CSK VS MI IPL 2025: ચેન્નઈ સુપર કિંગ્સનો 4 વિકેટે ભવ્ય વિજય, મુંબઈને 4 વિકેટે હરાવ્યું

CSK VS MI IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની ત્રીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે CSKના હોમ ગ્રાઉન્ડ ચેપોક ખાતે રમાશે. એક મેચના પ્રતિબંધને કારણે હાર્દિક પંડ્યા આ મેચમાં રમશે નહીં અને તેના સ્થાને સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરશે.

Written by Rakesh Parmar
Updated : March 23, 2025 23:16 IST
CSK VS MI IPL 2025: ચેન્નઈ સુપર કિંગ્સનો 4 વિકેટે ભવ્ય વિજય, મુંબઈને 4 વિકેટે હરાવ્યું
CSK vs MI, IPL 2025

Chennai super kings vs mumbai indians Match, IPL 2025, CSK vs MI: IPL 2025 ની ત્રીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના અફઘાન સ્પિનર ​​નૂર અહેમદે શાનદાર બોલિંગ કરી અને 18 રન આપીને 4 વિકેટ લીધી, જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 155 રન જ બનાવી શકી.

CSK માટે નૂર અહેમદ સિવાય, ખલીલ અહેમદે 29 રન આપીને 3 વિકેટ લીધી, જ્યારે નાથન એલિસ અને રવિચંદ્રન અશ્વિને 1-1 વિકેટ લીધી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તિલક વર્માએ સૌથી વધુ 31 રન બનાવ્યા જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 29 રનનું યોગદાન આપ્યું. અંતે દીપક ચાહરે 15 બોલમાં અણનમ 28 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી.

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈએ મુંબઈને 4 વિકેટે હરાવ્યું છે. 156 રનના ટાર્ગેટનો પીછો કરતા ચેન્નઈએ 6 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ હાંસલ કર્યો. ચેન્નાઈ તરફથી રચિને 65 અને કેપ્ટન રુતુરાજે 53 રન બનાવ્યા. મુંબઈ તરફથી વિગ્નેશ પુથુરે 3 વિકેટ લીધી.

Live Updates

CSK VS MI IPL 2025 Live Update: ચેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરૂઆત

રચિન રવિન્દ્રની શાનદાર 65 રનની ઈનિંગ સાથે ચેન્નઇ સુપર કિંગ્સનો વિજય. CSK એ મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું.

CSK VS MI IPL 2025 Live Update: રચિન રવિન્દ્રની અડધી સદી

ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનિંગ બેટ્સમેન રચિન રવિન્દ્રએ 42 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. CSK નો લાઈવ સ્કોર 143/5

CSK VS MI IPL 2025 Live Update: CSK ની ઇનિંગ્સ ડામાડોળ

સ્ટાર ઓલરાઉન્ડર સેમ કુરિયન આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહીં અને 9 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો. વિલ જેક્સ દ્વારા તેનો શિકાર કરવામાં આવ્યો હતો.

CSK VS MI IPL 2025 Live Update: ચેન્નઈને ચોથો ઝટકો

વિગ્નેશ પુથુરે ચેન્નાઈને ચોથો ઝટકો આપ્યો. તેણે દીપક હડ્ડાને સત્યનારાયણા રાજુના હાથે કેચ કરાવ્યો. તે ફક્ત ત્રણ રન જ બનાવી શક્યો. હવે સેમ કુરિયન બેટિંગ કરવા ઉતર્યો છે. રચિન રવિન્દ્ર તેને સાથ આપવા માટે ક્રીઝ પર છે. હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સનો લાઇવ સ્કોર 108/4

CSK VS MI IPL 2025 Live Update: ચેન્નઈને ત્રીજો ઝટકો

વિગ્નેશ પુથુરે ચેન્નાઈને ત્રીજો ઝટકો આપ્યો. તેણે શિવમ દુબેને તિલક વર્માના હાથે કેચ કરાવ્યો. તે ફક્ત નવ રન જ બનાવી શક્યો. દીપક હુડ્ડા પાંચમા નંબરે બેટિંગ કરવા ઉતર્યો છે. રચિન રવિન્દ્ર તેને સાથ આપવા માટે ક્રીઝ પર છે.

