/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/PBKS-vs-RCB-live-cricket-score.jpg)
IPL 2025 PBKS vs RCB Live Score
PBKS vs RCB Live Score: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની 37મી મેચ ચંદીગઢના મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ વચ્ચે રમાશે. પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ વચ્ચે રમાયેલી મેચમાં, આરસીબી ટીમે પંજાબને 7 વિકેટથી હરાવ્યું. આરસીબી માટે વિરાટ કોહલીએ સૌથી વધુ 73 રન બનાવ્યા છે જ્યારે દેવદત્ત પડિકલે 61 રન બનાવ્યા છે. બીજી તરફ, પંજાબ ટીમ તરફથી હરપ્રીત બ્રાર, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહે 1-1 વિકેટ લીધી.
પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલી મેચમાં પંજાબની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા અને RCB ટીમને 158 રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ ટીમ તરફથી સૌથી વધુ સ્કોર કરનારા ખેલાડીઓમાં પ્રભસિમરન સિંહે 33 રન, શશાંક સિંહે 31 રન અને જોશ ઇંગ્લીસે 29 રન બનાવ્યા છે. આરસીબી તરફથી સુયશ શર્મા અને કૃણાલ પંડ્યાએ 2-2 વિકેટ લીધી
18 એપ્રિલે બેંગલુરુમાં વરસાદથી વિક્ષેપિત મેચમાં પંજાબે આરસીબીને 5 વિકેટે હરાવ્યું હતું. પંજાબની બોલિંગ સામે આરસીબી હાર્યું હતું અને ફક્ત 95 રન જ બનાવી શક્યું હતું. બીજી તરફ પંજાબ પોતાની પાછલી જીતથી ઉત્સાહિત હશે અને શ્રેયસ ઐયરની આરસીબીને ફરી એકવાર ઘરઆંગણે કચડી નાખવા માટે સંપૂર્ણપણે તૈયાર હશે. પંજાબ કિંગ્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે જ્યારે RCB 8 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.
- Apr 20, 2025 19:38 IST
RCB એ પંજાબને 7 વિકેટે હરાવ્યું
પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ વચ્ચે રમાયેલી મેચમાં આરસીબી ટીમે પંજાબને 7 વિકેટથી હરાવ્યું. આરસીબી માટે વિરાટ કોહલીએ સૌથી વધુ 73 રન બનાવ્યા છે જ્યારે દેવદત્ત પડિકલે 61 રન બનાવ્યા છે. બીજી તરફ પંજાબ ટીમ તરફથી હરપ્રીત બ્રાર, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહે 1-1 વિકેટ લીધી.
- Apr 20, 2025 17:58 IST
PBKS vs RCB Live Score: પાવરપ્લે બાદ આરસીબીનો સ્કોર
6 ઓવરના અંતે RCB ટીમે એક વિકેટના નુકસાન પર 54 રન બનાવી લીધા છે. બંને ખેલાડીઓ ક્રીઝ પર સારી બેટિંગ કરી રહ્યા છે.
- Apr 20, 2025 17:33 IST
PBKS vs RCB Live Score: આરસીબી ટીમને પહેલો ઝટકો
ફિલ સોલ્ટના રૂપમાં આરસીબી ટીમને પહેલો ઝટકો લાગ્યો છે. તે 1 રન બનાવીને અર્શદીપ સિંહનો શિકાર બન્યો.
- Apr 20, 2025 17:11 IST
PBKS vs RCB Live Score: પંજાબે RCB ને 158 રનનો ટાર્ગેટ આપ્યો
પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલી મેચમાં પંજાબની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા અને RCB ટીમને 158 રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ ટીમ તરફથી સૌથી વધુ સ્કોર કરનારા ખેલાડીઓમાં પ્રભસિમરન સિંહે 33 રન, શશાંક સિંહે 31 રન અને જોશ ઇંગ્લીસે 29 રન બનાવ્યા છે. આરસીબી તરફથી સુયશ શર્મા અને કૃણાલ પંડ્યાએ 2-2 વિકેટ લીધી.
