MI vs CSK Live Score: IPL 2025 ની 38મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ સિઝનમાં બંને ટીમો બીજી વખત આમને-સામને છે. મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં કોઈ ફેરફાર નથી. CSK ટીમમાં એક ફેરફાર થયો છે. રાહુલ ત્રિપાઠીની જગ્યાએ આયુષ મ્હાત્રેનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ થયો છે.
મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં મુંબઈની ટીમે ચેન્નઈને 9 વિકેટથી હરાવ્યું. મુંબઈ ટીમ તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 76 રન અને સૂર્યકુમાર યાદવે 68 રન બનાવ્યા છે. ચેન્નઇ ટીમ તરફથી રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી.
મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં ચેનનાઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા અને મુંબઈને 177 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચેન્નઈ તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 53 રન, શિવમ દુબેએ 50 રન અને આયુષ મ્હાત્રેએ 32 રન બનાવ્યા છે. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 2 વિકેટ, મિશેલ સેન્ટનર, અશ્વિની કુમાર અને દીપક ચહરે 1-1 વિકેટ ઝડપી હતી.





