scorecardresearch

જસપ્રીત બુમરાહે ટેસ્ટ અને લિમિટેડ ઓવર્સમાંથી કોઇ એકની પસંદગી કરવી પડશે, નહીંતર ખતમ થઇ જશે કારકિર્દી – ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલરની ચેતવણી

Jasprit Bumrah News: જેફ થોમસને કહ્યું – હાલ ઘણું ક્રિકેટ રમાઇ રહ્યું છે. ખેલાડી આખું વર્ષ રમે છે, અમે આવું કર્યું ન હતું. અમે એક સિઝનમાં રમતા હતા

જસપ્રીત બુમરાહે ટેસ્ટ અને લિમિટેડ ઓવર્સમાંથી કોઇ એકની પસંદગી કરવી પડશે, નહીંતર ખતમ થઇ જશે કારકિર્દી – ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલરની ચેતવણી
જસપ્રીત બુમરાહ (તસવીર – જસપ્રીત બુમરાહ ટ્વિટર)

Jasprit Bumrah News: ટીમ ઇન્ડિયાનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઇજાને કારણે છેલ્લા છ મહિનાથી ક્રિકેટના મેદાનની દૂર છે. પીઠની ઇજાને કારણે તે 2022માં એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપમાં રમી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બોલર જેફ થોમસને કહ્યું કે બુમરાહે પોતાની કારકિર્દી લાંબી કરવા માટે ટેસ્ટ ક્રિકેટ કે લિમિટેડ ઓવર્સની ક્રિકેટમાંથી કોઇ એકની પસંદગી કરવી પડી શકે છે.

રેવસ્પોર્ટ્સના મતે જેફ થોમસને કહ્યું કે ઘણું ક્રિકેટ રમાઇ રહ્યું છે. ખેલાડી આખું વર્ષ રમે છે, અમે આવું કર્યું ન હતું. અમે એક સિઝનમાં રમતા હતા, ગરમીના મોસમમાં. ક્યારેક-ક્યારેક શિયાળામાં ઇંગ્લેન્ડ જતા હતા. આ લાંબો પ્રવાસ રહેતો હતો, સાડા ચાર મહિનાનો. સામાન્ય રીતે અમે ફક્ત ગરમીમાં રમતા હતા.

જેફ થોમસને કહ્યું કે હવે તમે આવું કરી શકશો નહીં. તમારે હંમેશા રમવા માટે તૈયાર રહેવું પડશે. આ કારણે આજે બેકઅપ બોલર હોય છે અને ખેલાડી આરામ કરે છે. અમારા સમયમાં અમને આરામ મળતો ન હતો. જો તમે આરામ કરો છો તો કોઇ બીજો અમારું સ્થાન લઇ લેશે. હવે 12 મહિના રમવું પડે છે જેથી ખેલાડીઓને આરામ લેવો પડે છે.

આ પણ વાંચો – આર અશ્વિન કે રવિન્દ્ર જાડેજા નહીં આ બોલરથી ડરી રહ્યું છે ઓસ્ટ્રેલિયા, ફૂટેજ જોઇને કરી રહ્યું છે તૈયારી

જસપ્રીત બુમરાહે લેવો પડશે નિર્ણય

જેફ થોમસને જસપ્રીત બુમરાહને લઇને કહ્યું કે બુમરાહે નિર્ણય લેવો પડશે કે તે કયા ફોર્મેટમાં રમવા માંગે છે. લિમિટેડ ઓવર્સ, ટેસ્ટ મેચ કે બન્નેમાં. જો હું હાલ રમી રહ્યો હોત તો મારા માટે ટેસ્ટ મેચ રમવી ઘણી મુશ્કેલ હોત. તમને નાના ફોર્મેટમાં એટલા પૈસા મળે છે. અમારે અમારા સમયમાં પૈસા વિશે વિચાર કરવો પડતો હતો કારણ કે પૈસા ન હતા. હવે આ ઘણો મોટો વ્યવસાય છે.

Web Title: Jeff thomson says jasprit bumrah has to decide what he wants to play short formats or tests

Best of Express