/indian-express-gujarati/media/media_files/2026/02/25/paras-dogra-hits-head-karnataka-kv-aneesh-2026-02-25-21-34-32.jpg)
પારસ ડોગરાએ હેલ્મેટ પહેરીને જ અનીશના માથા પર માર્યું હતું Photograph: (એક્સ સ્ક્રીનગ્રેબ)
Ranji Trophy Final : રણજી ટ્રોફી 2025-26ની ફાઈનલ મેચ જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકની ટીમો વચ્ચે હુબલીમાં રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે મેદાન પર જોરદાર હોબાળો મચી ગયો હતો. જમ્મુ-કાશ્મીરનો કેપ્ટન પારસ ડોગરા બેટીંગ કરી રહ્યો હતો તે જ સમયે શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા કર્ણાટકના કે.વી.અનીશ સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પારસે અનીશને માથે માર્યું હતું.
પારસ ડોગરાએ હેલ્મેટ પહેરીને જ અનીશના માથા પર માર્યું હતું અને તેને માથાથી ધક્કો માર્યો હતો. આ પછી કર્ણાટકના ખેલાડી મયંક અગ્રવાલે દરમિયાનગીરી કરી હતી. મયંક પણ પારસના આ હિંસક વલણથી નાખુશ દેખાતો હતો. થોડા સમય બાદ મેચની મધ્યમાં પારસ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
પારસ ડોગરાને મેચ ફીની 50 ટકા રકમનો દંડ ફટકાર્યો
પારસ ડોગરા સામેની મેચની મધ્યમાં જ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરના 41 વર્ષીય કેપ્ટન પારસ ડોગરાને મેચ ફીની 50 ટકા રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. પારસ અને અનીશ વચ્ચેના આ વિવાદનો વીડિયો ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
WATCH: J&K Captain Paras Dogra Headbutts Karnataka Player KV Aneesh as Tempers Flare in Ranji Trophy Final! 😳#ParasDogra#RanjiFinal#BCCIpic.twitter.com/mISplbwwlS
— Sharma Ji (@sharmajichambal) February 25, 2026
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : સેમિ ફાઇનલના 3 સ્થાન માટે ભારત-પાકિસ્તાન સહિત 7 દાવેદાર, જાણો કઇ ટીમ માટે કેવું છે સમીકરણ
જમ્મુ-કાશ્મીરે જંગી સ્કોર કર્યો
જમ્મુ-કાશ્મીરની ટીમ પહેલી વખત રણજી ટ્રોફી ફાઇનલ રમી રહી છે. અત્યાર સુધી ટીમે કર્ણાટક પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું છે. બે દિવસની રમત થઈ ગઈ છે. ટીમની પ્રથમ ઈનિંગ હજુ ચાલુ છે. બીજા દિવસના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીરે 6 વિકેટે 527 રન બનાવ્યા હતા. ટીમ તરફથી શુભમ પુંડીરે 121, યાવર હસને 88, કેપ્ટન પારસ ડોગરાએ 70, અબ્દુલ સમદે 61 અને કન્હૈયા વાધવને 70 રન કર્યા હતા. જ્યારે સાહિલ લોત્રા 57 રને રમી રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us