scorecardresearch

Lionel Messi Car Collection: લિયોનેલ મેસ્સી કાર કલેક્શન, બીજા નંબરનો સૌથી વધુ કમાણી કરનાર ફૂટબોલર

Lionel Messi Car Collection : લિયોનેલ મેસ્સી (Lionel Messi) કારનો શોખિન છે, તેની પાસે મોંઘી કારનું કલેક્શન (Car Collection) છે, તમને જણાવી દઈએ કે, ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) માં મેસ્સીની આર્જેન્ટિના (Argentina) ટીમે ફ્રાંસ (France) ને 4-2થી હરાવ્યું.

લિયોનેલ મેસ્સી કાર કલેક્શન - Lionel Messi Car Collection
લિયોનેલ મેસ્સી કાર કલેક્શન

કતાર (Qatar) ના લુસેલ સ્ટેડિયમ (Lusail Stadium)માં રમાયેલી ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup)ની ફાઇનલ મેચની ચર્ચા દરેક જગ્યાએ છે. આર્જેન્ટિના (Argentina) એ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસ (France) ને 4-2થી હરાવ્યું. આ જીત સાથે, આર્જેન્ટિના ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું અને લિયોનેલ મેસી (Lionel Messi) એ ફિફા વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડી. મેસ્સીએ મેદાનમાં જે અજોડ કૌશલ્ય બતાવ્યું છે તેના માટે મીડિયા અને સોશિયલ મીડિયા તેના વખાણ કરી રહ્યાં છે.

તો, ટૂર્નામેન્ટ સમાપ્ત થયા પછી, મેસ્સીના અંગત જીવન વિશે પણ ઘણી વાતો થઈ રહી છે. ફોર્બ્સ અનુસાર, મેસ્સી બીજા નંબરનો સૌથી વધુ કમાણી કરનાર ફૂટબોલર છે. કિલિયન એમ્બાપ્પે નંબર વન પર છે. 35 વર્ષીય મેસ્સી વાહનોનો શોખીન છે. ચાલો જાણીએ કે તેમના કલેક્શનમાં કયા મોંઘા વાહનો સામેલ છે.

ફેરારી F430 સ્પાઈડર (Ferrari F430 Spider)

ફેરારી F430 સ્પાઈડર ફૂટબોલ ખેલાડીઓમાં ખૂબ લોકપ્રિય છે. આ કાર 4.3-લિટર V8 એન્જિન દ્વારા સંચાલિત છે, જે 476 bhp મહત્તમ પાવર અને 465 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. કારની ટોપ સ્પીડ 311 kmph છે. આ કાર માત્ર 4.1 સેકન્ડમાં 0-100 kmphની ઝડપ પકડી શકે છે. આ ઇટાલિયન સુપરકારની કિંમત 2.10 કરોડ રૂપિયા છે.

પગાની જોંડા ટ્રાઈકલર (Pagani Zonda Tricolore)

આ એક ઈટાલિયન સ્પોર્ટ્સ કાર પણ છે. તેમાં 7.3 લિટર V12 એન્જિન છે જે 651 bhp અને 779 Nm પીક ટોર્ક બનાવે છે. આ કારની કિંમત લગભગ $2 મિલિયન (રૂ. 16.5 કરોડ) છે.

માસેરાતી ગ્રાન્ટુરિઝમો એમસી સ્ટ્રાડેલ (Maserati Granturismo MC Stradale)

આ એક સુપરકાર છે, જેમાં 4.7 લીટરનું V8 એન્જિન છે. આ એન્જિન 444 bhpનો મહત્તમ પાવર અને 510 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું ટ્રાન્સમિશન સંપૂર્ણપણે ઓટોમેટિક છે. આ કારની ટોપ સ્પીડ 289 કિલોમીટર પ્રતિ કલાક છે. આ કાર 4.9 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ કારની શરૂઆતી કિંમત 2.51 કરોડ રૂપિયા છે.

મર્સિડીઝ એસએલએસ એએમજી (Mercedes SLS AMG)

મેસ્સીને આ કાર ઇનામ તરીકે મળી છે. મર્સિડીઝ SLS AMG ની ડિઝાઇન કૂપે આધારિત છે. આ કારમાં 6.2 લીટર પેટ્રોલ એન્જિન ઉપલબ્ધ છે. આ એન્જિન 563 bhpનો પાવર અને 650 Nmનો પીક ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારનું ટ્રાન્સમિશન ઓટોમેટિક છે. મર્સિડીઝ SLS AMG ટોપ સ્પીડ 317 kmph છે. આ મેસ્સીની સૌથી સુંદર કારમાંથી એક છે. આ કારની શરૂઆતી કિંમત 2.54 કરોડ રૂપિયા છે.

રેન્જ રોવર (Range Rover models – Vogue and Sport)

મેસી પાસે રેન્જ રોવરના બે વેરિઅન્ટ છે. પહેલું વેરિઅન્ટ Vogue છે અને બીજું Sport છે, જે કંપની દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ લક્ઝરી SUVમાં 3.0 લિટર ડીઝલ એન્જિન છે. આ એન્જિન 345 bhp પાવર અને 700 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. રેન્જ રોવર ટોપ સ્પીડ 234 kmph છે. આ SUV 5.9 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

આ પણ વાંચોફિફા વર્લ્ડ કપ: એક પણ મેચ ન જીતનારી ટીમ પણ ક્રિકેટ વર્લ્ડ કપની કુલ રકમ કરતા 64 ટકા વધારે રૂપિયા લઈ ગઈ, કઈ ટીમને કેટલા મળ્યા?

રેન્જ રોવર વોગના એન્જિનની વાત કરીએ તો તેમાં 3.0 લિટર ડીઝલ એન્જિન છે. આ એન્જિન 394 bhpનો પાવર અને 550 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેની ટોપ સ્પીડ 225 કિલોમીટર પ્રતિ કલાક છે. આ કાર 6.5 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરી શકે છે.

Web Title: Lionel messi car collection fifa world cup win argentina

Best of Express