CSK VS MI IPL 2025 Live Update: ચેન્નઈ સુપર કિંગ્સને બીજો ઝટકો

મુંબઈ ઈન્ડિયન્સને આઠમી ઓવરમાં બીજી સફળતા મળી છે. ઋતુરાજ ગાયકવાડ 53 રન બનાવીને આઉટ થયો.

CSK VS MI IPL 2025 Live Update: ઋતુરાજ ગાયકવાડની અડધી સદી

ઋતુરાજ ગાયકવાડે 22 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી છે. તેણે આ દરમિયાન 3 સિક્સર અને 6 ફોર ફટકારી. હાલમાં ચેન્નઇ સુપર કિંગ્સનો લાઈવ સ્કોર 78/1

CSK VS MI IPL 2025 Live Update: 5 ઓવર બાદ ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર

પાંચ ઓવર બાદ ચેન્નઈ સુપર કિંગ્સનો લાઈવ સ્કોર 48/1 છે. હાલમાં ક્રિઝ પર રચિન રવિન્દ્ર 16 રન પર રમી રહ્યો છે અને ઋતુરાજ ગાયકવાડ 28 રન પર રમી રહ્યો છે.

CSK VS MI IPL 2025 Live Update: મુંબઇને મળી પ્રથમ સફળતા

ચેન્નઇ સુપર કિંગ્સને રાહુલ ત્રિપાઠીના સ્વરૂપમાં પ્રથમ ઝટકો મળ્યો છે. દીપક ચાહરે પોતાની પ્રથમ ઓવરના ચોથા બોલ પર તેની વિકેટ લીધી. હાલમાં CSK નો લાઇવ સ્કોર 11/1

CSK VS MI IPL 2025 Live Update: ચેન્નઇના બોલરોની સ્પિનમાં ફસાયું MI

મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 156 રનનો ટાર્ગેટ આપ્યો છે. IPL 2025 ની ત્રીજી મેચ રવિવારે મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ મુંબઈએ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા. જ્યારે CSK તરફથી નૂર અહેમદે ચાર અને ખલીલ અહેમદે ત્રણ વિકેટ લીધી. તેમના સિવાય નાથન એલિસ અને રવિચંદ્રન અશ્વિનને એક-એક સફળતા મળી.

CSK VS MI IPL 2025 Live Update: CSK ને જીતવા માટે 156 રનનો ટાર્ગેટ

મુંબઈએ ચેન્નઈને 156 રનનો ટાર્ગેટ આપ્યો, નૂર એહમદે ચાર અને ખલીલે ત્રણ વિકેટ લીધી. મુંબઈ તરફથી દીપક ચાહરે વિસ્ફોટક ઇનિંગ રમી હતી, તેણે 15 બોલમાં 28 રન બનાવ્યા.

CSK VS MI IPL 2025 Live Update: 16 ઓવર પછી મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર

16 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટના નુકસાને 118 રન બનાવી લીધા હતા. નાનમન ધીર 11 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યો છે અને સેન્ટનર 5 રન બનાવી રમી રહ્યો છે.

CSK VS MI IPL 2025 Live Update: નૂર અહેમદે એક જ ઓવરમાં બે વિકેટ લીધી

નૂર અહેમદે પોતાના સ્પેલની ત્રીજી ઓવરમાં રોબિન મિંજ અને તિલક વર્મા બંનેને આઉટ કરીને મુંબઈ ઈન્ડિયન્સને સંપૂર્ણપણે બેકફૂટ પર મૂકી દીધું. 13 ઓવર પછી મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 96/6 છે.

