આઈપીએલ 2025

આઈપીએલ 2025 પોઈન્ટ ટેબલ

આઈપીએલ 2025 પોઈન્ટ ટેબલ

IPL 2025 પોઈન્ટ ટેબલ તમે અહીં જોઈ શકો છો. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આઈપીએલ પોઈન્ટ ટેબલ દ્વારા તમે તમામ ટીમ કેટલી મેચ જીતી છે, કેટલા પોઈન્ટ મેળવ્યા છે અને પોઈન્ટ ટેબલમાં કયા સ્થાન પર છે એ સહિત તમામ વિગતો જાણી શકશો. આ સિવાય તમે કઈ ટીમે સૌથી વધુ મેચ જીતી, કઈ ટીમ સૌથી વધુ મેચ હારી, કઈ ટીમ નો નેટ રન રેટ વધુ સારો છે તેની માહિતી પણ મેળવી શકો છો. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોઈન્ટ ટેબલ નું ઘણું મહત્વ છે. તે ટૂર્નામેન્ટની 10 ટીમો વચ્ચે સ્પર્ધા ને દર્શાવે છે. પોઈન્ટ ટેબલ દ્વારા જ જાણી શકાય છે કે કઈ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થશે. IPL પોઈન્ટ ટેબલ લીગ તબક્કામાં દરેક ટીમના પ્રદર્શનને ટ્રેક કરે છે. દરેક ટીમ 14 મેચ રમશે. દરેક મેચની જીત માટે બે પોઈન્ટ આપવામાં આવે છે. હારનાર ટીમને કોઈ પોઈન્ટ મળતા નથી. જો મેચ રદ થાય તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળે છે. નેટ રન રેટ પોઈન્ટ ટેબલ નો મહત્વનો ભાગ છે. IPL પોઈન્ટ ટેબલમાં ટોપ-4 ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થાય છે. જો બે ટીમોના સરખા પોઈન્ટ હોય તો નેટ રન રેટ ના આધારે નક્કી કરવામાં આવે છે. જે ટીમનો નેટ રન રેટ સારો હોય તે પોતાની સાથે સરખા પોઈન્ટ ધરાવતી ટીમ કરતા ઉપરના સ્થાને રહે છે. પ્લેઓફ માટે ક્વોલિફાય થયેલી ચાર ટીમો વચ્ચે સેમિફાઇનલ અને ફાઈનલ મેચ રમાય છે.

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