/indian-express-gujarati/media/media_files/2026/01/06/kapil-dev-1983-world-cup-trophy-at-lords-balcony-2026-01-06-12-02-37.jpg)
1983 નો એ ઐતિહાસિક વિજય: કપિલ દેવ અને ભારતનું ગૌરવ Photograph: (BCCI X)
Happy Birthday Kapil Dev: લોર્ડ્સની બાલ્કનીમાં કપિલ દેવ હાથમાં વિશ્વ કપની ટ્રોફી ઉઠાવી ઉભા હતા એ વર્ષ 1983 ની એ પળ દરેક ભારતીયો માટે ક્યારેય ભૂલાય એવી નથી. આ સાથે જ જાણે ભારતીય ક્રિકેટનું નસીબ બદલાઇ ગયું. ભારતને ક્રિકેટ રમતાં શીખવનાર 'હરિયાણા હરિકેન' કપિલ દેવ આજે 6 જાન્યુઆરીએ એમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 1983 વર્લ્ડ કપની ઐતિહાસિક પળ સહિત તેમના જીવનની અજાણી વાતો, રેકોર્ડ્સ વિશે જાણીએ.
કપિલ દેવ જન્મ, પરિવાર
ચંદીગઢના સામાન્ય પરિવારમાં 6 જાન્યુઆરી 1959 ના રોજ કપિલ દેવનો જન્મ થયો હતો. તેમની માતાનું નામ રાજ કુમારી લાજવંતી અને પિતાનું નામ રામ લાલ નિખંજ છે. કપિલ દેવે 1980 માં રોમી ભાટિયા સાથે લગ્ન કર્યા હતા અને તેમને અમિયા દેવ નામની પુત્રી છે. કપિલ દેવ ધ હરિયાણા હુરિકેન, કપિલ પાજી અને કપ્પ જેવા હુલામણા નામથી ઓળખાય છે.
કપિલ દેવ એક મહાન ઓલરાઉન્ડર
વર્ષ 2002 માં વિઝડને કપિલ દેવને સદીના ભારતીય ક્રિકેટર (Indian Cricketer of the Century) તરીકે ઓળખાવ્યા. ભારતને પ્રથમ વિશ્વ કપ અપાવનાર કપિલ દેવ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને એક મહાન ઓલરાઉન્ડર છે. તેમણે ક્રિકેટ જગતમાં પોતાની અલગ છાપ છોડી છે. તેમણે ટેસ્ટમાં 434 વિકેટ અને વન ડેમાં 253 વિકેટ ઝડપી છે. સાથે 175 અણનમ ઇનિંગ રમવાનો રેકોર્ડ પણ ધરાવે છે.
3⃣5⃣6⃣ Intl matches
— BCCI (@BCCI) January 6, 2026
9⃣0⃣3⃣8⃣ Intl runs
6⃣8⃣7⃣ Intl wickets
Winning captain of 1⃣9⃣8⃣3⃣ Cricket World Cup 🏆
Here's wishing the legendary Kapil Dev, a very Happy Birthday 🥳🎂#TeamIndia | @therealkapildevpic.twitter.com/mFh62sEUg4
1983 વિશ્વ કપ: હારની બાજી જીતી બતાવી
1983 ના વર્લ્ડ કપ પહેલા ભારતને કોઈ દાવેદાર માનતું નહોતું. પરંતુ કપિલ દેવની કપ્તાની હેઠળ ઝિમ્બાબ્વે સામે રમાયેલી એ ઐતિહાસિક મેચ આજે પણ ક્રિકેટ પ્રેમીઓના રૂંવાડા ઉભા કરી દે છે.
ઐતિહાસિક ઇનિંગ: જ્યારે ભારતની 17 રનમાં 5 વિકેટ પડી ગઈ હતી, ત્યારે કપિલ દેવે અણનમ રહી 138 બોલમાં 175 રન ફટકારીને આખી મેચ પલટી નાખી હતી.
ધ ગ્રેટ કેચ: ફાઇનલમાં વિવિયન રિચર્ડ્સનો પાછળ દોડીને પકડેલો કેચ આજે પણ ક્રિકેટ ઇતિહાસનો શ્રેષ્ઠ કેચ માનવામાં આવે છે.
કપિલ દેવ કરિયર આંકડા
કપિલ દેવ એક એવા ઓલરાઉન્ડર હતા જેમના આંકડા આજે પણ આજના ક્રિકેટરો માટે એક સ્વપ્ન સમાન છે. કપિલ પાજીના અતૂટ રેકોર્ડ્સ જે આજે પણ ગર્વ અપાવે છે.
400 વિકેટ અને 5000 રન: ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 400 થી વધુ વિકેટ અને 5,000 થી વધુ રન બનાવનાર કપિલ દેવ વિશ્વના એકમાત્ર ઓલરાઉન્ડર છે.
ક્યારેય રન-આઉટ નહીં: આશ્ચર્યજનક વાત એ છે કે પોતાની 131 ટેસ્ટ મેચની લાંબી કારકિર્દીમાં કપિલ દેવ ક્યારેય રન-આઉટ થયા નહોતા.
સૌથી યુવા કેપ્ટન: 1983 માં જ્યારે ભારતે વર્લ્ડ કપ જીત્યો ત્યારે કપિલ દેવની ઉંમર માત્ર 24 વર્ષ હતી. તે વર્લ્ડ કપ જીતનાર સૌથી યુવા કેપ્ટન હતા.
વ્યક્તિગત જીવન અને સન્માન
પદ્મ ભૂષણ
ભારત સરકાર દ્વારા 1991 માં કપિલ દેવને દેશના પ્રતિષ્ઠિત એવોર્ડ પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
ભારતીય સદીના ક્રિકેટર
વિઝડન ઇન્ડિયન ક્રિકેટર ઓફ ધ સેન્ચુરી: 2002 માં તેમને સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરને પાછળ છોડીને આ સન્માન મળ્યું હતું.
નિવૃત્તિ પછીની સફર
કપિલ દેવ 1994 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ ગોલ્ફના મેદાનમાં અને કોમેન્ટ્રી બોક્સમાં સક્રિય છે.
કપિલ દેવ પર ફિલ્મ
કપિલ દેવના જીવન પર ફિલ્મ પણ બની છે. જેનું નામ 83 છે. 1983 વર્લ્ડ કપ પર આધારિત આ ફિલ્મ જોતાં ફરી એકવાર એ પળો તાજી થઇ જાય છે. આ ફિલ્મમાં રણવીર સિંહે કપિલ દેવની ભૂમિકા ભજવી છે અને દીપિકા પાદુકોણ રોમી ભાટિયાના રોલમાં છે.
ભારતીય ક્રિકેટ ટીમનો વર્ષ 2026 સંપૂર્ણ કાર્યક્રમ
કપિલ દેવ વિશે જાણવા જેવા FAQ
કપિલ દેવની છેલ્લી ટેસ્ટ મેચ કઈ હતી?
કપિલ દેવે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 1994 માં ન્યુઝીલેન્ડ સામે હેમિલ્ટન ખાતે રમી હતી.
શું કપિલ દેવ ભારતીય ટીમના કોચ રહી ચૂક્યા છે?
હા, તેઓ 1999 થી 2000 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદે રહ્યા હતા.
કપિલ દેવને 'હરિયાણા હરિકેન' કેમ કહેવામાં આવે છે?
તેમની અદભૂત ઝડપી બોલિંગ અને હરિયાણા સાથેના જોડાણને કારણે તેમને આ હુલામણું નામ આપવામાં આવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us