- Apr 20, 2025 16:30 IST
PBKS vs RCB Live Score: 10 ઓવર પછી પંજાબનો સ્કોર
10 ઓવરના અંતે પંજાબની ટીમે 4 વિકેટ ગુમાવીને 79 રન બનાવી લીધા છે. જોશ ઇંગ્લિસ અને શશાંક સિંહ ક્રીઝ પર છે.
- Apr 20, 2025 16:29 IST
PBKS vs RCB Live Score: નેહલ વાઢેરા આઉટ
પંજાબની ટીમને નેહલ વાઢેરાના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો છે. તે 5 રન બનાવીને રન આઉટ થયો.
- Apr 20, 2025 16:08 IST
PBKS vs RCB Live Score: શ્રેયસ ઐયર આઉટ
પંજાબની ટીમને શ્રેયસ ઐયરના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. તે 10 બોલમાં 6 રન બનાવીને રોમારિયો શેફર્ડનો શિકાર બન્યો.
- Apr 20, 2025 16:02 IST
PBKS vs RCB Live Score: પંજાબની ટીમને બીજો ઝટકો
પંજાબની ટીમને પ્રભસિમરન સિંહના રૂપમાં બીજો ઝટકો લાગ્યો છે. તે 33 રન બનાવીને કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો.
- Apr 20, 2025 16:01 IST
PBKS vs RCB Live Score: પાવર પ્લે પછી પંજાબનો સ્કોર
6 ઓવરના અંતે પંજાબની ટીમે એક વિકેટના નુકસાન પર 62 રન બનાવી લીધા છે. પ્રભસિમરન સિંહ અને શ્રેયસ ઐયર ક્રીઝ પર બેટિંગ કરી રહ્યા છે.
- Apr 20, 2025 16:00 IST
PBKS vs RCB Live Score: પ્રિયાંશ આર્યા આઉટ
પંજાબની ટીમને પ્રિયાંશ આર્યના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો છે. તે 22 રન બનાવીને કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો.
- Apr 20, 2025 15:44 IST
PBKS vs RCB Live Score: યશ દયાલની ઓવરમાં 17 રન આવ્યા
2 ઓવરના અંતે પંજાબની ટીમે 19 રન બનાવી લીધા છે. પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્ય હાલમાં ક્રીઝ પર બેટિંગ કરી રહ્યા છે.
- Apr 20, 2025 15:32 IST
PBKS vs RCB Live Score: બંને ટીમોના ઈમ્પેક્ટ પ્લેયર્સ
PBKS: હરપ્રીત બ્રાર, વિજયકુમાર વૈશ્ય, સૂર્યાંશ શેડગે, ગ્લેન મેક્સવેલ, પ્રવીણ દુબે
RCB: દેવદત્ત પડિકલ, રસિક દાર સલામ, મનોજ ભંડાગે, જેકબ બેથેલ, સ્વપ્નિલ સિંહ
- Apr 20, 2025 15:12 IST
PBKS vs RCB Live Score: આરસીબીની પ્લેઇંગ ઇલેવન
ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, યશ દયાલ
- Apr 20, 2025 15:11 IST
PBKS vs RCB Live Score: પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન
પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો જોન્સન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ
- Apr 20, 2025 15:10 IST
PBKS vs RCB Live Score: ટોસ અપડેટ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં પંજાબની ટીમ પહેલા બેટિંગ કરશે.
- Apr 20, 2025 14:52 IST
PBKS vs RCB Live Score: હેડ ટુ હેડ
IPLમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો કુલ 34 વખત એકબીજા સામે ટકરાઈ છે, જેમાંથી પંજાબે 18 મેચ જીતી છે. જ્યારે બેંગલુરુએ 16 મેચ જીતી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us