IPL 2025, DC vs RR: દિલ્હી કેપિટલ્સની સુપર ઓવરમાં જીત, રાજસ્થાનને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 32મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. દિલ્હી કેપિટલ્સ IPL 2025 પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 32મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. દિલ્હી કેપિટલ્સ IPL 2025 પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
ipl 2025, DC vs RR, DC vs RR live score, આઈપીએલ 2025

IPL 2025, DC vs RR Live Cricket Score: IPL પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ બીજા સ્થાને છે જ્યારે રાજસ્થાન રોયલ્સ 8મા સ્થાને છે.

IPL 2025, Delhi Capitals vs Rajasthan Royals: દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં દિલ્હીએ સુપર ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા અને રાજસ્થાનને 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને માત્ર 188 રન જ બનાવી શક્યું અને મેચ ટાઇ થઈ ગઈ. સુપર ઓવરમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરી અને 11 રન બનાવ્યા અને દિલ્હીને 6 બોલમાં 12 રન બનાવવાના હતા. દિલ્હીએ ફક્ત 4 બોલમાં મેચ જીતી લીધી છે.

Advertisment

રાજસ્થાન ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ અને નીતિશ રાણાએ સૌથી વધુ 51-51 રન બનાવ્યા, સંજુ સેમસન 31 રન અને ધ્રુવ જુરેલે 3 રન બનાવ્યા. દિલ્હી ટીમ તરફથી મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી.

દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં દિલ્હીની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા અને રાજસ્થાનની ટીમને 189 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હી ટીમ તરફથી અભિષેક પોરેલે સૌથી વધુ 49 રન, કેએલ રાહુલે 38 રન, ટ્રિસ્ટન સ્ટબ્સ અને કેપ્ટન અક્ષર પટેલે 34-34 રન બનાવ્યા છે. રાજસ્થાન ટીમ તરફથી જોફ્રા આર્ચરે સૌથી વધુ 2 વિકેટ લીધી.

હેડ ટુ હેડ રેકોર્ડ

IPL માં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ છે. જેમાં રાજસ્થાનની ટીમે 15 મેચ જીતી છે, જ્યારે દિલ્હીની ટીમે 14 મેચ જીતી છે. દિલ્હી કેપિટલ્સે IPL 2025 માં અત્યાર સુધીમાં 5 માંથી 4 મેચ જીતી છે. છેલ્લી મેચમાં તેને આ જ મેદાન પર મુંબઈ ઇન્ડિયન્સ સામે 12 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે હાર છતાં કુલદીપ યાદવ અને 20 વર્ષીય વિપ્રાજ નિગમે શાનદાર પ્રદર્શન કર્યું.

Advertisment

રાજસ્થાન રોયલ્સની હાલત ખૂબ જ ખરાબ છે. તેણે 6 મેચ રમી છે અને ફક્ત 2 જીતી છે. તેના 4 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં 8મા ક્રમે છે. રાજસ્થાન રોયલ્સને પણ હોમ ગ્રાઉન્ડ પર પોતાની છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સંજુ સેમસનની આગેવાની હેઠળની ટીમ સતત સારું પ્રદર્શન કરી શકી નથી.

  • Apr 16, 2025 23:48 IST

    દિલ્હીએ સુપર ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું

    દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં દિલ્હીએ સુપર ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા અને રાજસ્થાનને 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને માત્ર 188 રન જ બનાવી શક્યું અને મેચ ટાઇ થઈ ગઈ. સુપર ઓવરમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરી અને 11 રન બનાવ્યા અને દિલ્હીને 6 બોલમાં 12 રન બનાવવાના હતા. દિલ્હીએ ફક્ત 4 બોલમાં મેચ જીતી લીધી છે.



  • Apr 16, 2025 23:36 IST

    સુપર ઓવરમાં રાજસ્થાને 11 રન બનાવ્યા

    દિલ્હીને જીતવા માટે 6 બોલમાં 12 રન બનાવવાની જરૂર છે.



