IPL Schedule 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023નો કાર્યક્રમ બીસીસીઆઈએ જાહેર કર્યો છે. 31 માર્ચથી ટૂર્નામેન્ટની શરૂઆત થશે. કુલ 70 લીગ મેચ રમાશે. પ્રથમ મેચ ગત વર્ષની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT)અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)વચ્ચે રમાશે. આઈપીએલ 2023ની ઓપનિંગ મેચ અમદાવાદમાં રમાશે. 21 મે સુધી ગ્રુપ સ્ટેજની મેચો રમાશે. 52 દિવસ સુધી ચાલનાર આ સિઝનનો ફાઇનલ મુકાબલો 28 મે ના રોજ રમાશે.
ટૂર્નામેન્ટની પ્રથમ ડબલ હેડર 1 એપ્રિલ રમાશે. 2 એપ્રિલ પણ ડબલ હેડર રમાશે. એટલે કે પ્રથમ ત્રણ દિવસમાં જ બધી ટીમો 1-1 મેચ રમશે. આઈપીએલ-16માં કુલ 18 ડબલ હેડર મેચ રમાશે. ડબલ હેડર એટલે એક દિવસમાં બે મેચ રમાશે. બપોરની મેચ 3.30 કલાકે શરૂ થશે અને સાંજની મેચ 7.30 કલાકે શરૂ થશે.
આઈપીએલ-2023ની શરૂઆતની 5 મેચ
31 માર્ચ – ચેન્નાઇ સુપર કિંગ્સ વિ. ગુજરાત ટાઇટન્સ
1 એપ્રિલ – પંજાબ કિંગ્સ વિ. કોલકાતા નાઇટ રાઇડર્સ
1 એપ્રિલ – લખનઉ સુપર જાયન્ટ્સ વિ. દિલ્હી કેપિટલ્સ
2 એપ્રિલ – સનરાઇઝર્સ હૈદરાબાદ વિ. રાજસ્થાન રોયલ્સ
2 એપ્રિલ – રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ. મુંબઈ ઇન્ડિયન્સ
આ પણ વાંચો – મહિલા પ્રીમિયર લીગની હરાજી, સ્મૃતિ મંધાના સૌથી મોંઘી પ્લેયર બની, આરસીબીએ 3.40 કરોડ રૂપિયામાં ખરીદી
બધી ટીમો ગ્રુપ સ્ટેજમાં 14-14 મેચો રમશે
બધી 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-એ માં મુંબઈ ઇન્ડિયન્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ છે. ગ્રુપ-બી માં ચેન્નાઇ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ છે. એક ટીમ ગ્રુપ સ્ટેજમાં 14-14 મુકાબલા રમશે. દરેક ટીમ 7 મેચ પોતાના ઘરઆંગણે અને 7 મેચ વિપક્ષી ટીમના ઘરઆંગણે રમશે. ત્રણ સિઝન પછી ટૂર્નામેન્ટનું આયોજન હોમ અને અને ફોર્મેટમાં કરવામાં આવ્યું છે.

12 સ્થળો પર રમાશે મેચો
આઈપીએલ 2023ના મુકાબલા કુલ 12 સ્થળો પર રમાશે. જેમાં અમદાવાદ, મોહાલી, લખનઉ, હૈદરાબાદ, બેગ્લોર, ચેન્નાઇ, દિલ્હી, કોલકાતા, જયપુર, મુંબઈ, ગુવાહાટી અને ધર્મશાળા સામેલ છે.
ત્રણ સિઝન પછી ટૂર્નામેન્ટનું આયોજન હોમ અને અને ફોર્મેટમાં કરવામાં આવ્યું છે. એટલે કે ટીમ એક મેચ ઘરેલું મેદાનમાં અને બીજી મેચ બીજી ટીમના ઘરેલું મેદાનમાં રમશે. કોરોનાના કારણે આઈપીએલ 2020 ભારત બહાર યોજાઇ હતી. જ્યારે આઈપીએલ 2021ની કેટલીક મેચો ભારતમાં રમાઇ હતી આ પછી કોરોનાના કેસ સામે આવતા યૂએઈ શિફ્ટ કરાઇ હતી. આઈપીએલ 2022માં ભારતમાં યોજાઇ હતી પણ બધી મેચો મુંબઈમાં રમાઇ હતી.