ક્રિકેટમાં એક કેચ હાર અને જીતમાં મહત્વનો ભાગ ભજવે છે. કેચને ગેમ ચેન્જર માનવામાં આવે છે. ક્રિકેટમાં ઘણા એવા કેચ સામે આવ્યા છે જે જોઈને આપણી ચકિત રહી જઇએ છીએ. જોકે હાલમાં એક કેચનો વીડિયો વાયરલ થયો છે. જે કેચ જોઈને બધા જ બોલી ઉઠશે કે આવો કેચ ભાગ્યે જ થાય. જેને ક્રિકેટ ઇતિહાસનો સૌથી શાનદાર કેચ માનવામાં આવી રહ્યો છે. આ કેચ ટેનિસ બોલની એક મેચ દરમિયાન થયો છે.
આવી રીતે કર્યો કેચ
કેચ કરનાર પ્લેયર ક્રિકેટના મેદાનમાં ફૂટબોલની સ્કિલ્સ બતાવી રહ્યો છે. એક વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક પ્લેયર શોટ રમે છે અને બોલ બાઉન્ડ્રી તરફ જાય છે. બાઉન્ડ્રી પાસે રહેલો ફિલ્ડર કેચ કરે છે પણ તે બાઉન્ડ્રી અંદર જતો રહે છે. જોકે આ દરમિયાન તે બોલને ઉછાડી દે છે. જોકે તેણે ઉછાડેલો બોલ ફરી બાઉન્ડ્રીની અંદર આવી જાય છે. આ દરમિયાન ફિલ્ડર ફૂટબોલના અંદાજમાં કિક મારીને બોલને પાછો હવામાં ઉછાળે છે. બોલ મેદાનમાં આવી જાય છે અને ત્યાં ઉભો રહેલો સૌથી ખેલાડી કેચ કરી લેશે.
આ પણ વાંચો – મહિલા પ્રીમિયર લીગની હરાજી, સ્મૃતિ મંધાના સૌથી મોંઘી પ્લેયર બની, આરસીબીએ 3.40 કરોડ રૂપિયામાં ખરીદી
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ ઇન્ટરનેશનલ કે ડોમેસ્ટિક ક્રિકેટની મેચ ન હતી. જોકે આ કેચ પુરી રીતે આઈસીસીના નિયમો પ્રમાણે કરવામાં આવ્યો છે. આ કેચને જોઇને બધા જ ચકિત થઇ ગયા છે. આ કેચનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે અને કેચની પ્રશંસા કરવામાં આવી રહી છે.
સચિન તેંડુલકર, માઇકલ વોને કરી પ્રશંસા
સચિન તેંડુલતરે આ વીડિયો પર રિએક્ટ કરતા લખ્યું કે આ ત્યારે જ બની શકે છે જ્યારે તમે ક્રિકેટના મેદાન પર તે ખેલાડીને ઉતારી દો જેની પાસે ફૂટબોલમાં પણ મહારત મેળવેલી હોય. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને પણ આ કેચને અત્યાર સુધીનો બેસ્ટ કેચ ગણાવ્યો છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર જીમી નિશામે પણ કેચને અદભૂત ગણાવ્યો છે.