Shreyas Iyar Most expensive player IPL 2025: શ્રેયસ અય્યર આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. આ પહેલા મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી હતો. ગત વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યાં જ પંજાબે આજની હરાજીમાં શ્રેયસ અય્યરને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
આમ શ્રેયસ અય્યરે ઇતિહાસ રચી દીધો છે. તે આઈપીએલમાં સૌથી મોંઘો ભારતીય ખેલાડી બની ગયો છે. શરૂમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સે તેને લઈ રસ દેખાડ્યો હતો. ત્યાં જ 7 કરોડ બાદ દિલ્હી કેપિટલ્સે પણ તેનામાં રસ દાખવ્યો હતો. જે બાદ દિલ્હી અને પંજાબમાં જોરદાર રસાકસી જોવા મળી હતી. જે બાદ બોલી 20 કરોડને પાર પહોંચી ગઈ હતી. જોકે છેલ્લે પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યરને 26.75 કરોડમાં ખરીદી લીધો હતો.
પંજાબે તાજેતરમાં રિકી પોન્ટિંગને કોચ તરીકે નિયુક્ત કર્યા છે. શ્રેયસને ખરીદવામાં પોન્ટિંગે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. શ્રેયસે પોન્ટિંગના કોચિંગ હેઠળ 2019 અને 2020માં દિલ્હીની કેપ્ટનશિપ કરી હતી. 2020માં પોન્ટિંગના કોચિંગ અને શ્રેયસની કેપ્ટનશિપ હેઠળ દિલ્હીની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. હવે બંને પંજાબની ટીમમાં જોવા મળશે.
આ પણ વાંચો: IPL 2025 હરાજી લાઇવ અપડેટ જાણો
E
અય્યર ભારત માટે તમામ ફોર્મેટમાં રમ્યો છે. તેણે મોટાભાગે વન-ડે ક્રિકેટમાં તેની યોગ્યતા સાબિત કરી છે, જ્યાં તેની સરેરાશ 47 છે. તેણે 57 વન-ડે મેચોમાં પાંચ સદી અને 18 અડધી સદી ફટકારી છે. ભારત માટે 51 ટી-20 મેચોમાં અય્યરે 30.66 ની એવરેજ અને 136 થી વધુના સ્ટ્રાઈક રેટથી 1,104 રન બનાવ્યા છે, જેમાં આઠ અડધી સદી અને 74*નો શ્રેષ્ઠ સ્કોર છે.
આજે 84 ખેલાડીઓ પર બિડિંગ થશે
મેગા ઓક્શનમાં આજે 84 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે, જેમાં શ્રેયસ અય્યર, રિષભ પંત અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓના નામ સામેલ છે.
હરાજીમાં સૌથી મોટી ઉમરનો ક્રિકેટર કોણ છે?
IPL 2025 મેગા ઓક્શનમાં સૌથી મોટી ઉંમરનો ક્રિકેટર ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન છે, જેની ઉંમર 42 વર્ષ છે.





