/indian-express-gujarati/media/media_files/2026/03/03/t20-world-cup-sa-vs-nz-2026-03-03-18-14-36.jpg)
T20 World Cup 2026 : ટી-20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમિફાઇનલ સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે Photograph: (સોશિયલ મીડિયા)
T20 World Cup 2026 : ટી-20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમિફાઇનલ સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ 4 માર્ચના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. ન્યૂઝીલેન્ડની ટીમ નસીબ અને નેટ રનરેટના આધારે અંતિમ 4માં પ્રવેશી છે. બીજી તરફ સાઉથ આફ્રિકાએ ગ્રુપ સ્ટેજની શરુઆતથી લઈને સુપર 8ના અંત સુધીની તમામ 7 મેચ જીતી લીધી છે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા જીત માટે ફેવરિટ છે. ન્યૂઝીલેન્ડની ટીમ ટી-20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી સાઉથ આફ્રિકાને હરાવી શકી નથી.
ન્યૂઝીલેન્ડની ટીમ 19 વર્ષમાં એક પણ જીત મેળવી શકી નથી
આ કહાની 2007ના ટી-20 વર્લ્ડ કપથી શરુ થઈ હતી અને 2026ના ગ્રુપ સ્ટેજ સુધી કુલ પાંચ વખત બન્ને ટીમો આમને-સામને આવી હતી. દરેક પ્રસંગે દક્ષિણ આફ્રિકાનો વિજય થયો છે. ન્યૂઝીલેન્ડની ટીમ 19 વર્ષમાં એક પણ વખત વિજય મેળવી શકી નથી. વર્તમાન ટૂર્નામેન્ટમાં પણ સાઉથ આફ્રિકાએ ગ્રુપ સ્ટેજમાં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. હવે સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 19 વર્ષની આતુરતાનો અંત લાવવાની તક મળશે.
ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને ક્યારે-ક્યારે હરાવ્યું?
ટી20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાએ 2007માં પહેલી વખત ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતુ. જે પછી 2009, 2010, 2014 અને 2026માં પરિણામ બદલાયું નથી. સાઉથ આફ્રિકાએ છેલ્લી પાંચ વખત ટી-20 વર્લ્ડ કપમાં કિવી ટીમને ધૂળ ચડાવી છે. હવે વર્તમાન વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં બંને ટીમો ટકરાવવા જઇ રહી છે.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : આઇસીસી ટૂર્નામેન્ટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી સેમિફાઇનલ, જાણો કઇ ટીમનો છે દબદબો
પ્રથમ સેમિ ફાઈનલ મેચ બુધવારે 4 ફેબ્રઆરીએ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે. આ મેચ પહેલા ગત વર્લ્ડ કપની રનર્સઅપ તમામ સાત મેચ જીતીને અહીં પહોંચી ગઈ છે. જ્યારે ન્યૂઝીલેન્ડને ગ્રુપ સ્ટેજમાં આફ્રિકાએ અને સુપર 8માં ઇંગ્લેન્ડે હરાવ્યું હતું.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us