CSK VS MI IPL 2025 Live Update: વિકેટની પાછળ માહીનો જાદુ જોવા મળ્યો

મુંબઈ ઈન્ડિયન્સને સૂર્યકુમાર યાદવના સ્વરૂપમાં ચોથો ઝટકો મળ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ સૂર્યાને સ્ટમ્પ આઉટ કરીને MIને ચોથો ઝટકો આપ્યો છે. સૂર્યકુમાર યાદવ 26 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો છે. મુંબઈનો લાઇવ સ્કોર 88/4

CSK VS MI IPL 2025 Live Update: 9 ઓવર પછી મુંબઈ ઈન્ડિયન્સ

9 ઓવર પછી મુંબઈ ઈન્ડિયન્સે 3 વિકેટના નુકસાન પર 76 રન બનાવી લીધા છે. સૂર્યકુમાર યાદવ 23 બોલમાં 27 રન બનાવીને કમી રહ્યો છે જ્યારે તિલક વર્મા 15બોલમાં 24 રન પર રમી રહ્યો છે.

CSK VS MI IPL 2025 Live Update: 6 ઓવર પછી મુંબઈ ઈન્ડિયન્સ

6 ઓવર પછી મુંબઈ ઈન્ડિયન્સે 3 વિકેટના નુકસાન પર 52 રન બનાવી લીધા છે. સૂર્યકુમાર યાદવ 14 બોલમાં 19 રન બનાવીને કમી રહ્યો છે જ્યારે તિલક વર્મા 5 બોલમાં 8 રન પર રમી રહ્યો છે.

CSK VS MI IPL 2025 Live Update: મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજો ઝટકો

ચેન્નઇ સુપર કિંગ્સના બોલરો ચેપોક સ્ટેડિયમમાં તરખાટ મચાવી રહ્યા છે. આર અશ્વિને વિલ જેક્સને આઉટ કર્યો છે. હાલમાં મુંબઇની ટીમ દબાણમાં આવી ગઈ છે. લાઇવ સ્ટોર 44/3

CSK VS MI IPL 2025 Live Update: ઝટકા સાથે મુંબઈની શરૂઆત

મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી છે. ઓપનર રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો. તેને પહેલી જ ઓવરમાં ખલીલ અહેમદે આઉટ કર્યો. વિલ જેક્સ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો છે અને તેનો સાથ આપવા માટે ક્રીઝ પર રાયન રિકેલ્ટન હોય છે.

CSK VS MI IPL 2025 Live Update: રોહિત શર્મા આઉટ

મુંબઈને પહેલો ઝટકો, રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો, ખલીલ અહેમદને સફળતા મળી.

CSK VS MI IPL 2025 Live Update: ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીત્યો

ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીત્યો, મુંબઈ ઈન્ડિયન્સ પહેલા બેટિંગ કરશે. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં રમાઈ રહી છે.

CSK VS MI IPL 2025 Live Update: ચેન્નાઈમાં મુંબઈ વિરુદ્ધ સીએસકે રેકોર્ડ

ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અત્યાર સુધીમાં 8 મેચ રમાઈ છે. મુંબઈએ ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ પર 5 મેચ જીતી છે. જ્યારે ચેન્નાઈ ફક્ત 3 મેચ જીતી શક્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધીમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કુલ 71 મેચ રમી છે અને ટીમે 51 મેચ જીતી છે.

CSK ની સંભવિત પ્લેઇંગ ઈલેવન

ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, શિવમ દુબે, સેમ કુરિયન, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, ખલીલ અહેમદ, મથિશા પથિરાના, નૂર અહેમદ, અંશુલ કંબોજ.

મુંબઈની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, રયાન રિકેલ્ટન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નમન ધીર, રોબિન મિંજ (વિકેટકીપર), મિશેલ સેન્ટનર, કોર્બિન બોશ, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, સત્યનારાયણ રાજુ/અર્જુન તેંડુલકર, વિગ્નેશ પુથુર.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