IPL 2025 Final: જે ક્ષણની રાહ જોવાઈ રહી હતી તે આવી ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સની ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025 ફાઇનલ રમવા માટે સામ-સામે છે. ટોસ પહેલા અમદાવાદમાં સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં ભારતના ઘણા જાણીતા સિંગરોએ પોતાના ગીતોથી દર્શકોનું મનોરંજન કર્યું હતું. સમાપન સમારોહમાં ભારતીય સેનાને ટ્રિબ્યૂટ આપવામાં આવ્યું હતું. BCCI તરફથી ભારતીય સશસ્ત્ર દળો દ્વારા આ ટ્રિબ્યૂટ મળ્યું છે. જેની ચર્ચા હવે ચારેબાજુ થઈ રહી છે.
ભારતીય સેનાને મળ્યું ટ્રિબ્યૂટ
મેચ શરૂ થાય તે પહેલાં અમદાવાદનું સ્ટેડિયમ દેશભક્તિના ગીતોથી ઝુમી ઉઠ્યું હતું. ભારતીય સેનાને ટ્રિબ્યૂટ આપવા માટે, ડાન્સ અને ગાયકોએ આખા સ્ટેડિયમને પોતાના અવાજોથી બાંઘી લીધુ હતું. દેશના જાણીતા સિંગર શંકર મહાદેવને દેશભક્તિનું ગીત ગાયું હતું. તેમની સાથે ઘણા ગાયકો પણ ગાતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત આખું મેદાન ‘ભારત માતા કી જય’ ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. હજારો ચાહકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા છે.
પંજાબ કિંગ્સે ટોસ જીત્યો
મેચ શરૂ થાય તે પહેલાં બંને ટીમોના કેપ્ટન મેદાનમાં આવ્યા. આજે ટોસ પંજાબ કિંગ્સના પક્ષમાં પડ્યો. શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આરસીબી પહેલા બેટિંગ કરશે. ફાઇનલ બંને ટીમો માટે ખાસ છે. કારણ કે પંજાબ અને આરસીબી પોતાની પહેલી ટ્રોફી શોધી રહ્યા છે.
પંજાબ કિંગ્સ (પ્લેઇંગ ઇલેવન): પ્રિયાંશ આર્ય, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐય્યર (વિકેટકીપર), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, કાયલ જેમીસન, વિજયકુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (પ્લેઇંગ ઇલેવન): ફિલિપ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ.