IPL 2025, DC vs SRH: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની 10મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જેના પછી તેમનો દાવ 18.4.૪ ઓવરમાં ફક્ત 163 રન સુધી મર્યાદિત રહ્યો. SRH માટે અનિકેત વર્માએ 74 રન બનાવ્યા જ્યારે હેનરિક ક્લાસેને 32 રન બનાવ્યા. દિલ્હી કેપિટલ્સ તરફથી મિશેલ સ્ટાર્કે 5 વિકેટ લીધી જ્યારે કુલદીપ યાદવે 3 વિકેટ લીધી.
બોલરો પછી બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનના બળે દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટથી હરાવીને IPL 2025માં સતત બીજી જીત નોંધાવી. સનરાઇઝર્સ હૈદરાબાદ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 18.4 ઓવરમાં 163 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતા દિલ્હી માટે ફાફ ડુ પ્લેસિસે અડધી સદી ફટકારી, જેના કારણે ટીમ 16 ઓવરમાં ત્રણ વિકેટે 166 રન બનાવીને જીત મેળવવામાં મદદ કરી. આ સનરાઇઝર્સનો સતત બીજો પરાજય છે. આ પહેલા તેને લખનૌ સુપર જાયન્ટ્સ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સે 18મી સીઝનની શરૂઆત શાનદાર જીત સાથે કરી હતી, જેમાં તેઓએ તેમની પહેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને એક વિકેટથી હરાવ્યું હતું. જો આપણે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની વાત કરીએ તો તેઓએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 2 મેચ રમી છે, જેમાં તેઓએ એકમાં જીત મેળવી છે જ્યારે એકમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી
દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન
જેક ફ્રેઝર-મેકગર્ક, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ (વિકેટકીપર), કેએલ રાહુલ, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર





