RR vs CSK Live Score: રાજસ્થાન રોયલ્સે ચેન્નઈને 6 રને રહાવ્યું, IPL 2025 માં RR એ જીતનું ખાતું ખાલ્યું

Rajasthan Royals vs Chennai Super Kings, IPL 2025, RR vs CSK Live Score: આઈપીએલ 2025 ની 11મી મેચમાં રાજસ્થાન રોયલ્સ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરશે.

Rajasthan Royals vs Chennai Super Kings, IPL 2025, RR vs CSK Live Score: આઈપીએલ 2025 ની 11મી મેચમાં રાજસ્થાન રોયલ્સ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરશે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
RR vs CSK Live Score, Rajasthan Royals vs Chennai Super Kings

IPL 2025, RR vs CSK Live Cricket Score: Rajasthan Royals face Chennai Super Kings in Guwahati.

Rajasthan Royals vs Chennai Super Kings, IPL 2025, RR vs CSK Live Score: નીતિશ રાણાની અડધી સદીથી રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 183 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ગુવાહાટીમાં રમાઈ રહેલી આ મેચમાં રાજસ્થાને 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા છે. નીતિશ ઉપરાંત રાયન પરાગે 37 રન બનાવ્યા. ચેન્નાઈ તરફથી ખલીલ અહેમદ, નૂર અહેમદ અને મથીશા પથિરાનાએ બે-બે વિકેટ લીધી. આ દરમિયાન રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને એક-એક સફળતા મળી.

Advertisment

વાનિંદુ હસરંગાની ઘાતક બોલિંગને કારણે, રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને છ રનથી હરાવીને જીતનું ખાતું ખોલ્યું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ નિર્ધારિત ઓવરોમાં છ વિકેટે માત્ર 176 રન જ બનાવી શક્યું. તેમના માટે રુતુરાજ ગાયકવાડે સૌથી વધુ 63 રન બનાવ્યા.

રાજસ્થાનની શરૂઆત આંચકા સાથે થઈ. યશસ્વી જયસ્વાલ (4) ઇનિંગની પહેલી જ ઓવરમાં ખલીલ અહેમદના બોલ પર અશ્વિનના હાથે કેચ આઉટ થયો. જોકે, આ પછી મોરચો નીતિશ રાણાએ સંભાળી લીધો જે ત્રીજા નંબરે આવ્યા. તેણે ઓપનર સંજુ સેમસન સાથે બીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી અને ચેન્નાઈ સામે પાવરપ્લેમાં સૌથી વધુ સ્કોર કરનાર ત્રીજો ખેલાડી બન્યો. રાજસ્થાને પાવરપ્લેમાં 79/1 રન બનાવ્યા.

પોઈન્ટ ટેબલની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સ પહેલી બે મેચ હારી ગયું છે અને તેમનું ખાતું ખુલ્યું નથી અને તેઓ દસમા સ્થાને છે જ્યારે CSK 2 મેચમાં એક જીત અને એક હાર બાદ 2 પોઈન્ટ સાથે 8મા સ્થાને છે. ગુવાહાટીમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થવાની અપેક્ષા છે પરંતુ સીએસકેના બેટ્સમેનોએ વધુ જવાબદારી સાથે રમવાની જરૂર છે. હવે બધાની નજર ધોની કયા નંબર પર મેચ રમવા આવે છે તેના પર રહેશે કારણ કે છેલ્લી મેચમાં તે 9મા નંબર પર આવ્યો હતો.

Advertisment
  • Mar 30, 2025 23:35 IST

    RR vs CSK Live Score: રાજસ્થાનની 6 રને જીત

    વાનિંદુ હસરંગાની ઘાતક બોલિંગને કારણે, રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને છ રનથી હરાવીને જીતનું ખાતું ખોલ્યું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈ નિર્ધારિત ઓવરોમાં છ વિકેટે માત્ર 176 રન જ બનાવી શક્યું. તેમના માટે ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 63 રન બનાવ્યા.



  • Mar 30, 2025 23:08 IST

    RR vs CSK Live Score: ઋતુરાજ 63 રન બનાવીને આઉટ

    ઋતુરાજ ગાયકવાડ 63 રન બનાવીને આઉટ થયો. તેને વાનિન્દુ હસરંગાએ શિકાર બનાવ્યો. હવે મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા આવ્યો છે. ટીમને જીતવા માટે 25 બોલમાં 54 રનની જરૂર છે.



  • Mar 30, 2025 22:58 IST

    RR vs CSK Live Score: ઋતુરાજે 38 બોલમાં ફિફ્ટી ફટકારી

    ઋતુરાજ ગાયકવાડે 38 બોલમાં ફિફ્ટી ફટકારી છે. તે શાનદાર ફોર્મમાં દેખાય છે. રવિન્દ્ર જાડેજા તેની સાથે ક્રિઝ પર છે.



  • Mar 30, 2025 22:48 IST

    RR vs CSK Live Score: વિજય શંકર નવ રન બનાવીને આઉટ થયો

    હાલમાં ચેન્નઈનો ઈનિંગ ડગમગી ગઈ છે. પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા વિજય શંકર નવ રન બનાવીને આઉટ થયો. તેને વાનિન્દુ હસરંગાએ બોલ્ડ કર્યો. હવે રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો છે. ઋતુરાજ ગાયકવાડ તેનો સાથ આપવા માટે ક્રીઝ પર હાજર છે. 12 ઓવર પછી 93/4.



  • Mar 30, 2025 22:06 IST

    RR vs CSK Live Score: રાજસ્થાને CSK માટે 183 રનનો લક્ષ્યાંક રાખ્યો

    નીતિશ રાણાની અડધી સદીથી રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 183 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ગુવાહાટીમાં રમાઈ રહેલી આ મેચમાં રાજસ્થાને 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા છે. નીતિશ ઉપરાંત રાયન પરાગે 37 રન બનાવ્યા. ચેન્નાઈ તરફથી ખલીલ અહેમદ, નૂર અહેમદ અને મથીશા પથિરાનાએ બે-બે વિકેટ લીધી. આ દરમિયાન રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને એક-એક સફળતા મળી.

    રાજસ્થાનની શરૂઆત આંચકા સાથે થઈ. યશસ્વી જયસ્વાલ (4) ઇનિંગની પહેલી જ ઓવરમાં ખલીલ અહેમદના બોલ પર અશ્વિનના હાથે કેચ આઉટ થયો. જોકે, આ પછી મોરચો નીતિશ રાણાએ સંભાળી લીધો જે ત્રીજા નંબરે આવ્યા. તેણે ઓપનર સંજુ સેમસન સાથે બીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી અને ચેન્નાઈ સામે પાવરપ્લેમાં સૌથી વધુ સ્કોર કરનાર ત્રીજો ખેલાડી બન્યો. રાજસ્થાને પાવરપ્લેમાં 79/1 રન બનાવ્યા.



  • Mar 30, 2025 22:04 IST

    RR vs CSK Live Score: રચિન ખાતું ખોલાવ્યા વિના આઉટ

    રાજસ્થાન રોયલ્સને પહેલી જ ઓવરમાં શરૂઆતની સફળતા મળી. ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે ઓપનર રચિન રવિન્દ્રને આઉટ કરીને CSKને પહેલો ઝટકો આપ્યો છે. રચિન ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સીએસકેની શરૂઆત સારી નહોતી કારણ કે તેઓ પહેલી ઓવરમાં એક પણ રન બનાવી શક્યા ન હતા અને વિકેટ ગુમાવી દીધી હતી.



  • Mar 30, 2025 20:38 IST

    RR vs CSK Live Score: રાજસ્થાનની ચોથી વિકેટ પડી

    નૂર અહેમદે રાજસ્થાનને ચોથો ઝટકો આપ્યો. તેણે ધ્રુવ જુરેલને મથિશા પથિરાના દ્વારા કેચ કરાવ્યો. તે ફક્ત ત્રણ રન જ બનાવી શક્યો. હવે વાનિન્દુ હસરંગા રાયનનો સાથ આપવા આવ્યા છે.



  • Mar 30, 2025 20:36 IST

    નીતિશ રાણા 81 રન બનાવીને આઉટ

    શાનદાર ફોર્મમાં ચાલી રહેલા નીતિશ રાણા 36 બોલમાં 81 રન બનાવીને આઉટ થયો. તેને ધોનીએ સ્ટમ્પ આઉટ કર્યો. તેણે ત્રીજી વિકેટ માટે રિયાન પરાગ સાથે 38 રનની ભાગીદારી કરી. આ પહેલા તેણે સંજુ સેમસન સાથે 82 રનની ભાગીદારી કરી હતી. ધ્રુવ જુરેલ હવે બેટિંગ કરવા આવ્યો છે.



  • Mar 30, 2025 20:13 IST

    RR vs CSK Live Score: સંજુ સેમસન આઉટ

    રાજસ્થાનને બીજો ફટકો, 20 રન બનાવીને સંજુ સેમસન આઉટ; નૂર અહેમદને પહેલી સફળતા મળી.



  • Mar 30, 2025 20:04 IST

    RR vs CSK Live Score: નીતિશ રાણાએ ફિફ્ટી ફટકારી

    નીતિશ રાણા શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે. તેણે 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણે બીજી વિકેટ માટે સંજુ સેમસન સાથે 33 બોલમાં 75 રનની ભાગીદારી કરી છે. પાવરપ્લે પછી રાજસ્થાનનો સ્કોર 79/1 છે.



  • Mar 30, 2025 19:39 IST

    RR vs CSK Live Score: રાજસ્થાને પોતાની પહેલી વિકેટ ગુમાવી

    ખલીલ અહેમદે રાજસ્થાનને પહેલો ઝટકો આપ્યો. તેણે યશસ્વી જયસ્વાલને પોતાનો શિકાર બનાવ્યો. તે ફક્ત ચાર રન બનાવીને આઉટ થયો. નીતિશ રાણા ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો છે. સંજુ સેમસન તેનો સાથ આપવા માટે ક્રીઝ પર હાજર છે.



  • Mar 30, 2025 19:04 IST

    RR vs CSK Live Score: ચેન્નઇએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી

    ચેન્નઈની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે ત્યાં જ આજની મેચમાં રાજસ્થાનની ટીમ પ્રથમ બેટિંગ કરશે.



  • Mar 30, 2025 18:59 IST

    RR vs CSK Live Score: શું રાયનની કેપ્ટનશીપમાં રાજસ્થાન જીતશે?

    રિયાનની કેપ્ટનશીપ હેઠળ રાજસ્થાનની ટીમે પહેલી બે મેચ સતત હારી છે અને હવે તેના પર પોતાની ટીમને જીત અપાવવાનું દબાણ છે. મોટો પ્રશ્ન એ છે કે શું તે ચેન્નઈ સામે પોતાની ટીમને જીત અપાવી શકશે.



  • Mar 30, 2025 18:58 IST

    RR vs CSK Live Score: ચેન્નઈ સામે રાજસ્થાનની પરીક્ષા

    IPL 2025 ની પહેલી બે મેચ હારી ચૂકેલી રાજસ્થાન રોયલ્સ પોતાની પહેલી જીતની શોધમાં છે. રિયાન પરાગની કેપ્ટનશીપ હેઠળ આ ટીમ અત્યાર સુધી લયમાં આવી શકી નથી અને હવે આ ટીમની ચેન્નઈ સામે અગ્નિપરીક્ષા થશે. જોકે ચેન્નઈએ પણ ઘરઆંગણે RCB સામે તેની છેલ્લી મેચ હારી ગઈ હતી અને તે પણ વાપસી કરવાનો પ્રયાસ કરશે.



આઈપીએલ 2025 રાજસ્થાન રોયલ્સ chennai super kings Mahendra Singh Dhoni IPL