Top-10 Most Expensive players in IPL: આઈપીએલ 2025ની મેગા ઓક્શનમાં શ્રેયસ અય્યર પર 26.75 કરોડ રૂપિયાની બોલી લાગી હતી. તેને પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો. તે આ ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. તે IPL ઓક્શન ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે, પરંતુ રિષભ પંતે તેનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. શ્રેયસે મિચેલ સ્ટાર્કને પાછળ છોડી દીધો જેને ગયા વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે રિષભ પંતે શ્રેયસ અય્યરને પણ પાછળ છોડી દીધો છે.
IPL 2025 મેગા ઓક્શનની શરૂઆતમાં 12 માર્કી ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી. આ વખતે માર્કી ખેલાડીઓની યાદીમાં સાત ભારતીય અને પાંચ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓ ક્રિકેટ જગતમાં ખૂબ જ લોકપ્રિય છે, તેઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં ટી-20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. બધાની નજર રિષભ પંત પર હતી. પંતને હરાજી પહેલા દિલ્હી કેપિટલ્સ ટીમે રિલીઝ કર્યો હતો. તેના પર મોટી બોલી લગાવવામાં આવશે તે નિશ્ચિત હતું અને એવું જ થયું. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 2016 બાદ પહેલીવાર પંત દિલ્હી સિવાય અન્ય ટીમ તરફથી રમતો જોવા મળશે. પંત તાજેતરમાં શાનદાર ફોર્મમાં છે. તેણે ગયા વર્ષે કાર અકસ્માત બાદ પરત ફર્યા બાદ ઘણા રન બનાવ્યા હતા. લખનૌની ટીમ તેને કેપ્ટન બનાવી શકે છે.
આ પણ વાંચો: પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યર પર કર્યો રૂપિયાનો વરસાદ
આ રીતે પંત IPL ઈતિહાસમાં સૌથી વધુ કિંમતે વેચાયેલો ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે શ્રેયસ અય્યરને પાછળ છોડી દીધો છે જે થોડા સમય પહેલા 26.75 કરોડ રૂપિયામાં વેચાયો હતો. શરૂઆતમાં રિષભ પંત માટે લખનૌ અને આરસીબી વચ્ચે જંગ હતી. પંત રૂ. 2 કરોડની મૂળ કિંમત સાથે હરાજીમાં ઉતર્યો હતો અને થોડા જ સમયમાં તેની કિંમત રૂ. 10 કરોડને પાર કરી ગઈ હતી. આ દરમિયાન હૈદરાબાદ પણ આ રેસમાં જોડાયું, પરંતુ લખનૌએ પણ હાર ન માની અને તેને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ત્યાં જ જો આપણે આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ટોપ-10 ખેલાડીઓની વાત કરીએ તો આ લિસ્ટમાં રિષભ પંતથી લઈ યુવરાજ સિંહનું નામ પણ સામેલ છે. જેમાં 6 વિદેશી ખેલાડીઓ અને 4 ભારતીય ખેલાડીઓના નામ સામેલ છે.
આઈપીએલ ઈતિહાસના ટોપ-10 મોંઘા ખેલાડીઓ – Top 10 most expensive players in IPL history
- રિષભ પંત (ભારત): રૂ. 27 કરોડ (LSG, 2025)
- શ્રેયસ ઐયર (ભારત): રૂ. 26.75 કરોડ (PBKS, 2025)
- મિચેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા): રૂ 24.75 કરોડ (KKR, 2024)
- પૈટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા): રૂ. 20.50 કરોડ (SRH, 2024)
- સેમ કરન (ઇંગ્લેન્ડ): રૂ. 18.50 કરોડ (PBKS, 2023)
- અર્શદીપ સિંહ (ભારત): રૂ. 18 કરોડ (PBKS, 2024)
- કેમેરોન ગ્રીન (ઓસ્ટ્રેલિયા): રૂ. 17.50 કરોડ (MI, 2023)
- બેન સ્ટોક્સ (ઇંગ્લેન્ડ): રૂ. 16.25 કરોડ (CSK, 2023)
- ક્રિસ મોરિસ (દક્ષિણ આફ્રિકા): રૂ. 16.25 કરોડ (RR, 2021)
- યુવરાજ સિંહ (ભારત): રૂ. 16 કરોડ (DC, 2015)





