/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/IPL-2025_New_Match-46-01.jpg)
Delhi Capitals vs Royal Challengers Bengaluru Live Score
IPL 2025, DC vs RCB: દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ હતી. ભુવનેશ્વર કુમારના શાનદાર પ્રદર્શનના આધારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટે 162 રનમાં રોકી દીધી. આ પછી RCB ટીમે 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 163 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) ની 46મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) રવિવાર (27 એપ્રિલ) ના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ટકરાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ સોલ્ટની જગ્યાએ જેકબ બેથેલને તક મળી છે. ફાફ ડુ પ્લેસિસ દિલ્હીની પ્લેઇંગ 11માં પરત ફર્યો છે. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે પહેલાથી જ એક મેચ થઈ ચૂકી છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દિલ્હી જીત્યું હતું.
દિલ્હી કેપિટલ્સ 8 મેચમાં 12 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 8 મેચમાં 12 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ મેચ જીતનારી ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેશે. હેડ ટુ હેડની વાત કરીએ તો બંને 32 વાર એકબીજાનો સામનો કરી ચૂક્યા છે.
દિલ્હીએ 12 મેચ જીતી છે અને બેંગલુરુએ 19 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી. 2021 થી દિલ્હીએ 7 માંથી 2 મેચ જીતી છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીએ RCB સામે 6 મેચ હારી છે અને 4 મેચ જીતી છે.
- Apr 27, 2025 23:26 IST
આરસીબીની શાનદાર જીત
ટિમ ડેવિડની વિસ્ફોટક બેટિંગથી RCB એ 163 રનનો લક્ષ્યાંક ફક્ત 18.3 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધો. ડેવિડે 5 બોલમાં 19 રનની અણનમ ઇનિંગ રમી.
- Apr 27, 2025 22:56 IST
DC vs RCB live score: વિરાટ કોહલી ફિફ્ટી
કુણાલ પંડ્યા બાદ વિરાટ કોહલીએ પણ પોતાની ફિફ્ટી પુરી કરી છે. વિરાટ કોહલીએ 45 બોલમાં ફિફ્ટી પુરી કરી છે. વિરાટે ટીમને જીતાડવા માટે આજે સમજદારી સાથે ઇનિંગ રમી હતી. તેણે હવામાં શોટ માર્યા ન હતા. તેણે 4 ફોર ફટકારી હતી, એક પણ સિક્સ ફટકારી નથી.
- Apr 27, 2025 22:53 IST
DC vs RCB IPL LIVE Score: કૃણાલે ફિફ્ટી ફટકારી
કૃણાલ પંડ્યાએ 15મી ઓવરના છેલ્લા બોલ પર ફોર ફટકારીને અડધી સદી ફટકારી. 15 ઓવરમાં RCB એ 3 વિકેટ ગુમાવ્યા બાદ સ્કોરબોર્ડ પર 114 રન બનાવી લીધા છે.
- Apr 27, 2025 22:49 IST
DC vs RCB live score: કુણાલ પંડ્યા ફિફ્ટી પુરી કરી
કુણાલ પંડ્યાએ જોરદાર બેટીંગનું પ્રદર્શન કરતાં આજે 38 બોલમાં 2 ફોર અને 4 સિક્સ ફટકારી 53 રન કર કર્યા છે. કુણાલ પંડ્યા અને વિરાટ કોહલી ટીમને જીતાડવા સારી બેટીંગ કરી રહ્યા છે. 15.1 ઓવરમાં આરસીબી સ્કોર 3 વિકેટ પર 115 રન છે. હવે જીત માટે 29 બોલમાં 48 રન જરુર છે.
- Apr 27, 2025 22:38 IST
DC vs RCB live score: વિરાટ અને કુણાલ જીત માટે મક્કમ
આરસીબીએ ત્રણ વિકેટ ગુમાવી દેતાં વિરાટ કોહલી અને કુણાલ પંડ્યા ટીમને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે. 13મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા મુકેશકુમારની ઓવરમાં કુણાલ પંડ્યાએ બેક ટુ બેક બે સિકસ ફટકાર્યા હતા. 13 ઓવરના અંતે આરસીબી સ્કોર 3 વિકેટ પર 93 રન છે. હવે જીત માટે 42 બોલમાં 70 રન જરુર છે.
