IPL 2023 Records: T20 ફોર્મેટને હિટિંગનો ખેલ માનવામાં આવે છે. અહીં જે વધુ ચોગ્ગા છગ્ગા ફટકારી શકે એને સ્ટાર માનવામાં આવે છે. આઇપીએલમાં સિક્સર કિંગનો દબદબો રહે છે. ક્રિસ ગેલ થી લઇને રિંકુ સિંહ સુધીના ખેલાડીઓ પોતાનો સિક્સર પાવર બતાવી ચૂક્યા છે અને ફેન્સ એમના દિવાના પણ છે. આવા સ્ટાર ખેલાડીઓ દ્વારા બનાવવામાં આવેલા સિક્સના રેકોર્ડ પણ ચકિત કરનારા છે. દુનિયાની સૌથી મોટી ટી-20 લીગ ટુર્નામેન્ટ આઇપીએલમાં છગ્ગા ના રેકોર્ડ પણ એટલા જ મોટા છે.
સિક્સરના છ મોટા રેકોર્ડ
આઇપીએલમાં સૌથી વધુ છગ્ગા
આઇપીએલ ના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ સિક્સર લગાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. વેસ્ટ ઇન્ડિઝ ના આ ખેલાડીએ આઇપીએલ ટુર્નામેન્ટમાં 142 મેચ રમી છે જેમાં 357 છગ્ગા ફટકાર્યા છે.
IPL એક ઇનિંગમાં વધુ છગ્ગા
આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ પણ ક્રિસ ગેલના નામે છે. વર્ષ 2013 માં ક્રિસ ગેલે 175 રન બનાવી ઇતિહાસ બનાવ્યો છે. સૌથી લાંબી ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો. ક્રિસ ગેલે આ મેચમાં 17 છગ્ગા ફટકાર્યા હતા.
એક ઓવરમાં છગ્ગાનો રેકોર્ડ
આઇપીએલમાં અત્યાર સુધી કોઇ બેટ્સમેને એક ઓવરમાં છ છગ્ગા લગાવ્યા નથી. જોકે એક ઓવરમાં પાંચ છગ્ગા લગાવવાનો રેકોર્ડ ચાર બેટ્સમેનના નામે છે. ક્રિસ ગેલ, રવિન્દ્ર જાડેજા, રાહુલ તેવટિયા બાદ રવિવારની મેચમાં ગુજરાત ટાઇટન્સ વિરૂદ્ધ કેકેઆરના રિંકુ સિંહે પાંચ છગ્ગા ફટકારી આ રેકોર્ડમાં પોતાનું નામ પણ નોંધાવી દીધું.
આ પણ વાંચો – આ વખતે આ બોલર છે પર્પલ કેપની રેસમા, જાણો 2008થી 2022 સુધીમાં કોણે-કોણે જીતી છે આ કેપ
સૌથી લાંબી સિક્સ
આઇપીએલમાં સૌથી લાંબો છગ્ગો ફટકારવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના એલ્બી માર્કેલના નામે છે. વર્ષ 2008 માં ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમતાં તેણે 125 મીટરનો સૌથી લાંબો છગ્ગો ફટકાર્યો હતો.
ટીમની સૌથી વધુ સિક્સ
આઇપીએલ ટુર્નામેન્ટમાં ટીમ તરફથી સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ મુંબઇ ઇન્ડિયન્સના નામે છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સે અત્યાર સુધી 233 મેચમાં કુલ 1419 છગ્ગા ફટકાર્યા છે.
એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા
આઇપીએલની એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ ક્રિસ ગેલના નામે છે. વર્ષ 2012 માં આરસીબી તરફથી રમતાં ક્રિસ ગેલે એક સિઝનમાં કુલ 59 છગ્ગા ફટકાર્યા હતા.