ક્લાસેન 51 બોલમાં 104 રન બનાવી હર્ષલ પટેલની ઓવરમાં બોલ્ડ થયો.

-હેનરિક ક્લાસેને 49 બોલમાં 8 ફોર, 6 સિક્સર સાથે સદી ફટકારી.

-એડન માર્કરામ 20 બોલમાં 18 રન બનાવી શાહબાઝ અહમદનો શિકાર બન્યો.

-સનરાઇઝર્સ હૈદરાબાદે 11.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-હેનરિક ક્લાસેને 24 બોલમાં 6 ફોર, 2 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

-સનરાઇઝર્સ હૈદરાબાદે 6.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-રાહુલ ત્રિપાઠી 12 બોલમાં 2 ફોર, 1 સિક્સર સાથે 15 રન બનાવી બ્રેસવેલનો શિકાર બન્યો.

-અભિષેક શર્માના 14 બોલમાં 2 ફોર સાથે 11 રન. બ્રેસવેલની ઓવરમાં આઉટ થયો.

-અભિષેક શર્મા અને રાહુલ ત્રિપાઠી ઓપનિંગમાં ઉતર્યા.

-રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

-આરસીબી માટે આ મેચ પ્લેઓફ માટે ઘણી મહત્વપૂર્ણ છે. હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, મિચેલ બ્રેસવેલ, શાહબાઝ અહમદ, હર્ષલ પટેલ, વેઇન પાર્નેલ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ.

સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, હેરી બ્રુક, ગ્લેન ફિપિપ્સ, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, કાર્તિક ત્યાગી, મયંક ડાંગર, નીતિશ રેડ્ડી.

Web Title: Ipl 2023 sunrisers hyderabad vs royal challengers bangalore srh vs rcb live score

Best of Express