રણજી ટ્રોફી 2025 ના પહેલા તબક્કામાં ચાર મેચમાં 20 વિકેટ લેનાર મોહમ્મદ શમીને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 માટે બંગાળની ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે શમીને સંપૂર્ણ ફિટ ના થવાનું કારણ આપીને સતત ભારતીય ટીમમાં સ્થાન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. જોકે લાલ બોલની સ્થાનિક ક્રિકેટમાં રમ્યા પછી શમી હવે સફેદ બોલ સાથે પણ સારું પ્રદર્શન કરવા માટે તૈયાર છે.
શમીએ રણજી ટ્રોફી 2025 માં બંગાળ માટે પાંચમાંથી ચાર મેચ રમી હતી. તેણે ઉત્તરાખંડ અને ગુજરાત સામેની પ્રથમ બે મેચમાં કુલ 15 વિકેટ લઈને બંગાળની સતત બે જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. હવે તે ટી-20 ટીમમાં પણ બંગાળ માટે પ્રદર્શન કરતો જોવા મળશે. તેની સાથે ભારતીય બોલર આકાશ દીપને પણ 17 સભ્યોની ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. અભિમન્યુ ઈશ્વરન ટીમનું નેતૃત્વ કરશે.
મોહમ્મદ શમીને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની ODI અને T20I શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો ના હતો. તે સતત ટેસ્ટ ટીમમાંથી પણ બહાર રહ્યો છે. તે છેલ્લે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ માટે રમતા જોવા મળ્યો હતો. હવે જોવાનું એ છે કે તેને દક્ષિણ આફ્રિકા સામેની ODI કે T20I શ્રેણી માટે પસંદ કરવામાં આવશે કે નહીં.
આ પણ વાંચો: શું ઝેલેન્સ્કી યુક્રેનનો કેટલોક ભાગ રશિયાને સોંપી દેશે? શું હવે કોઈ વિકલ્પ બચ્યો પણ છે?
હાલ માટે 26 નવેમ્બરથી શરૂ થનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેનું પ્રદર્શન તેનું ભવિષ્ય નક્કી કરશે. બંગાળની ટીમમાં અભિષેક પોરેલ અને શાહબાઝ અહેમદ જેવા અગ્રણી ખેલાડીઓ પણ શામેલ છે. બંગાળ ગ્રુપ Cમાં હિમાચલ પ્રદેશ, સર્વિસીસ, પુડુચેરી, પંજાબ, બરોડા અને હરિયાણા સાથે છે. બંગાળ તેની પહેલી મેચ હૈદરાબાદમાં બરોડા સામે રમશે.
બંગાળની ટીમઃ અભિમન્યુ ઇશ્વરન (કેપ્ટન), સુદીપ ઘરામી, અભિષેક પોરેલ (વિકેટકીપર), શાકિર હબીબ ગાંધી, યુવરાજ કેસવાની, પ્રિયાંશુ શ્રીવાસ્તવ, શાહબાઝ અહેમદ, પ્રદિપ્તા પ્રમાનિક, વૃત્તિક ચેટર્જી, કરણ લાલ, સક્ષમ ચૌધરી, મોહમ્મદ સમી, સયન ઘોષ, આકાશ દીપ, કનિષ્ક સેઠ, યુધાજીત ગુહા, શ્રેયાન ચક્રવર્તી.





