MI vs LSG Eliminator Pitch Report: ચેપકમાં રન બનાવવા મુશ્કેલ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

MI vs LSG IPL 2023 Eliminator, Lucknow Super Giants vs Mumbai Indians : મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આજે એલિમિનેટર મેચ રમવામાં આવશે. જો પીચ રિપોર્ટ (Pitch Report) ની વાત કરીએ તો, બંને ટીમ માટે ટોસ કેમ મહત્ત્વનો બની રહેશે તે જોઈએ.

Written by Kiran Mehta
Updated : May 24, 2023 17:20 IST
MI vs LSG Eliminator Pitch Report: ચેપકમાં રન બનાવવા મુશ્કેલ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આજે એલિમિનેટર મેચ

MI vs LSG IPL 2023 Eliminator, Pitch Report: IPL 2023ની પ્રથમ ફાઇનલિસ્ટ ટીમ નક્કી થઇ ગઇ છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને 10મી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે બીજા ફાઇલિસ્ટ માટે શોધ શરૂ થશે. બુધવારે એલિમિનેટર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ મેચમાં જે પણ ટીમ જીતશે તે બીજા ક્વોલિફાયરમાં ગુજરાતનો સામનો કરશે, જ્યારે હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

ચેપોકમાં મુંબઈ-લખનૌ પ્રથમ વખત ટકરાશે

આ મેચ બંને ટીમો માટે કરો યા મરોની સ્થિતિ છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ બંનેએ 14માંથી 8 મેચ જીતી હતી. લખનૌની એક મેચ અનિર્ણિત રહી જેના કારણે તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને મુંબઈ ચોથા સ્થાને રહી. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં આ બંને ટીમ પ્રથમ વખત આમને-સામને થશે. આવી સ્થિતિમાં તેમણે પિચના મૂડને સમજીને જ નિર્ણય લેવા પડશે.

ચેપોક પિચ ધીમી છે

ચેપોકમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 163 છે. ચેન્નાઈની પિચ ધીમી છે. અહીં બીજી ઇનિંગમાં રન બનાવવા મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, ઝાકળની અસર હોય કે ન હોય અહીં ટોસની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આ મેચ એ જ પિચ પર રમાશે, જ્યાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ આમને-સામને હતા. તે મેચમાં મુંબઈએ માત્ર 139 રન બનાવ્યા હતા અને ચેન્નાઈએ 17.4 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ફરી એકવાર લો સ્કોરિંગ મેચ અહીં જોવા મળી શકે છે.

મુંબઈ ક્યારેય લખનૌ સુપર જાયન્ટ્સને હરાવી શક્યું નથી

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ભલે પાંચ વખત ચેમ્પિયન બની હોય, પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સની સામે ટીમની હાલત ખરાબ રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોમાંથી મુંબઈ એક પણ મેચ જીત્યું નથી. ગત સિઝનમાં પણ આ બંને ટીમો વચ્ચે બે વખત મેચ રમાઈ હતી. આ સિઝનમાં બંને એક વાર ટકરાયા છે અને લખનૌ સુપર જાયન્ટ્સ દરેક વખતે વિજયી બની છે.

આ પણ વાંચોLSG vs MI IPL Eliminator live updates: IPL 2023 ક્વોલિફાયર 2 રમવા માટે આજે લખનૌ અને મુંબઇ વચ્ચે ખરાખરીનો જંગ

હવામાનની વાત કરીએ તો, ચેન્નાઈમાં વરસાદની કોઈ અપેક્ષા નથી. ખેલાડીઓને અહીં ભારે ગરમી તેમજ ભેજવાળા વાતાવરણનો સામનો કરવો પડશે. ચાહકો માટે સારી વાત એ છે કે, વરસાદ કોઈ અડચણ નહીં બને, અને તેઓ સંપૂર્ણ એક્શન મેચનો આનંદ માણી શકશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