ક્રિકેટના નિયમોમાં 73 ફેરફાર : વિકેટકિપરની પોઝિશન, ટેસ્ટ મેચની અંતિમ ઓવર સહિત ઘણા નિયમ બદલાયા

mcc changed 73 cricket rules : મેરીલેબોન ક્રિકેટ કલબ (એમસીસી)એ કુલ 73 નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે. આ તમામ નવા નિયમો 1 ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે.

mcc changed 73 cricket rules : મેરીલેબોન ક્રિકેટ કલબ (એમસીસી)એ કુલ 73 નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે. આ તમામ નવા નિયમો 1 ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે.

author-image
Ashish Goyal
New Update
boundary line catch

મેરીલેબોન ક્રિકેટ કલબ (એમસીસી)એ બાઉન્ડ્રી પર લેવામાં આવેલા કેચ સહિત ઘણા નિયમમાં ફેરફાર કર્યા છે Photograph: (X)

mcc changed 73 cricket rules : મેરીલેબોન ક્રિકેટ કલબ (એમસીસી)એ ક્રિકેટના નિયમોમાં અનેક ફેરફારોની જાહેરાત કરી છે. એમસીસીએ કુલ 73 નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે, જેમાં ટેસ્ટ મેચમાં છેલ્લી ઓવર દરમિયાન વિકેટ પડે તો ફુલ ઓવર રમવી ફરજિયાત કરવાનો સમાવેશ થાય છે. આ સિવાય બાઉન્ડ્રી પર લેવામાં આવેલા કેચ, વિકેટકીપરની સ્થિતિ વગેરે જેવા ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ તમામ નવા નિયમો 1 ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે.

Advertisment

ટેસ્ટ મેચની છેલ્લી ઓવરનો નિયમ બદલી નાખવામાં આવ્યો

એમસીસીએ તેની વેબસાઈટ પર કહ્યું છે કે ટેસ્ટ મેચોમાં દિવસની આખરી ઓવર હવે કોઈ પણ સંજોગોમાં પુરી કરવામાં આવશે. એમસીસીના જણાવ્યા અનુસાર આવું ન કરવાથી રમતનો રોમાંચ ઘટે છે. એમસીસીએ કહ્યું કે જો બોલિંગ ટીમ દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ લે છે તો બેટિંગ ટીમને નવા બેટ્સમેનને મોકલવાની જરૂર નથી તે અન્યાયી માનવામાં આવતું હતું. 

તે જ સમયે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેનાથી સમયની પણ બચત થતી નથી કારણ કે બાકીના બોલને બીજા દિવસે પૂર્ણ કરવા પડે છે. તેનાથી રમતમાં રોમાંચ ઘટે છે. નવો બેટ્સમેન મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બચી જાય છે. કારણ કે સામાન્ય રીતે તે સમયે બોલરો માટે પરિસ્થિતિ અનુકૂળ હોય છે. નવા નિયમ હેઠળ જો પરિસ્થિતિ અનુકૂળ રહેશે તો અંતિમ ઓવર પૂરી કરવામાં આવશે, પછી ભલે તે દરમિયાન વિકેટ પડી જાય. 

વિકેટકીપર સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર

વિકેટકીપરને લગતા નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે જો વિકેટકિપર બોલ ફેંકાય તે પહેલા સ્ટમ્પની બરોબરી કે આગળ ઊભો રહે તો તેને નો બોલ માનવામાં આવશે નહીં. એમસીસીએ કહ્યું કે જ્યાં સુધી બોલ બેટ્સમેનની વિકેટને ક્રોસ ન કરે અથવા બેટ કે બોડી સાથે સંપર્ક ન કરે ત્યાં સુધી વિકેટકિપર હજુ પણ સ્ટમ્પની સામે બોલને કેચ પકડવા માટે આવી શકતો નથી, પણ હવે નિયમ એવો છે કે બોલ રિલીઝ થયા બાદ જ વિકેટકિપરે પુરી રીતે સ્ટમ્પની પાછળ રહેવું પડશે. 

Advertisment

આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : PCB થશે કંગાળ, ભારત-પાકિસ્તાન મેચ નહીં થાય તો કોને કેટલું નુકસાન થશે?

