SRH vs MI Pitch Report, IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ વિ મુંબઇ ઇન્ડિયન વચ્ચે ટક્કર, જાણો પીચ રિપોર્ટ અને હવામાન

Sunrisers Hyderabad vs Mumbai Indians, Pitch Report & Weather Report: સનરાઇઝર્સ હૈદરાબાદ વિ મુંબઇ ઇન્ડિયન વચ્ચે મંગળવારે સાંજે આઈપીએલ 2024 ની 8 મી મેચ રમાશે. હૈદરાબાદની પિચ કોને ફાયદો કરાવે એમ છે? જાણો પિચ રિપોર્ટ અને હવામાન આગાહી

Written by Haresh Suthar
March 27, 2024 12:08 IST
SRH vs MI Pitch Report, IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ વિ મુંબઇ ઇન્ડિયન વચ્ચે ટક્કર, જાણો પીચ રિપોર્ટ અને હવામાન
SRH vs MI Pitch Report, IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે હૈદરાબાદ ખાતે મેચ, જાણો પીચ રિપોર્ટ

SRH vs MI, Hyderabad Weather and Pitch Report: આઈપીએલ 2024 ની આજે 8 મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ વિ મુંબઇ ઇન્ડિયન વચ્ચે રમાશે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનાર આ મેચમાં પિચ અને હવામાનનો કોને ફાયદો મળી શકે છે. પિચ હાર્ડ છે કે સ્લો? હૈદરાબાદનું હવામાન કેવું રહેશે? સહિત તમામ વિગત માટે ખાસ અહેવાલ.

આઈપીએલ 2024 ની વાત કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન બંને ટીમો એક એક મેચ રમ્યા છે અને બંને ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. પોતાની ટીમ માટે જીતનું ખાતું ખોલવા માટે બંને ટીમો આજે અહીં મહેનત કરશે. સનરાઇઝર્સ હૈદરાબાદ ને કોલકાતા નાઈટ રાઇડર્સે હરાવ્યું હતું અને ગુજરાત ટાઇટન્સે મુંબઇ ઇન્ડિયનને હરાવ્યું હતું.

હૈદરાબાદ પિચ રિપોર્ટ

હૈદરાબાદ સ્થિત રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ ફ્લેટ વિકેટ્સ માટે જાણીતું છે. પિચ ફ્લેટ રહેતી હોવાથી બેટ્સમેનો માટે વધુ અનુકૂળ રહે છે અને રન આસાનીથી બને છે. પિચ ફ્લેટ રહેતી હોવાથી પેસર ને ખાસ મદદ મળતી નથી પરંતુ સ્પિનર્સ ને ફાયદો મળી શકે છે. સ્પિનર્સ બોલને ટર્ન કરાવી શકે તો વિકેટ મળી શકે છે.

આ પણ વાંચો : IPL Points Table 2024 જાણો એક ક્લિકમાં

ટોસ જીતી ફિલ્ડીંગ ફાયદેમંદ

રાજીવ ગાંધી સ્ટેડિયમની વાત કરીએ તો અહીં બીજી ઇનિંગમાં બેટિંગ કરનાર માટે થોડો ફાયદો થઇ શકે છે. ટોસ જીતી પહેલા ફિલ્ડીંગ લેનાર ટીમને ફાયદો થયો છે. આ મેદાન પર આઈપીએલની અત્યાર સુધી 71 મેચ રમાઇ છે. જેમાં પહેલા બેટીંગ લેનાર ટીમ 31 વખત જીતી છે જ્યારે રન ચેઝ કરનાર ટીમો 40 વખત મેચ જીતી છે. આઇપીએલ મેચ સંબંધિત લેટેસ્ટ અપડેટ જાણો

હૈદરાબાદ હવામાન આગાહી

સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન વચ્ચે જ્યાં મેચ રમાવાની છે એ હૈદરાબાદના સંભવિત હવામાનની વાત કરીએ તો મંગળવારે અહીં ગરમીનો માહોલ છે. અહીંનું હવામાન ખૂબ ગરમ અને ભેજવાળું રહેવાની આગાહી છે. વરસાદ પડવાની શક્યતા નહિવત છે. ગરમી અને ભેજને લીધે મેદાનમાં ઝાકળ રહેવાની શક્યતા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