VIDEO: મહિલા વિશ્વ કપ 2025 જીત્યા પછી જેમીમા રોડ્રિગ્સે સુનીલ ગાવસ્કરને તેમનું વચન યાદ કરાવ્યું, કહ્યું- સર, માઈક તૈયાર રાખો

Jemimah Rodrigues Gavaskar song: જેમીમા રોડ્રિગ્સે પોતાની પોસ્ટમાં એક વીડિયો પણ શેર કર્યો જેમાં સુનીલ ગાવસ્કર ભારતીય મહિલા ટીમના વર્લ્ડ કપ જીત્યા પછી તેની સાથે ગાવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

Written by Rakesh Parmar
November 04, 2025 20:37 IST
VIDEO: મહિલા વિશ્વ કપ 2025 જીત્યા પછી જેમીમા રોડ્રિગ્સે સુનીલ ગાવસ્કરને તેમનું વચન યાદ કરાવ્યું, કહ્યું- સર, માઈક તૈયાર રાખો
જેમીમા રોડ્રિગ્સે પોતાની પોસ્ટમાં એક વીડિયો પણ શેર કર્યો છે. (તસવીર: સોશિયલ મીડિયા)

ભારતની સ્ટાર ક્રિકેટર જેમીમા રોડ્રિગ્સે 2025 મહિલા વર્લ્ડ કપ જીત્યા પછી મહાન સુનીલ ગાવસ્કરને તેમના વચનની યાદ અપાવી છે. 4 નવેમ્બર 2025 ના રોજ જેમીમા રોડ્રિગ્સે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં ત્રણ વીડિયોનો સામેલ છે. જેના કેપ્શનમાં જેમીમા રોડ્રિગ્સે લખ્યું, “નમસ્તે સુનીલ ગાવસ્કર સર! મને આશા છે કે તમને તમારું વચન યાદ હશે? હું તૈયાર છું!! હું તમારી સાથે ગાવા માટે રાહ જોઈ શકતી નથી, સર.”

સાહેબ હું મારા ગિટાર સાથે તૈયાર છું: જેમીમા

વીડિયોમાં જેમીમા કહે છે, “નમસ્તે સુનીલ ગાવસ્કર સર. મેં તમારો મેસેજ જોયો અને તમે કહ્યું કે જો ભારત વર્લ્ડ કપ જીતે છે તો આપણે સાથે ગાઈશું, તેથી હું મારા ગિટાર સાથે તૈયાર છું. મને આશા છે કે તમે તમારા માઈક સાથે પણ તૈયાર હશો. તમારો ખૂબ ખૂબ પ્રેમ, સાહેબ. દરેક વસ્તુ માટે ખૂબ ખૂબ આભાર”.

જેમીમા રોડ્રિગ્સે પોતાની પોસ્ટમાં એક વીડિયો પણ શેર કર્યો જેમાં સુનીલ ગાવસ્કર ભારતીય મહિલા ટીમના વર્લ્ડ કપ જીત્યા પછી તેની સાથે ગાવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. જેમીમાએ બીજો એક વીડિયો પણ શેર કર્યો જેમાં તે અને સુનીલ ગાવસ્કર સાથે ગાતા જોવા મળે છે.

જેમીમાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

વનડે વર્લ્ડ કપ ચેમ્પિયન જેમીમા રોડ્રિગ્ઝની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાહકો આ અનોખા સહયોગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સ્ટાર સ્પોર્ટ્સે પણ જેમીમાની પોસ્ટ પર ટિપ્પણી કરતા લખ્યું, “જુનિયર જેમી સની જી સાથે, રાહ જોઈ શકતી નથી.” નોંધનીય છે કે મહિલા વર્લ્ડ કપ જીત્યા પછી ભારતીય ટીમનો ઉત્સાહ ચરમસીમાએ છે, અને આવી સુંદર ક્ષણો ચાહકોના દિલ જીતી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