IPL 2025, DC vs MI: દિલ્હીને ઘરઆંગણે સિઝનની પહેલી હારનો સામનો કરવો પડ્યો, મુંબઈ 12 રનથી જીત્યું

Delhi Capitals vs Mumbai Indians, IPL 2025, DC vs MI: દિલ્હી કેપિટલ્સ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની 29મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે

Delhi Capitals vs Mumbai Indians, IPL 2025, DC vs MI: દિલ્હી કેપિટલ્સ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની 29મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Delhi Capitals vs Mumbai Indians, IPL 2025, DC vs MI

દિલ્હીએ ટોસ જીત્યો, મુંબઈ પહેલા બેટિંગ કરશે.

Delhi Capitals vs Mumbai Indians, IPL 2025, DC vs MI: દિલ્હી કેપિટલ્સ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની 29મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. આ મેચમાં દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ બેટિંગ કરશે.

Advertisment

મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં મુંબઈની ટીમે દિલ્હીને 12 રને હરાવ્યું. દિલ્હી ટીમ તરફથી કરુણ નાયરે સૌથી વધુ રન એટલે કે 40 બોલમાં 89 રન બનાવ્યા. મુંબઈ ટીમ તરફથી કર્ણ શર્માએ 3 અને મિશેલ સેન્ટનરે 2 વિકેટ લીધી.

અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સ શાનદાર ફોર્મમાં છે અને તેમની પહેલી ચાર મેચ જીત્યા બાદ, ટીમનો આત્મવિશ્વાસ આસમાને પહોંચી ગયો છે. દિલ્હીના 8 પોઈન્ટ છે અને આ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે મુંબઈ અત્યાર સુધી 5 માંથી ફક્ત એક જ મેચ જીતી છે અને આ ટીમના ફક્ત 2 પોઈન્ટ છે અને આ ટીમ હાલમાં 9મા સ્થાને છે.

મુંબઈએ દિલ્હીને 206 રનનો ટાર્ગેટ આપ્યો

મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાઈ રહેલી મેચમાં મુંબઈની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા છે અને દિલ્હીની ટીમને 206 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈ તરફથી સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં તિલક વર્માએ 59 રન, રાયન રિકોલ્ટનએ 41 રન, સૂર્યકુમાર યાદવે 40 રન અને નમન ધીરે 40 રનનો સમાવેશ થાય છે. દિલ્હી તરફથી કુલદીપ યાદવ અને વિપ્રજ નિગમે 2-2 વિકેટ લીધી.

Advertisment
  • Apr 13, 2025 23:28 IST

    દિલ્હીને ઘરઆંગણે સિઝનની પહેલી હાર મળી

    મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં મુંબઈની ટીમે દિલ્હીને 12 રને હરાવ્યું. દિલ્હી ટીમ તરફથી કરુણ નાયરે સૌથી વધુ રન એટલે કે 40 બોલમાં 89 રન બનાવ્યા. મુંબઈ ટીમ તરફથી કર્ણ શર્માએ 3 અને મિશેલ સેન્ટનરે 2 વિકેટ લીધી.



  • Apr 13, 2025 22:51 IST

    DC vs MI Live Score: દિલ્હીની ટીમને પાંચમો ઝટકો

    દિલ્હીની ટીમને ટ્રિસ્ટન સ્ટબ્સના રૂપમાં પાંચમો ઝટકો મળ્યો છે. તે 1 રન બનાવીને કર્ણ શર્માનો શિકાર બન્યો.



  • Apr 13, 2025 22:48 IST

    DC vs MI Live Score: અક્ષર પટેલ આઉટ થયો

    દિલ્હીની ટીમને અક્ષર પટેલના રૂપમાં ચોથો ફટકો પડ્યો છે. 9 રનના સ્કોર પર જસપ્રીત બુમરાહએ તેને પેવેલિયન મોકલ્યો.



  • Apr 13, 2025 22:47 IST

    DC vs MI Live Score: કરુણ નાયર આઉટ

    દિલ્હીની ટીમને કરુણ નાયરના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. 40 બોલમાં 89 રન બનાવ્યા બાદ તે મિશેલ સેન્ટનરનો શિકાર બન્યો.



  • Apr 13, 2025 22:47 IST

    DC vs MI Live Score: દિલ્હી ટીમને બીજો ઝટકો

    દિલ્હીની ટીમને અભિષેક પોરેલના રૂપમાં બીજો ઝટકો લાગ્યો છે. તે 33 રન બનાવીને કર્ણ શર્માનો શિકાર બન્યો.



