MI vs LSG Live Score: મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઇ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ વચ્ચે આઈપીએલ 2025 ની 45 મી લીગ મેચ રમાશે. મુંબઈ ટીમે તેમની છેલ્લી ચાર મેચોમાં સતત જીત સાથે અદભૂત પુનરાગમન કર્યું છે અને પ્લેઓફ સુધી પહોંચવાની રેસમાં પોતાને રાખ્યું છે. બીજી બાજુ લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના પ્રદર્શનમાં થોડો ઉતાર -ચઢાવ જોવા મળ્યો છે, જેમાં તેઓએ 9 મેચ રમી છે અને 5 જીત્યા છે. આવામાં આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનશે.
ટાર્ગેટનો પીછો કરતા લખનૌ સુપર જાયન્ટ્સ 161 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું જેમાં તેમની તરફથી આયુષ બદોનીએ સૌથી વધુ 35 રન બનાવ્યા હતા જ્યારે મિશેલ માર્શે 34 રન બનાવ્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી જસપ્રીત બુમરાહે 4 વિકેટ લીધી જ્યારે ટ્રેન્ટ બોલ્ટે 3 વિકેટ લીધી.
બંને ટીમોમાં સમાન પોઈન્ટ
હાલમાં બંને ટીમોના પોઇન્ટ ટેબલમાં 10-10 પોઇન્ટ છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ (0.673 નેટ રન રેટ) પાંચમા ક્રમે છે અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ (માઈનસ 0.054) છઠ્ઠા નંબર પર છે. આજે જે પણ ટીમ આ મેચ જીતશે. તે પોઇંટ્સ ટેબલના ટોપ -4 માં તેના સ્થાનની પુષ્ટિ કરશે. તેમાં 12 પોઇન્ટ થઈ હશે.
બંને હેડ ટુ હેડ રેકોર્ડ
મુંબઇ અને લખનૌ વચ્ચે અત્યાર સુધી આઈપીએલમાં 7 મેચ રમાઈ છે. લખનૌનું પલડું અહીં ભારે દેખાઈ રહ્યું છે. લખનઉએ અત્યાર સુધીમાં 6 મેચ જીતી લીધી છે અને મુંબઇએ ફક્ત એક જ મેચ જીતી લીધી છે.





