રણજી ટ્રોફી : સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રોહિત શર્મા ના કરી શક્યા તે પૃથ્વી શો એ કરી બતાવ્યું

Ranji Trophy: પૃથ્વી શોએ રણજી ટ્રોફીમાં અસમ સામે 383 બોલમાં 379 રન બનાવ્યા. તેણે 49 ફોર અને 4 સિક્સર ફટકારી

Written by Ashish Goyal
Updated : January 11, 2023 15:44 IST
રણજી ટ્રોફી : સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રોહિત શર્મા ના કરી શક્યા તે પૃથ્વી શો એ કરી બતાવ્યું
પૃથ્વી શો ત્રેવડી સદી ફટકારનાર મુંબઈનો આઠમો બેટ્સમેન છે (તસવીર - ટ્વિટર)

Prithvi Shaw Triple Hundred In Ranji Tropy: ભારતના યુવા ક્રિકેટર પૃથ્વી શો એ એવી સિદ્ધિ મેળવી છે જે સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ કરી શક્યા નથી. પૃથ્વી શો એ રણજી ટ્રોફીમાં અસમ સામે ત્રેવડી સદી ફટકારી છે. પૃથ્વી શો એ ફક્ત 326 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.

પૃથ્વી શો ની રણજી ટ્રોફીમાં આ પ્રથમ ત્રેવડી સદી છે. આ સાથે પૃથ્વી શો રણજી ટ્રોફીમાં (ટેસ્ટ ફોર્મેટ) ત્રેવડી સદી, વિજય હઝારે ટ્રોફીમાં (વન-ડે ફોર્મેટ) બેવડી સદી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં (ટી-20 ફોર્મેટ)સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો છે. પૃથ્વી શો ત્રેવડી સદી ફટકારનાર મુંબઈનો આઠમો બેટ્સમેન છે. આ પહેલા તેનો બેસ્ટ સ્કોર 202 રન હતો.

રણજી ટ્રોફીના ઇતિહાસમાં બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર

અસમ સામેની મેચમાં પૃથ્વી શો એ 107 બોલમાં સદી, 235 બોલમાં બેવડી સદી અને 326 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી. જોકે તે 400 રનનો આંકડો વટાવી શક્યો ન હતો પણ રણજી ટ્રોફીના ઇતિહાસમાં બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર પોતાના નામે કરવા સફળ રહ્યો છે. પૃથ્વી શો 379 રને એલબી આઉટ થયો હતો. તેણે 49 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ મહારાષ્ટ્રના ભાઉસાહેબ નિંબલકરનો છે. તેમણે 1948માં કાઠિયાવાડ સામે અણનમ 443 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો –  વિરાટ કોહલીએ વન-ડેમાં 45મી સદી ફટકારી, બનાવ્યા ઘણા રેકોર્ડ્સ

પૃથ્વી શો- રહાણે વચ્ચે 401 રનની ભાગીદારી

પૃથ્વી શો એ અજિંક્ય રહાણે સાથે 510 બોલમાં 401 રનની ભાગીદારી નોંધાવી હતી. જેમાં તેણે 258 બોલમાં 262 રન બનાવ્યા હતા. જ્યારે રહાણેએ 252 બોલમાં 131 રન બનાવ્યા હતા. પૃથ્વીએ ફક્ત 361 બોલમાં 350 રન બનાવ્યા હતા. મુંબઈના કેપ્ટન રહાણેએ 191 રન બનાવ્યા હતા. મુંબઈએ 4 વિકેટે 687 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો.

ત્રેવડી સદી ટીમ ઇન્ડિયામાં કરાવી શકે છે વાપસી

ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન છતા પૃથ્વી શો ને ટીમ ઇન્ડિયાની કોઇ ટીમમાં સ્થાન મળ્યું નથી. હવે ત્રેવડી સદી પૃથ્વી શો ને ટીમ ઇન્ડિયામાં વાપસી કરાવી શકે છે. પૃથ્વી શો પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ જુલાઇ 2021માં શ્રીલંકા સામે ટી-20 ઇન્ટરનેશનલમાં રમ્યો હતો. તે ટી-20માં તેનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