IPL Purple Cap Winners Full List : આઈપીએલ-2023ની શરૂઆત થયાને એક અઠવાડિયું થઇ ગયું છે. મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સિવાય બધી ટીમો 2-2 મેચો રમી ચુકી છે. આ દરમિયાન પર્પલ કેપની વાત કરવામાં આવે તો લખનૌ સુપર જાયન્ટ્સનો માર્ક વુડ સૌથી મોખરે છે. વુડે 2 મેચમાં 8 વિકેટ ઝડપી છે. આ પછી વરુણ ચક્રવર્તી (કેકેઆર), રાશિદ ખાન (ગુજરાત ટાઇટન્સ), રવિ બિશ્નોઇ (લખનૌ સુપર જાયન્ટ્સ), નાથન એલિસ (પંજાબ કિંગ્સ), યુજવેન્દ્ર ચહલ (રાજસ્થાન રોયલ્સ), મોહમ્મદ શમી (ગુજરાત ટાઇટન્સ)અને અર્શદીપ સિંહ (પંજાબ કિંગ્સ)5-5 વિકેટ સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. સૌથી વધારે વિકેટ ઝડપનારને પર્પલ કેપ આપવામાં આવે છે.
વર્ષ 2022 – યુજવેન્દ્ર ચહલ (રાજસ્થાન રોયલ્સ)
આઈપીએલ 2022માં રાજસ્થાન રોયલ્સના યુજવેન્દ્ર ચહલે પર્પલ કેપ પોતાના નામે કરી હતી. ચહલે 17 મેચમાં 19.92ની એવરેજથી 27 વિકેટ ઝડપી હતી. 16 મેચમાં 26 વિકેટ સાથે વાહિન્દુ હસરંગા બીજા સ્થાને રહ્યો હતો.
વર્ષ 2021 – હર્ષલ પટેલ (રોયલ ચેલેન્જર્સ બેંગલોર)
આઈપીએલ 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના હર્ષલ પટેલે પર્પલ કેપ જીતી હતી. હર્ષલ પટેલે 15 મેચમાં 14.34ની એવરેજથી 32 વિકેટો ઝડપી હતી. આવેશ ખાન 16 મેચમાં 24 વિકેટ સાથે બીજા નંબરે રહ્યો હતો.
વર્ષ 2020 – કાગિસો રબાડા (દિલ્હી કેપિટલ્સ)
આઈપીએલ 2020માં દિલ્હી કેપિટલ્સના કાગિસો રબાડાએ પર્પલ કેપ જીતી હતી. રબાડાએ 17 મેચમાં 18.26ની એવરેજથી 30 વિકેટો ઝડપી હતી. જસપ્રીત બુમરાહ 15 મેચમા 27 વિકેટ સાથે બીજા નંબરે રહ્યો હતો.
વર્ષ 2019 – ઇમરાન તાહિર (ચેન્નઇ સુપર કિંગ્સ)
આઈપીએલ 2019માં ચેન્નઇ સુપર કિંગ્સના સ્પિનર ઇમરાન તાહિરે પર્પલ કેપ જીતી હતી. તાહિરે 17 મેચમાં 16.57ની એવરેજથી 26 વિકેટો ઝડપી હતી. કાગિસો રબાડા 12 મેચમા 25 વિકેટ સાથે બીજા નંબરે રહ્યો હતો.
વર્ષ 2018 – આન્દ્રે ટાય (કિંગ્સ ઇલેવન પંજાબ)
આઈપીએલ 2018માં કિંગ્સ ઇલેવન પંજાબના આન્દ્રે ટાયે પર્પલ કેપ જીતી હતી. ટાયે 14 મેચમાં 18.66ની એવરેજથી 24 વિકેટો ઝડપી હતી. રાશિદ ખાન 17 મેચમા 21 વિકેટ સાથે બીજા નંબરે રહ્યો હતો.
આ પણ વાંચો – ઈમ્પેક્ટ પ્લેયર નિયમ: આઈપીએલ 2023માં અત્યાર સુધી ટીમોએ કેવી રીતે કર્યો ઉપયોગ?
વર્ષ 2017 – ભુવનેશ્વર કુમાર (સનરાઇઝર્સ હૈદરાબાદ)
આઈપીએલ 2017માં સનરાઇઝર્સ હૈદરાબાદના ભુવનેશ્વર કુમારે પર્પલ કેપ જીતી હતી. ભુવનેશ્વર કુમારે 14 મેચમાં 14.19ની એવરેજથી 26 વિકેટો ઝડપી હતી. જયદેવ ઉનડકટ 12 મેચમા 24 વિકેટ સાથે બીજા નંબરે રહ્યો હતો.