બાઉન્ડ્રી લાઇન કેચનો નિયમ બદલાઈ ગયો

બાઉન્ડ્રી લાઇન નજીક લીધેલા કેચ માટે 'બન્ની હોપ કેચ' દૂર કરવામાં આવ્યો છે. હવે કોઈ પણ ફિલ્ડર બાઉન્ડ્રીની બહાર હોય ત્યારે હવામાં માત્ર એક જ વાર બોલને સ્પર્શ કરી શકે છે અને તે પછી બાઉન્ડ્રીની અંદર સંપૂર્ણ ગ્રાઉન્ડ પર રહેવું જરૂરી રહેશે. એમસીસીએ કહ્યું કે જો કોઈ ફિલ્ડર બાઉન્ડ્રીની બહારથી બોલને ઉછાળીને અંદર ઉભેલા સાથી ખેલાડીને પાસ કરે છે અને બાદમાં જાતે જ લાઈનની બહાર જાય છે, તો તેને બાઉન્ડ્રી માનવામાં આવશે.

બોલ અને બેટ માટે સ્ટાન્ડર્ડ નક્કી

એમસીસીએ વર્તમાન અને ભૂતપૂર્વ મહિલા ખેલાડીઓની સાથે મળીને જુનિયર અને મહિલા ક્રિકેટમાં વપરાતા બોલ માટે નવા સ્ટાન્ડર્ડ અને નામો પણ નક્કી કર્યા છે. એમસીસીના જણાવ્યા અનુસાર બોલને હવે સાઈઝ-1, સાઈઝ-2 અને સાઈઝ-3માં વહેંચવામાં આવ્યા છે. સાઈઝ-1 (પરંપરાગત મેન્સ બોલ)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પણ હવે ત્રણેય કેટેગરીના સ્ટાન્ડર્ડ એકસમાન કરવામાં આવ્યા છે.

એમસીસીએ ખર્ચ ઘટાડવાના હેતુથી 'ઓપન એજ ક્રિકેટ'માં 'લેમિનેટેડ' બેટના ઉપયોગને પણ મંજૂરી આપી છે. અગાઉ આવા બેટને માત્ર જુનિયર ક્રિકેટમાં જ મંજૂરી આપવામાં આવતી હતી. એમસીસીએ કહ્યું કે આ બેટનું વ્યાપક પરીક્ષણ કરવામાં આવ્યું છે અને એવું માનવામાં આવતું નથી કે લેમિનેટેડ બેટ પ્રદર્શનમાં કોઈ મોટો ફાયદો કરશે. જોકે ટોચના સ્તર પર વિલોના સમાન ટુકડામાંથી બનેલા બેટનો ઉપયોગ ચાલુ રહેવાની સંભાવના છે. 

ફિલ્ડિંગના કેટલાક નિયમો પણ બદલાયા

એમસીસીએ પહેલી વખત 'ઓવરથ્રો'ની સ્પષ્ટ વ્યાખ્યા પણ આપી છે. આ મુજબ રન રોકવા કે રન આઉટ કરવાના પ્રયાસમાં સ્ટમ્પ તરફ ફેંકવામાં આવેલા બોલને ઓવરથ્રો માનવામાં આવશે. જ્યારે બોલને રોકવામાં કે અન્ય ફિલ્ડરોને આપવામાં થતી ચૂકને ઓવરથ્રો માનવામાં આવશે નહીં. જાણી જોઈને શોર્ટ રન લેવાની સ્થિતિમાં હવે ફિલ્ડિંગ ટીમને આગામી બોલ પર કયો બેટ્સમેન સ્ટ્રાઇક પર રહેશે તે નક્કી કરવાનો અધિકાર રહેશે.

એમસીસીએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે બોલને ત્યારે પુરી રીતે રોકાયેલી માનવામાં આવશે જ્યારે તે કોઇ ફિલ્ડરના હાથમાં હોય અથવા મેદાન પર સ્થિર હોય. હવે બોલ બોલર અથવા વિકેટકીપરના હાથમાં હોવો જરૂરી રહેશે નહીં.

ક્રિકેટ સ્પોર્ટ્સ