/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Rajasthan-Royals-vs-Royal-Challengers-Bengaluru-Live-Score.jpg)
રાજસ્થાન રોયલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ લાઈવ સ્કોર
IPL 2025, RR vs RCB: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) ની 28મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) રવિવાર (13 એપ્રિલ) ના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ટકરાશે. લીલી જર્સીમાં રમી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રજત પાટીદારે પ્લેઇંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. ફઝલક ફારૂકીના સ્થાને વાનિન્દુ હસરંગા રાજસ્થાનની પ્લેઇંગ ઇલેવનમાં પાછો ફર્યો છે. જયપુરમાં આ સીઝનની પહેલી મેચ છે.
રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં આરસીબીએ રાજસ્થાનને 9 વિકેટથી હરાવ્યું. આરસીબી ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનારા ખેલાડી ફિલ સોલ્ટ છે જેણે 33 બોલમાં 65 રન, વિરાટ કોહલીએ 62 રન અને દેવદત્ત પડિકલે 40 રન બનાવ્યા છે. જ્યારે રાજસ્થાન ટીમ તરફથી કુમાર કાર્તિકેયે એક વિકેટ લીધી.
રાજસ્થાનની ઈનિંગ
રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલી મેચમાં રાજસ્થાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા છે. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 75 રન અને ધ્રુવ જુરેલે 35 રન બનાવ્યા છે. આરસીબી તરફથી જોશ હેઝલવુડ, કૃણાલ પંડ્યા, યશ દયાલ અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ લીધી.
- Apr 13, 2025 18:51 IST
RR vs RCB Live Score: આરસીબીએ રાજસ્થાનને 9 વિકેટથી હરાવ્યું
રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં આરસીબીએ રાજસ્થાનને 9 વિકેટથી હરાવ્યું. આરસીબી ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનારા ખેલાડી ફિલ સોલ્ટ છે જેણે 33 બોલમાં 65 રન, વિરાટ કોહલીએ 62 રન અને દેવદત્ત પડિકલે 40 રન બનાવ્યા છે. જ્યારે રાજસ્થાન ટીમ તરફથી કુમાર કાર્તિકેયે એક વિકેટ લીધી.
- Apr 13, 2025 18:23 IST
RR vs RCB Live Score: 11મી ઓવરમાં 5 રન આવ્યા
11 ઓવરના અંત સુધીમાં આરસીબી ટીમે એક વિકેટ ગુમાવ્યા બાદ 106 રન બનાવી લીધા છે. દેવદત્ત પડિકલ 7 રન પર અને વિરાટ કોહલી 29 રન પર બેટિંગ કરી રહ્યો છે. RCB ને જીતવા માટે 54 બોલમાં વધુ 68 રન બનાવવાની જરૂર છે.
- Apr 13, 2025 18:18 IST
RR vs RCB Live Score: 10મી ઓવરમાં 7 રન આવ્યા
10 ઓવર પછી RCB ટીમે એક વિકેટ ગુમાવ્યા બાદ 101 રન બનાવી લીધા છે. દેવદત્ત પડિકલ અને વિરાટ કોહલી ક્રીઝ પર છે. RCB ટીમને જીતવા માટે 60 બોલમાં 73 રન બનાવવા પડશે.
- Apr 13, 2025 18:16 IST
RR vs RCB Live Score: આરસીબી ટીમને પ્રથમ ઝટકો
ફિલ સોલ્ટના રૂપમાં આરસીબી ટીમને પહેલો ઝટકો લાગ્યો છે. તે 33 બોલમાં 65 રન બનાવીને કુમાર કાર્તિકેયનો શિકાર બન્યો. દેવદત્ત પડિકલ ક્રીઝ પર બેટિંગ કરવા આવ્યો છે.
- Apr 13, 2025 18:09 IST
RR vs RCB Live Score: ફિલ સોલ્ટે અડધી સદી ફટકારી
ટાર્ગેટનો પીછો કરતા RCB માટે ફિલ સોલ્ટે 28 બોલમાં શાનદાર અડધી સદી ફટકારી.
- Apr 13, 2025 18:09 IST
RR vs RCB Live Score: 7મી ઓવરમાં 5 રન આવ્યા
7 ઓવર પછી RCB ટીમે 70 રન બનાવી લીધા છે. ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી બંને ક્રીઝ પર સારી બેટિંગ કરી રહ્યા છે.
- Apr 13, 2025 18:08 IST
RR vs RCB Live Score: પાવરપ્લે પછી આરસીબીનો સ્કોર
6 ઓવરના અંત સુધીમાં RCB ટીમે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 65 રન બનાવી લીધા છે. ફિલ સોલ્ટ 46 રન સાથે ક્રીઝ પર શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને વિરાટ કોહલી 18 રન સાથે રમી રહ્યો છે.
