scorecardresearch

PBKS vs KKR : વરસાદના વિઘ્ન બાદ પંજાબે ડકવર્થ લુઈસ પદ્ધતીથી કોલકત્તાને 7 રને હરાવ્યું

PBKS vs KKR Live IPL Score 2023 : પંજાબ કિંગ્સ (Punjab Kings) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે મોહાલી (Mohali) માં આઈપીએલની બીજી મેચ (IPL Second Match) રમવામાં આવી હતી, જેમાં પંજાબની 07 રને જીત થઈ છે.

PBKS vs KKR Live IPL Score 2023
આઈપીએલ 2023 : પંજાબ કિંગ્સ (Punjab Kings) અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ

Punjab Kings vs Kolkata Knight Riders, IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (આઈપીએલ 2023) ની બીજી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને ડકવર્થ-લુઈસ નિયમથી 7 રનથી હરાવ્યું. કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણાએ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. ભાનુકા રાજપક્ષેની શાનદાર બોલિંગની મદદથી પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 191 રન બનાવ્યા હતા. રાજપક્ષે 32 બોલમાં 50 રન બનાવ્યા હતા. શિખર ધવને 29 બોલમાં 40 રન બનાવ્યા હતા.

જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 16 ઓવરમાં 7 વિકેટે 146 રન બનાવી લીધા હતા, ત્યારબાદ વરસાદના કારણે મેચ રોકાઈ હતી. જીતવા માટે 24 બોલમાં 46 રનની જરૂર હતી. શાર્દુલ ઠાકુર 8 રન બનાવીને ક્રીઝ પર હતો અને સુનીલ નારાયણ 7 રન બનાવીને ક્રિઝ પર હતો. વરસાદને કારણે મેચ ફરી શરૂ થઈ ન હતી અને કોલકાતા ડકવર્થ-લુઈસ પદ્ધતિથી 7 રનથી હારી ગયું હતું. પંજાબ તરફથી અર્શદીપ સિંહે 3 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય સેમ કરન, નાથ એલિસ, સિકંદર રઝા અને રાહુલ ચહરને 1-1 વિકેટ મળી હતી.

પંજાબ કિંગ્સ – કોણે કેટલા રન બનાવ્યા?

પ્રભસિમરન સિંહ 12 બોલમાં 23 રન બનાવી આઉટ થયા

ભાનુકા રાજપક્ષે 32 બોલમાં 50 રન બનાવી આઉટ થયા

શિખર ધવન 29 બોલમાં 40 રન બનાવી આઉટ થયો હતો

જિતેશ શર્મા 11 બોલમાં 21 રન બનાવી આઉટ થયો હતો

સિકંદર રઝા 13 બોલમાં 16 રન બનાવી આઉટ થયો હતો

કોલકાતા નાઈટ રાઈડર્સ – કોણે કેટલી વિકેટ લીધી?

ઉમેશ યાદવે 4 ઓવરમા 27 રન આપી 01 વિકેટ લીધી

ટિમ સાઉથી 4 ઓવરમા 54 રન આપી 02 વિકેટ લીધી

સુનિલ નારાયણ 4 ઓવરમાં 40 રન આપી 01 વિકેટ લીધી

વરૂણ ચક્રવર્તી 4 ઓવરમાં 26 રન આપી 01 વિકેટ લીધી

શાર્દુલ ઠાકુર 4 ઓવરમાં 43 રન આપી એક પણ વિકેટ નથી લીધી

કોલકાતા નાઈટ રાઈડર્સ – કોણે કેટલા રન બનાવ્યા?

મનદિપ સિંહ 04 બોલમાં 02 રન બનાવી આઉટ

રહેમાનુલ્લા ગુરબાઝ 16 બોલમાં 22 રન બનાવી આઉટ થયો

અનુકુલ રોય 5 બોલમાં 4 રન બનાવી આઉટ થયો

વેન્કટેશ્વર ઐયર 28 બોલમાં 34 રન બનાવી આઉટ થયો

નીતિશ રાણા 17 બોલમાં 24 રન બનાવી આઉટ થયો

રિન્કુ સિંગ 4 બોલમાં 4 રન આપી આઉટ થયો

આન્દ્રે રસેલ 19 બોલમાં 35 રન બનાવી આઉટ થયો

તો શાર્દુલ ઠાકુર 08 રન અને સુનિલ નારાયણ 07 રન બનાવી રમી રહ્યા હતા અને વરસાદ શરૂ થઈ ગયો હતો.

પંજાબ કિંગ્સ ઈલેવન – કોણે કેટલી વિકેટ લીધી

સેમ કરણે 03 ઓવરમા 38 રન આપી 01 વિકેટ લીધી

અર્શદીપ સિંહ 03 ઓવરમાં 19 રન આપી 03 વિકેટ લીધી

નાથન એલિસ 03 ઓવરમાં 27 રન આપી 01 વિકેટ લીધી

સિકંદર રઝા 03 ઓવરમાં 25 રન આપી 01 વિકેટ લીધી

ધવન 01 ઓવરમાં 15 રન આપી એક પણ વિકેટ ન લીધી

રાહુલ ચહર 02 ઓવરમાં 12 રન આપી 01 વિકેટ લીધી

હરપ્રીત બ્રાર 01 ઓવરમાં 07 રન આપી એક પણ વિકેટ ન લીધી

PBKS vs KKR પ્લેઇંગ 11

પંજાબ કિંગ્સ પ્લેઈંગ 11

શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટ-કીપર), ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, સેમ કરણ, સિકંદર રઝા, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ.

KKR પ્લેઈંગ 11

રહેમાનુલ્લા ગુરબાઝ (wk), મનદીપ સિંહ, નીતિશ રાણા (c), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, ટિમ સાઉથી, અનુકુલ રોય, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.

આ પણ વાંચોઆઈપીએલ 2023 : અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સે જીત સાથે શરૂઆત કરી, ચેન્નઇ સુપર કિંગ્સનો 5 વિકેટે પરાજય

IPL 2022 બંને ટીમો માટે સારું નહોતું

IPL 2022 માં, કોલકાતા નાઈટ રાઈડર્સ પોઈન્ટ ટેબલમાં છ મેચ જીતીને સાતમા ક્રમે છે. બીજી તરફ, પંજાબ કિંગ્સે 14 મેચમાંથી 7 જીત સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. આવી સ્થિતિમાં બંને ટીમો IPL 2023માં સારી શરૂઆત કરવા ઈચ્છે છે.

Web Title: Punjab kings vs kolkata knight riders pbks vs kkr live ipl score

Best of Express