/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/PBKS-vs-LSG-Live-Cricket-Score.jpg)
પંજાબ કિંગ્સ વિ લખનૌ સુપર જાયન્ટ્સ લાઇવ સ્કોર
IPL 2025, PBKS vs LSG: IPL 2025 ની 54 મી મેચ પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ધર્મશાળા મેદાન પર રમાઈ હતી. આ મેચમાં લખનૌના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી પંજાબ કિંગ્સ ટીમે પ્રથમ બેટિંગ કરીને 236 રન બનાવ્યા. ટીમ માટે પ્રભસિમરન સિંહ અને શ્રેયસ ઐયરે શાનદાર બેટિંગ કરી હતી. પ્રભસિમરને 91 રનની ઇનિંગ રમી. આ પછી લખનૌ સુપર જાયન્ટ્સના ટોપ ઓર્ડર બેટ્સમેન અર્શદીપ સિંહની બોલિંગ સામે ટકી શક્યા નહીં અને વહેલા આઉટ થઈ ગયા. LSG એ 20 ઓવરમાં 199 રન બનાવ્યા અને ટીમ 37 રનથી મેચ હારી ગઈ. અર્શદીપ અને પ્રભસિમરન પંજાબ માટે સૌથી મોટા હીરો સાબિત થયા.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) ની 54મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે ટકરાશે. પંજાબની ટીમ 13 પોઈન્ટ સાથે ચોથા નંબરે છે. લખનૌની ટીમ 10 પોઈન્ટ સાથે છઠ્ઠા નંબરે છે. બંને ટીમો માટે જીત જરૂરી છે.
પંજાબ કિંગ્સે 236 રન બનાવ્યા
20 ઓવર પછી પંજાબ કિંગ્સની ટીમે 236 રન બનાવ્યા છે. ટીમ તરફથી પ્રભસિમરન સિંહે 91 રન અને શ્રેયસ ઐયરે 45 રન બનાવ્યા. તેમના સિવાય શશાંક સિંહે 33 રન બનાવ્યા.
પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે 5 મેચ રમાઈ છે. પંજાબે બે મેચ જીતી છે. લખનૌએ 3 મેચ જીતી છે. આ સિઝન ધર્મશાળામાં પહેલી મેચ હશે. 2023 થી ધર્મશાળામાં રમાયેલી ચાર IPL મેચમાંથી પહેલા બેટિંગ કરનારી ટીમે ત્રણ જીતી છે. અહીંની પિચમાં સારી ગતિ અને ઉછાળો છે. આ દરમિયાન આ મેદાન પર બે વાર 200 થી વધુનો સ્કોર પણ બન્યો છે. 2023 માં દિલ્હી કેપિટલ્સે 213 રન બનાવ્યા હતા, અને 2024 માં આરસીબીએ 241 રન બનાવ્યા હતા.
- May 05, 2025 00:01 IST
PBKS vs LSG LIVE Score: પંજાબ કિંગ્સે મેચ જીતી લીધી
પંજાબ કિંગ્સની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સને 37 રનથી હરાવ્યું. આ મેચમાં પંજાબ માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પંજાબ માટે અર્શદીપ સિંહે ત્રણ વિકેટ લીધી છે. પ્રભસિમરન સિંહે 91 રનની ઇનિંગ રમી છે.
- May 04, 2025 22:20 IST
PBKS vs LSG LIVE Score: ઋષભ પંત આઉટ
ઋષભ પંત ફરી એકવાર IPLમાં મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો છે અને સારું પ્રદર્શન કરી શક્યો નથી. તેણે મેચમાં 18 રન બનાવ્યા છે. તેની વિકેટ અઝમતુલ્લાહ ઉમરઝાઈએ લીધી હતી.
- May 04, 2025 22:17 IST
પાવરપ્લે પછી લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો સ્કોર
પાવરપ્લે પછી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે 3 વિકેટ ગુમાવીને 38 રન બનાવી લીધા છે. આયુષ બદોની 9 રન સાથે અને ઋષભ પંત 6 રન સાથે ક્રીઝ પર છે.
- May 04, 2025 21:57 IST
PBKS vs LSG LIVE Score: પંજાબ કિંગ્સે 236 રન બનાવ્યા
20 ઓવર પછી પંજાબ કિંગ્સની ટીમે 236 રન બનાવ્યા છે. ટીમ તરફથી પ્રભસિમરન સિંહે 91 રન અને શ્રેયસ ઐયરે 45 રન બનાવ્યા. તેમના સિવાય શશાંક સિંહે 33 રન બનાવ્યા.
- May 04, 2025 20:58 IST
PBKS vs LSG LIVE Score: 15 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર
15 ઓવર પછી પંજાબ કિંગ્સની ટીમે 3 વિકેટ ગુમાવીને 161 રન બનાવી લીધા છે. નેહલ વાઢેરા 16 રન અને પ્રભસિમરન સિંહ 66 રન સાથે ક્રીઝ પર હાજર છે.
- May 04, 2025 19:33 IST
PBKS vs LSG LIVE Score: લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન
એડન માર્કરમ, નિકોલસ પૂરન, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), અબ્દુલ સમદ, આયુષ બદોની, ડેવિડ મિલર, આકાશ સિંહ, દિગ્વેશ સિંહ રાઠી, અવેશ ખાન, મયંક યાદવ, પ્રિન્સ યાદવ
- May 04, 2025 19:32 IST
PBKS vs LSG LIVE Score: પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન
પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, શ્રેયસ અય્યર (કેપ્ટન), જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લા ઉમરઝાઈ, માર્કો જેન્સન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ
- May 04, 2025 19:31 IST
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે ટોસ જીત્યો
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us