IPL 2023 Auction: આઇપીએલ-2023ની હરાજીના 10 સૌથી મોંઘા ખેલાડીઓ, ત્રણ ભારતીય ક્રિકેટર્સ સામેલ

IPL 2023 Auction : સેમ કરન આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પંજાબ કિંગ્સે સેમ કરનને 18.50 કરોડમાં ખરીદ્યો

Written by Ashish Goyal
December 23, 2022 20:30 IST
IPL 2023 Auction: આઇપીએલ-2023ની હરાજીના 10 સૌથી મોંઘા ખેલાડીઓ, ત્રણ ભારતીય ક્રિકેટર્સ સામેલ
IPL 2023 Auction: આઇપીએલ-2023ની હરાજીના 10 સૌથી મોંઘા ખેલાડીઓ

IPL 2023 Auction : IPL 2023ની મિની હરાજીમાં ઇંગ્લેન્ડના સેમ કરન (Sam Curran)અને ઓસ્ટ્રેલિયાના કેમરૂન ગ્રીન(Cameron Green)નો જલવો રહ્યો છે. સેમ કરન આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પંજાબ કિંગ્સે સેમ કરનને 18.50 કરોડમાં ખરીદ્યો છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સે ઓસ્ટ્રેલિયાના કેમરૂન ગ્રીન પર મોટો દાવ ખેલતા 17.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કેમરૂન ગ્રીન આઈપીએલના ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. આ હરાજીમાં ટોપ-10 મોંઘા ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ.

10 સોથી મોંઘા પ્લેયર્સમાં ભારતના 3 ક્રિકેટરોના સમાવેસ થાય છે. મયંક અગ્રવાલને 8.25 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો છે. આ સિવાય શિવમ માવી અને મુકેશ કુમારનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – સેમ કરનને 18.50 કરોડ અને કેમરૂન ગ્રીનને 17.5 કરોડ શા માટે આપ્યા? જાણો કેવો છે રેકોર્ડ

આ આઈપીએલ સિઝનના 10 સોથી મોંઘા પ્લેયર્સ

ક્રમખેલાડીટીમકિંમત
1સેમ કરનપંજાબ કિંગ્સ18.50 કરોડ રૂપિયા
2કેમરૂન ગ્રીનમુંબઈ ઇન્ડિયન્સ17.50 કરોડ રૂપિયા
3બેન સ્ટોક્સચેન્નાઇ સુપરકિંગ્સ16.25 કરોડ રૂપિયા
4નિકોલસ પૂરનલખનઉ સુપરજાયન્ટ્સ16 કરોડ રૂપિયા
5હેરી બ્રુકસનરાઇઝર્સ હૈદરાબાદ13.25 કરોડ રૂપિયા
6મયંક અગ્રવાલસનરાઇઝર્સ હૈદરાબાદ8.25 કરોડ રૂપિયા
7શિવમ માવીગુજરાત ટાઇટન્સ6 કરોડ રૂપિયા
8જેસન હોલ્ડરરાજસ્થાન રોયલ્સ5.75 કરોડ રૂપિયા
9મુકેશ કુમારદિલ્હી કેપિટલ્સ5.50 કરોડ રૂપિયા
10હેનરિચ ક્લાસેનસનરાઇઝર્સ હૈદરાબાદ5.25 કરોડ રૂપિયા

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