Viral Video: ભારતની આ મહિલા ખેલાડી બની ‘સુપરમેન’, કર્યો ક્રિકેટ ઈતિહાસનો અદ્ભુત કેચ

Radha Yadav: શાનદાર ફિલ્ડિંગ ઉપરાંત રાધા યાદવે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરના સ્પેલમાં 69 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 6.90ના ઈકોનોમી રેટ સાથે રન આપ્યા હતા.

Written by Rakesh Parmar
October 27, 2024 17:58 IST
Viral Video: ભારતની આ મહિલા ખેલાડી બની ‘સુપરમેન’, કર્યો ક્રિકેટ ઈતિહાસનો અદ્ભુત કેચ
શાનદાર ફિલ્ડિંગ ઉપરાંત રાધા યાદવે શાનદાર બોલિંગ કરી હતી. (તસવીર: સ્ક્રિન ગ્રૈબ, સોશિયલ મીડિયા)

IND W vs NZ W, Radha Yadav: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની વન-ડે સિરીઝની બીજી મેચ 27 ઓક્ટોબરે રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડ પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. આ દરમિયાન રાધા યાદવે 31.3 બોલમાં સુપરમેન જેવો શાનદાર કેચ પકડ્યો હતો. જમીનથી 2 ફૂટ ઉડતો આ કેચ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડ પ્રથમ બેટિંગ કરી રહ્યું છે.

રાધા યાદવનો જોરદાર કેચ

રાધા યાદવે 31.3 ઓવરમાં પ્રિયા મિશ્રાના બોલ પર શાનદાર કેચ પકડ્યો હતો. બ્રુક હેલિડેએ મિડવિકેટ તરફ શોટ રમ્યો હતો. પરંતુ બોલ તેના બેટ સાથે યોગ્ય રીતે તાલમેળ બેસાડી શક્યો ન હતો. આ દરમિયાન રાધા યાદવ પાછળ દોડી અને સુપરમેન સ્ટાઈલમાં કેચ પકડ્યો હતો. હવે રાધા યાદવનો આ કેચ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.

બોલિંગમાં પણ કર્યો કમાલ

શાનદાર ફિલ્ડિંગ ઉપરાંત રાધા યાદવે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરના સ્પેલમાં 69 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 6.90ના ઈકોનોમી રેટ સાથે રન આપ્યા હતા. આ સિવાય ભારત તરફથી ડેબ્યૂ કરનાર પ્રિયા મિશ્રાએ 10 ઓવરમાં 49 રન આપ્યા અને 1 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે દીપ્તિ શર્માને 2 સફળતા મળી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં 10 દિવસમાં ગેસ ગળતરની બીજી ઘટના, અમદાવાદના નારોલમાં ગેસ ગળતરથી બે કર્મચારીના મોત

ન્યૂઝીલેન્ડે 259 રન બનાવ્યા

આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 259/9 રન બનાવ્યા હતા. ઓપનર સુઝી બેટ્સે 70 બોલમાં 58 રન બનાવ્યા હતા, જ્યારે તેને સપોર્ટ કરવા આવેલી જ્યોર્જિયા પ્લિમરે 50 બોલમાં 41 રન ફટકારીને ન્યૂઝીલેન્ડને શાનદાર શરૂઆત અપાવી હતી. તેના સિવાય કેપ્ટન સોફી ડિવાઈને 86 બોલમાં 79 રનની ઈનિંગ રમી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