  • Apr 16, 2025 23:29 IST

    DC vs RR Live Score: મેચ ટાઇ થયા પછી સુપર ઓવર શરૂ

    સુપર ઓવરમાં રાજસ્થાન તરફથી રિયાન પરાગ અને શિમરોન હેટમાયર બેટિંગ કરવા આવ્યા છે.



  • Apr 16, 2025 23:14 IST

    DC vs RR Live Score: 19 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર

    19 ઓવરના અંત સુધીમાં રાજસ્થાનની ટીમે 3 વિકેટ ગુમાવીને 180 રન બનાવી લીધા છે. રાજસ્થાનની ટીમને જીતવા માટે 6 બોલમાં 9 રનની જરૂર છે.



  • Apr 16, 2025 23:03 IST

    DC vs RR Live Score: નીતિશ રાણા આઉટ

    રાજસ્થાન ટીમને નીતિશ રાણાના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. 51 રનના સ્કોર પર મિશેલ સ્ટાર્ક દ્વારા તેને પેવેલિયન મોકલવામાં આવ્યો.



  • Apr 16, 2025 22:54 IST

    DC vs RR Live Score: 15 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર

    15 ઓવરના અંતે રાજસ્થાનની ટીમે 2 વિકેટના નુકસાને 132 રન બનાવી લીધા છે. રાજસ્થાનની ટીમને જીતવા માટે 30 બોલમાં 57 રન બનાવવા પડશે.



  • Apr 16, 2025 22:42 IST

    DC vs RR Live Score: રાજસ્થાન ટીમને બીજો ઝટકો

    રાજસ્થાન ટીમને યશસ્વી જયસ્વાલના રૂપમાં બીજો ઝટકો લાગ્યો છે. તે 37 બોલમાં 51 રન બનાવ્યા બાદ કુલદીપ યાદવનો શિકાર બન્યો.



  • Apr 16, 2025 22:20 IST

    DC vs RR Live Score: રાજસ્થાનની ટીમને પ્રથમ ઝટકો

    રાજસ્થાન ટીમને રિયાન પરાગના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો છે. તે 8 રન બનાવીને અક્ષર પટેલનો શિકાર બન્યો.



  • Apr 16, 2025 22:18 IST

    DC vs RR Live Score: સેમસન રિટાયર હર્ટ થયો

    દિલ્હી કેપિટલ્સ સામે 189 રનના લક્ષ્યનો પીછો કરતા સમયે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને બેટિંગ કરતા પીઠના ઉપરના ભાગમાં અચાનક દુખાવો થવાની ફરિયાદ બાદ રિટાયર હર્ટ થયો છે.



  • Apr 16, 2025 22:01 IST

    DC vs RR Live Score: મોહિત શર્માની ઓવરમાં 5 રન આવ્યા

    5 ઓવરના અંતે રાજસ્થાનની ટીમે 50 રન બનાવી લીધા છે. ક્રીઝ પરના બંને ખેલાડીઓ વચ્ચે 50 રનની ભાગીદારી પૂર્ણ થઈ ગઈ છે.



  • Apr 16, 2025 21:57 IST

    DC vs RR Live Score: રાજસ્થાનની શાનદાર શરૂઆત

    4 ઓવરના અંત સુધીમાં રાજસ્થાનની ટીમે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 45 રન બનાવી લીધા છે. બંને ખેલાડીઓ ક્રીઝ પર સારી બેટિંગ કરી રહ્યા છે.



  • Apr 16, 2025 21:19 IST

    DC vs RR Live Score: દિલ્હીએ રાજસ્થાનને 189 રનનો ટાર્ગેટ આપ્યો

    દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં દિલ્હીની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા અને રાજસ્થાનની ટીમને 189 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હી ટીમ તરફથી અભિષેક પોરેલે સૌથી વધુ 49 રન, કેએલ રાહુલે 38 રન, ટ્રિસ્ટન સ્ટબ્સ અને કેપ્ટન અક્ષર પટેલે 34-34 રન બનાવ્યા છે. રાજસ્થાન ટીમ તરફથી જોફ્રા આર્ચરે સૌથી વધુ 2 વિકેટ લીધી.



