પંજાબ કિંગ્સના માલિકો વચ્ચે વિવાદ, પ્રીતિ ઝિન્ટાએ ટીમના સહ-માલિકો વિરૂદ્ધ કોર્ટમાં અરજી કરી

પંજાબ કિંગ્સ ટીમના સહ-માલિક પ્રીતિ ઝિન્ટાએ તેના પોતાના બિઝનેસ પાર્ટનર્સ મોહિત બર્મન અને નેસ વાડિયા સામે ચંદીગઢ કોર્ટમાં અરજી કરી છે.

Written by Rakesh Parmar
May 23, 2025 16:56 IST
પંજાબ કિંગ્સના માલિકો વચ્ચે વિવાદ, પ્રીતિ ઝિન્ટાએ ટીમના સહ-માલિકો વિરૂદ્ધ કોર્ટમાં અરજી કરી
પ્રીતિ ઝિન્ટાએ તેના પોતાના બિઝનેસ પાર્ટનર્સ મોહિત બર્મન અને નેસ વાડિયા સામે ચંદીગઢ કોર્ટમાં અરજી કરી છે. (તસવીર: સોશિયલ મીડિયા)

આઈપીએલ 2025 માં પંજાબ કિંગ્સ શાનદાર પ્રદર્શન કરી રહી છે. તે પ્લેઓફમાં પહોંચી ગઈ છે પરંતુ તેના માલિકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ટીમના સહ-માલિક પ્રીતિ ઝિન્ટાએ તેના પોતાના બિઝનેસ પાર્ટનર્સ મોહિત બર્મન અને નેસ વાડિયા સામે ચંદીગઢ કોર્ટમાં અરજી કરી છે. પ્રીતિ ઝિન્ટા, બર્મન અને વાડિયા બધા પંજાબ કિંગ્સની માલિક કંપનીના ડિરેક્ટર છે.

વિવાદ શું છે?

તાજેતરના વિવાદનું મૂળ 21 એપ્રિલના રોજ યોજાયેલી KPH ડ્રીમ ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડ (પંજાબ કિંગ્સની માલિકી ધરાવતી કંપની) ની એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ છે. પ્રીતિ ઝિન્ટાએ મીટિંગની માન્યતા, તેની પ્રક્રિયા અને કંપનીના નવા ડિરેક્ટરની ચૂંટણીને કોર્ટમાં પડકારી છે.

તેણીએ કોર્ટને મીટિંગને ગેરકાયદેસર જાહેર કરવા અને મુનિષ ખન્નાને ડિરેક્ટર તરીકે કામ કરતા અટકાવવા વિનંતી કરી છે. તેણીએ મીટિંગમાં લેવાયેલા નિર્ણયોના અમલીકરણ પર રોક લગાવવાની પણ માંગ કરી છે.

પ્રીતિ ઝિન્ટાના વિરોધ છતાં મુનિષ ખન્નાને ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

ઝિન્ટાનો દાવો છે કે મીટિંગ યોગ્ય પ્રક્રિયા વિના યોજાઈ હતી, જે કંપની એક્ટ 2013 અને અન્ય કાનૂની જોગવાઈઓનો ભંગ કરે છે. એક સમાચાર અહેવાલ મુજબ, પ્રીતિ ઝિન્ટાએ 10 એપ્રિલના રોજ એક ઇમેઇલ મોકલીને કથિત મીટિંગ સામે વાંધો વ્યક્ત કર્યો હતો પરંતુ તેમની ચિંતાઓને અવગણવામાં આવી હતી.

આ પણ વાંચો: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હેડ ટુ હેડ રેકોર્ડમાં હૈદરાબાદનું પલડું ભારે

વાંધો ઉઠાવવા છતાં પ્રીતિ ઝિન્ટા કંપનીના અન્ય ડિરેક્ટર કરણ પોલ સાથે મીટિંગમાં હાજર રહી હતી. બંનેએ મીટિંગ દરમિયાન મુનિષ ખન્નાની ડિરેક્ટર તરીકે નિમણૂકનો વિરોધ કર્યો હતો. વિરોધ છતાં નેસ વાડિયાના સમર્થનને કારણે મોહિત બર્મન ખન્નાની નિમણૂક સાથે આગળ વધ્યા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