/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Sandesh-Jhingan-Indian-Football-Captain.jpg)
લિયોનેલ મેસ્સી અને સંદેશ ઝિંગ (તસવીર: સોશિયલ મીડિયા)
ભારતીય પુરુષ ફૂટબોલ ટીમના કેપ્ટન સંદેશ ઝિંગને બુધવારે લિયોનેલ મેસ્સીની ભારત મુલાકાત અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે મેનેજમેન્ટની કડક ટીકા કરતા કહ્યું હતું કે ભારતીય ફૂટબોલ ટીમ માટે કંઈ કરવામાં આવી રહ્યું નથી, અને મેસ્સીની મુલાકાત પર કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. અગાઉ અભિનવ બિન્દ્રાએ પણ આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
ભારતીય કેપ્ટને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું
ભારતીય કેપ્ટન સંદેશ ઝિંગને ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પોતાની ચિંતા વ્યક્ત કરતા લખ્યું હતું કે, "એવું લાગે છે કે આપણે પતનની આરે છીએ કારણ કે ભારતમાં કોઈ ફૂટબોલમાં રોકાણ કરવા તૈયાર નથી. છતાં આ પ્રવાસ (મેસ્સીની ભારત મુલાકાત) પર કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે."
તેમણે આગળ લખ્યું હતું કે, "મને ચિંતા એ છે કે આપણી ફૂટબોલ ઇકોસિસ્ટમ જોખમમાં છે, અથવા તેના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આપણા માટે કોઈ સ્થાનિક ફૂટબોલ સ્પર્ધાઓ આપણા માટે નહીં રહે. એવું લાગે છે કે આપણે રમતને પ્રેમ કરીએ છીએ પરંતુ આપણા પોતાના ખેલાડીઓને ટેકો આપી શકતા નથી."
આ પણ વાંચો: કોણ છે કાર્તિક શર્મા? જેના માટે IPL 2026 ની હરાજીમાં CSK એ ખોલી દીધો ખજાનો
ઝિંગને એમ પણ કહ્યું, "છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે આખો દેશ અચાનક ફૂટબોલના રંગોમાં ડૂબી ગયો છે, તેણે મને મારા વિચારો શેર કરવા માટે મજબૂર કર્યો છે. મને ખુશી છે કે આપણો દેશ ફૂટબોલને પ્રેમ કરે છે. આ રમત માટે સ્ટેડિયમ ભરાઈ શકે છે પરંતુ જો કોઈ તેમાં રોકાણ કરે તો સારૂં."
ભારતની સ્થાનિક ફૂટબોલ ટુર્નામેન્ટ્સ, ઇન્ડિયન સુપર લીગ (ISL) અને I-લીગ, સત્તાવાર પ્રસારણ ભાગીદારો શોધી શકતી નથી. આનાથી આ ટુર્નામેન્ટના ભવિષ્ય પર સંકટના વાદળો ઘેરાયા છે. આના કારણે ભારતમાં આ રમતને પ્રોત્સાહન આપવાની માંગ ઉઠી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us