  • Apr 13, 2025 22:25 IST

    DC vs MI Live Score: મિશેલ સેન્ટનરની ઓવરમાં 9 રન મળ્યા

    7 ઓવરના અંતે દિલ્હીની ટીમે એક વિકેટના નુકસાન પર 81 રન બનાવી લીધા છે. કરુણ નાયર અને અભિષેક પોરેલ ક્રીઝ પર સારી બેટિંગ કરી રહ્યા છે.



  • Apr 13, 2025 22:24 IST

    DC vs MI Live Score: પાવર પ્લે પછી દિલ્હીનો સ્કોર

    6 ઓવરના અંતે દિલ્હીની ટીમે એક વિકેટના નુકસાન પર 72 રન બનાવી લીધા છે. બંને ખેલાડીઓ ક્રીઝ પર સારી બેટિંગ કરી રહ્યા છે, કરુણ નાયર 50 રન સાથે અને અભિષેક પોરેલ 16 રન સાથે રમી રહ્યા છે.



  • Apr 13, 2025 22:24 IST

    DC vs MI Live Score: કરુણ નાયરે અડધી સદી ફટકારી

    ટાર્ગેટનો પીછો કરતા દિલ્હી ટીમ તરફથી કરુણ નાયરે 22 બોલમાં શાનદાર અડધી સદી ફટકારી.



  • Apr 13, 2025 21:33 IST

    DC vs MI Live Score: મુંબઈએ દિલ્હીને 206 રનનો ટાર્ગેટ આપ્યો

    મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાઈ રહેલી મેચમાં મુંબઈની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા છે અને દિલ્હીની ટીમને 206 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈ તરફથી સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં તિલક વર્માએ 59 રન, રાયન રિકોલ્ટનએ 41 રન, સૂર્યકુમાર યાદવે 40 રન અને નમન ધીરે 40 રનનો સમાવેશ થાય છે. દિલ્હી તરફથી કુલદીપ યાદવ અને વિપ્રજ નિગમે 2-2 વિકેટ લીધી.



  • Apr 13, 2025 20:52 IST

    DC vs MI Live Score: 15મી ઓવરમાં 8 રન આવ્યા

    15 ઓવરના અંતે મુંબઈની ટીમે 4 વિકેટ ગુમાવીને 146 રન બનાવી લીધા છે. તિલક વર્મા અને નમન ધીર ક્રીઝ પર છે.



  • Apr 13, 2025 20:51 IST

    DC vs MI Live Score: હાર્દિક પંડ્યા આઉટ

    મુંબઈની ટીમને હાર્દિક પંડ્યાના રૂપમાં ચોથો ઝટકો મળ્યો છે. તે 2 રન બનાવીને વિપ્રજ નિગમનો શિકાર બન્યો.



  • Apr 13, 2025 20:50 IST

    DC vs MI Live Score: મુંબઈ ટીમને ત્રીજો ઝટકો

    મુંબઈની ટીમને સૂર્યકુમાર યાદવના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. તે 40 રન બનાવીને કુલદીપ યાદવનો શિકાર બન્યો.



  • Apr 13, 2025 19:58 IST

    DC vs MI Live Score: રોહિત શર્મા આઉટ

    મુંબઈની ટીમને રોહિત શર્માના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો છે. તે 18 રન બનાવીને વિપ્રજ નિગમનો શિકાર બન્યો.



  • Apr 13, 2025 19:53 IST

    DC vs MI Live Score: 3 ઓવર પછી મુંબઈનો સ્કોર

    3 ઓવરના અંતે મુંબઈની ટીમે 39 રન બનાવી લીધા છે. રોહિત શર્મા અને રાયન રિકેલ્ટન ક્રીઝ પર સારી બેટિંગ કરી રહ્યા છે.



  • Apr 13, 2025 19:19 IST

    DC vs MI Live Score: મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન

    રોહિત શર્મા, રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ.



  • Apr 13, 2025 19:19 IST

    DC vs MI Live Score: દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન

    જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, મોહિત શર્મા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.



  • Apr 13, 2025 19:18 IST

    DC vs MI Live Score: બંને ટીમોના ઈમ્પેક્ટ પ્લેયર્સ

    MI: કોર્બિન બોશ, રોબિન મિંજ, અશ્વિની કુમાર, રાજ બાવા, કર્ણ શર્મા

    DC: દર્શન નલકાંડે, કરુણ નાયર, સમીર રિઝવી, ડોનોવન ફરેરા, દુષ્મંથા ચમીરા



  • Apr 13, 2025 19:16 IST

    દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો

    પોતાના ઘરઆંગણે પહેલી મેચ રમી રહેલી દિલ્હીની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મુંબઈ ઈન્ડિયન્સ પહેલા બેટિંગ કરશે.



આઈપીએલ 2025 મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ IPL