ટી 20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર ટોપ 5 ભારતીય, આ પ્લેયર છે નંબર વન

T20 World Cup 2026 : ભારતીય ટીમ ટી 20 વર્લ્ડ કપ 2026 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ વર્લ્ડ કપમાં ભારત તરફથી ઘણા સ્ટાર્સ ખેલાડીઓ રમતા જોવા મળશે અને બધાની નજર એ વાત પર રહેશે કે કોણ સૌથી વધુ રન બનાવે છે. જાણો અત્યાર સુધી કોના નામે છે સૌથી વધારે રન

T20 World Cup 2026 : ભારતીય ટીમ ટી 20 વર્લ્ડ કપ 2026 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ વર્લ્ડ કપમાં ભારત તરફથી ઘણા સ્ટાર્સ ખેલાડીઓ રમતા જોવા મળશે અને બધાની નજર એ વાત પર રહેશે કે કોણ સૌથી વધુ રન બનાવે છે. જાણો અત્યાર સુધી કોના નામે છે સૌથી વધારે રન

author-image
Ashish Goyal
New Update
T20 World Cup 2026

T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં રમાશે Photograph: (@JayShah)

Most runs for India in T20 world cup history : ભારતીય ટીમ ટી 20 વર્લ્ડ કપ 2026 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ટીમ ઈન્ડિયા આ સિઝનમાં પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરવાનો પ્રયાસ કરશે. આ વર્લ્ડ કપમાં ભારત તરફથી ઘણા સ્ટાર્સ ખેલાડીઓ રમતા જોવા મળશે અને બધાની નજર એ વાત પર રહેશે કે કોણ સૌથી વધુ રન બનાવે છે.

Advertisment

ટી 20 વર્લ્ડકપમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનારા ટોચના 5 બેટ્સમેનોની વાત આવે તો વિરાટ કોહલી પ્રથમ સ્થાને છે, જ્યારે રોહિત શર્મા, યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર અને એમએસ ધોની જેવા બેટ્સમેનોનો આ યાદીમાં સમાવેશ થાય છે. ભારતના હાલના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કર્યો છે, પણ તેને ટોપ 5માં સામેલ નથી. તે છઠ્ઠા નંબર પર છે.

કોહલીના નામે સૌથી વધુ રન

વિરાટ કોહલી ટી-20 વિશ્વમાં ભારત માટે સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન છે. કોહલીએ આ ટૂર્નામેન્ટમાં 35 મેચમાં 1292 રન ફટકાર્યા છે, જેમાં તેના નામે 15 અડધી સદી છે અને તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 89 રનનો છે. રોહિત શર્મા આ યાદીમાં બીજા ક્રમે છે, જેણે 47 મેચમાં 12 અડધી સદી સાથે 1220 રન બનાવ્યા છે.

ટી-20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં યુવરાજ સિંહ ત્રીજા નંબર પર છે, જેણે 31 મેચમાં 593 રન બનાવ્યા છે, જ્યારે તેના નામે 4 અડધી સદી છે અને શ્રેષ્ઠ સ્કોર 70 રનનો છે. આ પછી એમએસ ધોની 33 મેચમાં 529 રન સાથે ચોથા ક્રમે છે.

Advertisment

આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 કાર્યક્રમ, ફોર્મેટ, ફાઇનલ સહિત બધી માહિતી એક જ ક્લિકમાં

જ્યારે પાંચમા સ્થાને ટીમ ઈન્ડિયાના વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીર છે, જેમણે 21 મેચમાં 4 અડધી સદી સાથે 524 રન ફટકાર્યા છે અને તેનો શ્રેષ્ઠ સ્કોર 75 રન છે.

ટી-20 વર્લ્ડકપમાં સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ

ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં સૂર્યકુમાર યાદવ છઠ્ઠા ક્રમે છે, જેણે 18 મેચમાં 5 અડધી સદી સાથે 480 રન ફટકાર્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 158.94 રહ્યો છે જ્યારે સરેરાશ 40.00 ની રહી છે.ટી-20 વર્લ્ડ કપમાં સૂર્યકુમારનો શ્રેષ્ઠ સ્કોર 68 રનનો છે. તે હાલની ભારતીય ટીમમાં ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન છે.

ટી-20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારા ટોચના 5 ભારતીયો

  • વિરાટ કોહલી - 1292 રન
  • રોહિત શર્મા - 1220 રન
  • યુવરાજ સિંહ - 593 રન
  • એમએસ ધોની - 529 રન
  • ગૌતમ ગંભીર - 524 રન
સૂર્યકુમાર યાદવ ભારત ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ કેનેડા ક્રિકેટ ટીમ સ્પોર્ટ્સ