GT vs MI, Ahmedabad Weather and Pitch Report: ઇન્ડિયમ પ્રીમિયર લીગની પાંચમી મેચ ભારે રોમાંચક બનવાની છે. અમદાવાદ સ્થિતિ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે સાંજે 7-30 વાગે ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચ યોજાવાની છે. બેટિંગ પીચ તરીકે ઓળખાતા આ મેદાનમાં હાર્દિક પંડ્યા હરિફ ટીમ તરફથી રમી રહ્યો હોવાથી આ મેચ રોમાંચક બની રહેશે.
ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે જ્યાં મેચ રમાવાની છે એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેદાનની પીચની વાત કરીએ તો આ મેદાન બેટ્સમેન માટે અનુકૂળ હોવાનું માનવામાં આવે છે. પીચ રિપોર્ટ મુજબ આ મેદાનની પીચ ફ્લેટ એટલે કે બોલ ટપ્પો પડી બેટ પર સારી રીતે આવતો હોવાથી અહીં વધુ રન બનવાની સંભાવના છે.
અમદાવાદની પીચ બેટ્સમેન માટે જ છે એવું પણ નથી. અહીં ફાસ્ટ બોલર માટે પણ તક છે. જો સીમ મૂવમેન્ટ અને બાઉન્સ મળે તો વિકેટ લેવામાં પેસરને આ પીચ એટલી જ મદદરુપ છે. સ્પિનર્સ માટે થોડી મુશ્કેલ જરુર છે પરંતુ ટર્ન જો સારા થાય તો સ્પિનર્સ પણ બેટ્સમેનને ચકમો આપવામાં સફળ રહી શકે એમ છે.
આ પણ વાંચો – IPL 2024 લેટેસ્ટ ન્યૂઝ અપડેટ
અમદાવાદ હવામાન આગાહીની વાત કરીએ તો મેચના દિવસે અહીં વાતાવરણ ચોખ્ખુ અને આકશ ખુલ્લું રહેશે. વરસાદની કોઇ સંભાવના નથી. જોકે મોડી સાંજે પવન ફૂંકાઇ શકે છે. એકંદરે હવામાનની વાત કરીએ તો મેચને કોઇ વિક્ષેપ પડે એમ નથી. પરંતુ બપોરની આકરી ગરમીને લીધે સાંજે વિદેશી ખેલાડીઓને થોડી અકળામણ જરુર અનુભવાઇ શકે છે.
અહીં નોધનિય છે કે, અમદાવાદ ખાતેની ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ ભારે રોમાંચક બનશે. અહીંના વાતાવરણ અને પીચથી હરિફ ટીમ કેપ્ટન હાર્દિક પંડ્યા બરોબર વાકેફ છે. અગાઉ તે ગુજરાત ટીમનું નેતૃત્વ કરતો હતો જે આ વખતે મુંબઇ ઇન્ડિયન્સ ટીમ વતી રમે છે અને સુકાની બન્યો છે.





