/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Virat-Kohli-century-record.jpg)
વિરાટ કોહલીના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 81 સદી છે. (તસવીર: BCCI/X)
Virat Kohli Century in Perth: પર્થ ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલ બાદ વિરાટ કોહલીએ પણ શાનદાર સદી ફટકારીને નવો ઈતિહાસ રચ્યો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટી બ્રેક બાદ કોહલીએ શાનદાર રીતે પોતાની સદી પૂર્ણ કરી હતી. કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરની 30મી સદી 143 બોલમાં પૂર્ણ કરી હતી. આ રીતે કોહલીએ છેલ્લા 1 વર્ષ 4 મહિનાથી ચાલી રહેલા સદીના દુકાળનો અંત લાવ્યો હતો. કોહલીની બેટ સાથેની અગાઉની સદી જુલાઈ 2023માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે આવી હતી.
વિરાટ કોહલી હવે ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર વિદેશી ખેલાડી બની ગયો છે. કોહલીએ જેક હોબ્સનો 9 સદીનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીના નામે હવે ઓસ્ટ્રેલિયામાં કાંગારૂ ટીમ સામે ત્રણેય ફોર્મેટમાં 10 સદી છે. એટલું જ નહીં કોહલીએ સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાના મામલે ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનને પણ પાછળ છોડી દીધા છે. બ્રેડમેને 29 ટેસ્ટ સદી ફટકારી હતી જ્યારે કોહલીના નામે હવે 30 ટેસ્ટ સદી છે.
આ પણ વાંચો: આઈપીએલ 2025 ઓક્શન માં હરાજી થનાર 547 ખેલાડીઓના નામ, બેઝ પ્રાઇસ સહિત સંપૂર્ણ વિગત જુઓ અહીં
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન
- સચિન તેંડુલકર- 51
- રાહુલ દ્રવિડ- 36
- સુનીલ ગાવસ્કર-34
- વિરાટ કોહલી- 30
વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયાની ધરતી હંમેશા પસંદ આવી છે. વર્ષ 2014માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં ફ્લોપ રહ્યા બાદ વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં શાનદાર વાપસી કરી હતી. આ પછી વર્ષ 2018 માં પણ તેણે ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને હવે તેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારીને અજાયબી કરી દીધી છે.
ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સદી (ભારતીય)
- 7 - વિરાટ કોહલી*
- 6 - સચિન તેંડુલકર
- 5 - સુનીલ ગાવસ્કર
વિરાટ કોહલીના નામે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 81 સદી છે. કોહલી હવે સચિનના 100 સદીના રેકોર્ડથી 19 સદી દૂર છે. કોહલીએ ટેસ્ટમાં 30 સદી, વન-ડેમાં 50 અને ટી-20 ક્રિકેટમાં એક સદી ફટકારી છે. સૌથી વધુ સદી ફટકારવાના મામલે રિકી પોન્ટિંગ ત્રીજા સ્થાને છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી
- 100 - સચિન તેંડુલકર
- 81 - વિરાટ કોહલી*
- 71 - રિકી પોન્ટિંગ
- 63 - કુમાર સંગાકારા
- 62 - જેક કાલિસ


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us