  • Apr 16, 2025 20:57 IST

    DC vs RR Live Score: દિલ્હીની ટીમને પાંચમો ઝટકો

    દિલ્હીની ટીમને અક્ષર પટેલના રૂપમાં પાંચમો ઝટકો લાગ્યો છે. 34 રનના સ્કોર પર મહેશ થીકશનાએ તેને પેવેલિયન મોકલ્યો.



  • Apr 16, 2025 20:41 IST

    DC vs RR Live Score: દિલ્હી ટીમને ચોથો ઝટકો લાગ્યો

    દિલ્હીની ટીમને અભિષેક પોરેલના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો છે. 49 રનના સ્કોર પર વાનિન્દુ હસરંગાએ તેને પેવેલિયન મોકલ્યો.



  • Apr 16, 2025 20:41 IST

    DC vs RR Live Score: કેએલ રાહુલ આઉટ

    દિલ્હીની ટીમને કેએલ રાહુલના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. તે 32 બોલમાં 38 રન બનાવીને જોફ્રા આર્ચરનો શિકાર બન્યો.



  • Apr 16, 2025 20:29 IST

    DC vs RR Live Score: દિલ્હીના 12 ઓવરમાં 91 રન

    દિલ્હી કેપિટલ્સે 12 ઓવરના અંતે 2 વિકેટના નુક્સાને 91 રન બનાવી લીધા છે. હાલમાં અભિષેક પોરેલ 45 અને કેએલ રાહુલ 37 રન પર રમી રહ્યા છે.



  • Apr 16, 2025 19:53 IST

    DC vs RR Live Score: કરુણ નાયર આઉટ

    દિલ્હીની ટીમને કરુણ નાયરના રૂપમાં બીજો ઝટકો લાગ્યો છે. તે શૂન્ય રને રન આઉટ થયો. દિલ્હી કેપિટલ્સનો લાઇવ સ્કોર 38/2



  • Apr 16, 2025 19:48 IST

    DC vs RR Live Score: દિલ્હીની ટીમને પ્રથમ ઝટકો

    દિલ્હીની ટીમને જેક ફ્રેઝર-મેકગર્કના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો છે. તે 9 રન બનાવીને જોફ્રા આર્ચરનો શિકાર બન્યો.



  • Apr 16, 2025 19:47 IST

    DC vs RR Live Score: તુષાર દેશપાંડેની ઓવરમાં 23 રન આવ્યા

    2 ઓવર પછી દિલ્હીની ટીમે 33 રન બનાવ્યા છે. ક્રીઝ પર જેક ફ્રેઝર-મેકગર્ક 9 રન પર અને અભિષેક પોરેલ 24 રન પર બેટિંગ કરી રહ્યા છે.



  • Apr 16, 2025 19:15 IST

    DC vs RR Live Score: બંને ટીમોના ઈમ્પેક્ટ પ્લેયર્સ

    DC: મુકેશ કુમાર, દર્શન નલકાંડે, સમીર રિઝવી, ડોનોવન ફરેરા, ત્રિપુરાણા વિજય

    RR: શુભમ દુબે, યુદ્ધવીર સિંહ ચરક, આકાશ માધવાલ, કુમાર કાર્તિકેય, કુણાલ સિંહ રાઠોડ



  • Apr 16, 2025 19:14 IST

    DC vs RR Live Score: રાજસ્થાનની પ્લેઇંગ ઇલેવન

    યશસ્વી જાયસ્વાલ, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, નીતીશ રાણા, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષાના, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે



  • Apr 16, 2025 19:08 IST

    DC vs RR Live Score: દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવન

    જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ (wk), અક્ષર પટેલ (c), ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા



  • Apr 16, 2025 19:05 IST

    DC vs RR Live Score: રાજસ્થાને ટોસ જીત્યો

    દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં રાજસ્થાન ટીમના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો.



આઈપીએલ 2025 રાજસ્થાન રોયલ્સ દિલ્હી કેપિટલ્સ IPL