વર્ષ 2016 – ભુવનેશ્વર કુમાર (સનરાઇઝર્સ હૈદરાબાદ)
આઈપીએલ 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદના ભુવનેશ્વર કુમારે પર્પલ કેપ જીતી હતી. ભુવનેશ્વર કુમારે 17 મેચમાં 21.30ની એવરેજથી 23 વિકેટો ઝડપી હતી. ચહલ 13 મેચમા 21 વિકેટ સાથે બીજા નંબરે રહ્યો હતો.
વર્ષ 2015 – ડ્વેન બ્રાવો (ચેન્નઇ સુપર કિંગ્સ)
આઈપીએલ 2016માં ચેન્નઇ સુપર કિંગ્સના ડ્વેન બ્રાવોએ પર્પલ કેપ જીતી હતી. ડ્વેન બ્રાવોએ 17 મેચમાં 16.38ની એવરેજથી 26 વિકેટો ઝડપી હતી. લસિથ મલિંગા 15 મેચમા 24 વિકેટ સાથે બીજા નંબરે રહ્યો હતો.
વર્ષ 2014 – મોહિત શર્મા (ચેન્નઇ સુપર કિંગ્સ)
આઈપીએલ 2014માં સનરાઇઝર્સ ચેન્નઇ સુપર કિંગ્સના મોહિત શર્માએ પર્પલ કેપ જીતી હતી. મોહિત શર્માએ 16 મેચમાં 19.65ની એવરેજથી 23 વિકેટો ઝડપી હતી. સુનીલ નારાયણ 16 મેચમા 21 વિકેટ સાથે બીજા નંબરે રહ્યો હતો.
વર્ષ 2013 – ડ્વેન બ્રાવો (ચેન્નઇ સુપર કિંગ્સ)
આઈપીએલ 2013માં ચેન્નઇ સુપર કિંગ્સના ડ્વેન બ્રાવોએ પર્પલ કેપ જીતી હતી. ડ્વેન બ્રાવોએ 18 મેચમાં 15.53ની એવરેજથી 32 વિકેટો ઝડપી હતી. જેમ્સ ફોકનર 16 મેચમા 28 વિકેટ સાથે બીજા નંબરે રહ્યો હતો.
વર્ષ 2012 – મોર્ની મોર્કેલ (દિલ્હી ડેરડેવિલ્સ)
આઈપીએલ 2012માં દિલ્હી ડેરડેવિલ્સના મોર્ની મોર્કેલે પર્પલ કેપ જીતી હતી. મોર્ની મોર્કેલે 16 મેચમાં 18.12ની એવરેજથી 25 વિકેટો ઝડપી હતી. સુનીલ નારાયણ 15 મેચમા 24 વિકેટ સાથે બીજા નંબરે રહ્યો હતો.
વર્ષ 2011 – લસિથ મલિંગા (મુંબઈ ઇન્ડિયન્સ)
આઈપીએલ 2011માં મુંબઈ ઇન્ડિયન્સના લસિથ મલિંગાએ પર્પલ કેપ જીતી હતી. મલિંગાએ 16 મેચમાં 13.39ની એવરેજથી 28 વિકેટો ઝડપી હતી. મુનાફ પટેલ 15 મેચમા 22 વિકેટ સાથે બીજા નંબરે રહ્યો હતો.
વર્ષ 2010 – પ્રજ્ઞાન ઓઝા (ડેક્કન ચાર્જસ)
આઈપીએલ 2010માં ડેક્કન ચાર્જસના પ્રજ્ઞાન ઓઝાએ પર્પલ કેપ જીતી હતી. ઓઝાએ 16 મેચમાં 20.42ની એવરેજથી 21 વિકેટો ઝડપી હતી. અનિલ કુંબલે 16 મેચમા 17 વિકેટ સાથે બીજા નંબરે રહ્યો હતો.
વર્ષ 2009- આરપી સિંહ (ડેક્કન ચાર્જસ)
આઈપીએલ 2009માં ડેકક્ન ચાર્જસના આરુપી સિંહે પર્પલ કેપ જીતી હતી. આરપી સિંહે 16 મેચમાં 18.13ની એવરેજથી 23 વિકેટો ઝડપી હતી. અનિલ કુંબલે 16 મેચમા 21 વિકેટ સાથે બીજા નંબરે રહ્યો હતો.
વર્ષ 2008 – સોહીલ તન્વીર (રાજસ્થાન રોયલ્સ)
આઈપીએલ 2008માં રાજસ્થાન રોયલ્સના સોહિલ તન્વીરે પર્પલ કેપ જીતી હતી. તન્વીરે 11 મેચમાં 12.09ની એવરેજથી 22 વિકેટો ઝડપી હતી. શેન વોર્ન 15 મેચમા 19 વિકેટ સાથે બીજા નંબરે રહ્યો હતો.