- Apr 27, 2025 22:28 IST
RCB એ 3જી ઓવરમાં 2 વિકેટ ગુમાવી
દિલ્હીને 162 રન પર રોકી દેનાર આરસીબીએ શરુઆતની બે ઓવરમાં સારી શરુઆત કરી હતી. પરંતુ ઓપનિંગ જોડી 3જી ઓવરમાં જ તૂટી હતી. જેકોબ 12 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં કરુણ નાયરના હાથમાં કેચ આઉટ થયો હતો. આ ઓવરમાં જ પડિક્કલ પણ શૂન્ય રને આઉટ થયો હતો. અક્ષર પટેલે બોલ્ડ કર્યો હતો. એ પછી 4થી ઓવરમાં રજત પાટીદાર 6 રને રન આઉટ થયો હતો.
- Apr 27, 2025 22:22 IST
DC vs RCB live Score: દિલ્હીમાં કોઇની ફિફ્ટી ન થઇ
દિલ્હીએ 20 ઓવરમાં 162 રન કર્યા છે. જોકે કોઇ ખેલાડી ફિફ્ટી બનાવી શક્યું નથી. લાગતું હતું કે કે એલ રાહુલ ફિફ્ટી બનાવશે પરંતુ તે 39 બોલમાં 41 રન બનાવી ભુવનેશ્વર કુમારની ઓવરમાં જેકોબના હાથમાં કેચ પકડાયો હતો. સ્ટ્બસ 34 રન, અભિષેક પોરેલ 28, ફાફડુપ્લેસી 22 રન બનાવી શક્યા હતા.
- Apr 27, 2025 20:34 IST
DC vs RCB IPL LIVE Score: દિલ્હીને ત્રીજો ઝટકો લાગ્યો
દિલ્હીને ત્રીજો ફટકો લાગ્યો. કૃણાલ પંડ્યાએ ડુ પ્લેસિસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. દિલ્હીની ટીમ હવે થોડી મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે.
- Apr 27, 2025 20:24 IST
DC vs RCB IPL LIVE Score: 6 ઓવર સમાપ્ત
દિલ્હી કેપિટલ્સે 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ સ્કોરબોર્ડ પર 52 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 4 રન બનાવીને રમી રહ્યો છે અને ડુ પ્લેસિસ 14 રન બનાવીને રમી રહ્યો છે. સુયશ શર્મા હવે 7મી ઓવરમાં પોતાની પહેલી ઓવર નાખવા આવ્યો છે.
- Apr 27, 2025 20:23 IST
DC vs RCB IPL LIVE Score: દિલ્હીને બીજો ઝટકો લાગ્યો
કરુણ નાયરે પોતાની વિકેટ યશ દયાલને આપી છે. નાયર માત્ર 4 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો છે. ભુવીએ નાયરનો કેચ પકડ્યો.
- Apr 27, 2025 20:23 IST
DC vs RCB IPL LIVE Score: દિલ્હીને પ્રથમ ફટકો
અભિષેક પોરેલ જોશ હેઝલવુડનો શિકાર બન્યો. ચોથી ઓવરના ચોથા બોલ પર પેવેલિયન પરત ફર્યો. પોરેલે 11 બોલમાં 28 રનની ઇનિંગ રમી. તેણે પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા.
- Apr 27, 2025 19:38 IST
ચોગ્ગાથી મેચની શરૂઆત
દિલ્હી કેપિટલ્સના ઓપનર કેએલ રાહુલ અને અભિષેક પોરેલ મેદાનમાં ઉતર્યા છે. ભુવનેશ્વર કુમાર પહેલી ઓવર ફેંકી રહ્યો છે. પોરેલે પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો.
- Apr 27, 2025 19:37 IST
બંને ટીમો માટે ઇમ્પેક્ટ સબસ્ટિટ્યુટ
દિલ્હી કેપિટલ્સ માટે સબસ્ટિટ્યુટ: આશુતોષ શર્મા, મોહિત શર્મા, જેક ફ્રેઝર મેકગર્ક, માધવ તિવારી, ટી વિજય
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સબસ્ટિટ્યુટ: દેવદત્ત પડિકલ, રસિક ડાર, મનોજ ભંડાગે, લિયામ લિવિંગસ્ટોન, સ્વપ્નિલ સિંહ
- Apr 27, 2025 19:25 IST
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ફિલ સોલ્ટની જગ્યાએ જેકબ બેથેલને તક મળી. દિલ્હીની પ્લેઇંગ 11માં ફાફ ડુ પ્લેસિસ પાછો ફર્યો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us