- Apr 13, 2025 17:14 IST
RR vs RCB Live Score: રાજસ્થાને RCB ને 174 રનનો ટાર્ગેટ આપ્યો
રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલી મેચમાં રાજસ્થાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા છે. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 75 રન અને ધ્રુવ જુરેલે 35 રન બનાવ્યા છે. આરસીબી તરફથી જોશ હેઝલવુડ, કૃણાલ પંડ્યા, યશ દયાલ અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ લીધી.
- Apr 13, 2025 17:12 IST
RR vs RCB Live Score: રાજસ્થાન ટીમને ચોથો ઝટકો લાગ્યો
રાજસ્થાન ટીમને શિમરોન હેટમાયરના રૂપમાં ચોથો ફટકો પડ્યો. 9 રનના સ્કોર પર ભુવનેશ્વર કુમારે તેને પેવેલિયન મોકલી દીધો.
- Apr 13, 2025 17:12 IST
RR vs RCB Live Score: 19મી ઓવરમાં 15 રન આવ્યા
19 ઓવર પછી રાજસ્થાનની ટીમે 3 વિકેટના નુકસાને 162 રન બનાવ્યા છે. ધ્રુવ જુરેલ 29 રન પર અને શિમરોન હેટમાયર 8 રન પર ક્રિઝ પર બેટિંગ કરી રહ્યા છે.
- Apr 13, 2025 17:11 IST
RR vs RCB Live Score: 17 મી ઓવરમાં આવ્યા 11 રન
17 ઓવરના અંતે રાજસ્થાનની ટીમે 3 વિકેટના નુકસાને 137 રન બનાવી લીધા છે. ધ્રુવ જુરેલ અને શિમરોન હેટમાયર હાલમાં ક્રીઝ પર છે.
- Apr 13, 2025 16:33 IST
RR vs RCB Live Score: યશસ્વી જયસ્વાલે અડધી સદી ફટકારી
રાજસ્થાન ટીમ તરફથી બેટિંગ કરતા યશસ્વી જયસ્વાલે 35 બોલમાં અડધી સદી ફટકારી છે.
- Apr 13, 2025 16:24 IST
RR vs RCB LIVE Score: 10મી ઓવરમાં 12 રન આવ્યા
10 ઓવરના અંત સુધીમાં રાજસ્થાનની ટીમે એક વિકેટ ગુમાવીને 77 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગ અત્યારે ક્રીઝ પર બેટિંગ કરી રહ્યા છે.
- Apr 13, 2025 16:23 IST
RR vs RCB LIVE Score: રાજસ્થાન ટીમને પહેલો ઝટકો લાગ્યો
રાજસ્થાનની ટીમને સંજુ સેમસનના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો છે. તે 15 રન બનાવીને કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો. રિયાન પરાગ હવે બેટિંગ કરવા માટે ક્રીઝ પર છે.
- Apr 13, 2025 16:22 IST
RR vs RCB LIVE Score: પાવર પ્લે પછી રાજસ્થાનનો સ્કોર
6 ઓવરના અંતે રાજસ્થાનની ટીમે 45 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ 30 રન સાથે ક્રીઝ પર સારી બેટિંગ કરી રહ્યા છે અને સંજુ સેમસન 13 રન સાથે સારી બેટિંગ કરી રહ્યો છે.
- Apr 13, 2025 15:56 IST
RR vs RCB LIVE Score: જોશ હેઝલવુડની ઓવરમાં 5 રન આવ્યા
4 ઓવરના અંતે રાજસ્થાનની ટીમે 24 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ 18 રન અને સંજુ સેમસન 5 રન સાથે ક્રીઝ પર હાજર છે.
- Apr 13, 2025 15:56 IST
RR vs RCB LIVE Score: ત્રીજી ઓવરમાં 6 રન આવ્યા
3 ઓવર પછી રાજસ્થાનની ટીમે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 19 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસન બંને ક્રીઝ પર સારી બેટિંગ કરી રહ્યા છે.
- Apr 13, 2025 15:23 IST
RR vs RCB LIVE Score: બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી
લીલી જર્સીમાં રમી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રજત પાટીદારે પ્લેઇંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. ફઝલક ફારૂકીના સ્થાને વાનિન્દુ હસરંગા રાજસ્થાનની પ્લેઇંગ ઇલેવનમાં પાછો ફર્યો છે.
- Apr 13, 2025 15:21 IST
IPL 2025 RR vs RCB LIVE Score: રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (wk/c), નીતીશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરાંગા, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષ્ણા, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.
- Apr 13, 2025 15:21 IST
RR vs RCB IPL Live Score: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ 11
ફિલિપ સોલ્ટ, વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, યશ દયાલ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us